જ્યોતિષશાસ્ત્રનું જ એક અંગ જે છે લાલ કિતાબ. જેના આંકડાશાસ્ત્રથી માંડીને ગ્રહની દશા અને દિશા તેમજ અનુકૂળતા વિશે આ અંકમાં વધુ ઊંડાણમાં જાણીશું. લાલ કિતાબ અનુસાર ગ્રહ, તેની અસર અને ઉપાય બદલી તર્કશાસ્ત્ર પર આધારિત છે. આ વિષય પર વધુ પ્રકાશ પાડતા એસ્ટ્રો હેમંત સાથે કરેલી વાતચીતનો અંશ.
ગુરુ ગ્રહ કુંડળીના પ્રથમ સ્થાનમાં હોય તો તેની અસર અને મહત્વ શું?
પ્રથમ તો અહીં એ સમજવાની જરૂર છે કે, કુંડળીમાં કુલ 12 ખાના હોય છે, વૈદિક કુંડળી અનુસાર જે પાંચમું ખાનું છે એને લાલ કિતાબની કુંડળીમાં પ્રથમ પાનું કહેવાય છે. એજ રીતે છઠ્ઠાને બીજું, સાતમાને ત્રીજું એ પ્રમાણે 12 સુધી ખાના જોવામાં આવે છે. દરેક ખાનાના માલિક ગ્રહ, પાકા ગ્રહ અને મિત્ર તેમજ શત્રુ ગ્રહ હોય છે. આ જ ગ્રહની યુતિના ફાયદા અને નુકસાન તેમજ ઘરના વાસ્તુ અંગે પણ મકાન કુંડળી બનાવીને ઉપાય આપવામાં આવે છે. જેમ ગ્રહોની વિશિષ્ટતા હોય છે એ જ પ્રમાણે ખાનામાં બિરાજમાન ગ્રહ જાતકને ફાયદારૂપી છે કે નહીં એ કુંડળી અવગત કરાવે છે.
પ્રથમ સ્થાનને લાલ કિતાબમાં તાજનું સ્થાન આપવામાં આવ્યું છે, આ ખાનામાં જે પણ ગ્રહ હોય તેને રાજા ગણવામાં આવે છે. ગુરુની વાત કરીએ તો તેને જ્ઞાનનો કારક જણાવવામાં આવે છે. જ્ઞાન પણ એક પ્રકારે ધન જે કહેવાય અથવા ધન કમાવાનો માર્ગ પણ કહી શકાય છે. શુભ ગુરુ જાતકને ધનવાન બનાવે છે. પ્રથમ સ્થાનમાં ગુરુ અને સાતમો સ્થાન ખાલી હોય એવા જાતકને વિવાદ બાદ સફળતા અને સમૃદ્ધિ મળે છે. ગુરુ જાતકને ધાર્મિક બનાવે છે એ સાથે તેને શિક્ષા, જ્ઞાન અને ધનનો ધણી પણ કહેવામાં આવે છે. સાંસારિક હોવા છતાં ખૂબ જ આધ્યાત્મિકતાના ગુણ જાતક ધરાવે છે.
કુંડળીમાં જો લગ્નનો સ્વામી ચંદ્રમા, મંગળ, સૂર્ય અથવા ગુરુ પોતે હશે તો પહેલા સ્થાનમાં રહેલા ગુરુના સકારાત્મક પરિણામો મળશે. પરંતુ ઘરમાં ગુરુ ગ્રહ બુધ, શુક્ર કે રાહુથી પીડિત હશે તો તેનું નકારાત્મક પરિણામ મળશે. જો કે લાલ કિતાબમાં ગ્રહોને દિશા બદલી આપણે દશા બદલવાની અનેક ઉપાય છે. એ જ પ્રમાણે આપણે પ્રથમ સ્થાનમાં ગુરુની ચર્ચા કરી અને એના ફાયદા જાણવા હતા. તે જ રીતે દરેક સ્થાનમાં ગુરુની જાતક પર અલગ અલગ અસર થતી જોવા મળે છે.
પહેલા સ્થાનની વાત થઈ રહી છે તો મંગળ પ્રથમ સ્થાનમાં શું ફળ આપે છે તેમજ માંગલિક હોવું એની સી અસર?
જ્યોતિષ વૈદિક શાસ્ત્રમાં માંગણીક યોગને મહત્વ આપ્યું છે જ્યારે લાલ કિતાબમાં માંગલિક યોગ હોતો જ નથી. હવે વાત કરીએ કે પ્રથમ સ્થાનમાં મંગળ હોય તો જાતક મંગળની જેમ જ પોતાના કાર્યમાં આવેગી અને તેજ હોય છે, તેમ જ ઉર્જાવાન, સાહસિક, આક્રમક અને ધીરજ ધરાવવા જેવા ગુણો જોવા મળે છે. બીજી બાજુ જો મંગળ પીડિત હોય તો જાતક વ્યવહારે નિર્દય અને દગા દેવા વાળો હોય છે.
જોકે મંગળ ગ્રહના સ્વામી હનુમાનજી છે જે જીવનમાં સારું અને નરસું જાણવાની ક્ષમતા ધરાવે છે. પ્રથમ સ્થાનમાં મંગળ ધરાવતા જાતકોને હરાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. આવા જાતકોને મિત્રો, સંબંધીઓની, સારસંભાળ રાખે છે, આ જાતકો શનિ સંબંધી એટલે કે લોખંડ, લાકડા અને મશીનરીનો વ્યવસાય ફાયદો કરાવશે. પ્રથમ સ્થાનમાં મંગળ ધરાવતા જાતકે દર મંગળવારે હનુમાનજી મંદિર દર્શન કરવા જવું જોઈએ અને મસૂરની દાળ અથવા બુંદીના લાડવા ધરવા જોઈએ. આ જાતકમાં સરકારી નોકરી કરવાના ચાન્સ વધુ હોય છે તેમજ યુનિફોર્મવાળી હોદ્દેદાર નોકરી મળવાની સંભાવના વધુ હોય છે. નહીં તો પરિવારમાં કોઈ વ્યક્તિ યુનિફોર્મ પહેરીને કામ કરનારી હોય છે. શરીરને ચુસ્ત દુરસ્થ રાખવાવાળા હોય છે. આવા જાતકે કંઈ પણ લેવું લેવું નહીં. તેમજ ચાંદીની વસ્તુ પહેરવી ખૂબ જ લાભદાયક હોય છે.
બુધ ગ્રહનું પ્રથમ સ્થાન પર શું મહત્વ?
બુધ પ્રથમ સ્થાનમાં હોય તો જાતક યુવા, જીવંત અને ખૂબ જ ઉત્સાહી હોય છે. ખાસ કરીને માનસિક ક્ષમતા અને બૌદ્ધિક ક્ષમતાનો વધુ ઉપયોગ કરે છે. નવી પરિસ્થિતિમાં પોતાને ઢાળી લેવાનું ગુણ હોય છે. ખૂબ જ વાતોડિયા અને મિલનસાર વ્યક્તિત્વ ધરાવે છે. જોકે આવા જાતકોને સેન્ટર ઓફ એટ્રેક્શનમાં રહેવું ગમે છે. સાધારણ આવા લોકો સારા મૂડમાં રહે છે. તેમ જ હસમુખ હોય છે.
પ્રથમ સ્થાન પર બુધ જાતકને આશાવાદી બનાવે છે. પરંતુ બધા કિસ્સામાં આવું નથી બનતું. મોટાભાગે આવા લોકો અદ્ભૂત નેતા અથવા આયોજક હોય છે. એ ઉપરાંત આવા લોકો ફરિયાદ કરતા અચકાતા નથી અને પોતાની ભૂલોને પણ સ્વીકારતા નથી. બુધ પ્રથમ સ્થળમાં રહેતા જાતક બીજાને પ્રભાવિત કરવાની કળામાં નિપૂર્ણ હોય છે. તે પ્રમાણે જે સૂર્ય, બુધ સાથે હોય તો જાતકની પત્ની પૈસાદાર પરિવારથી આવશે અને ખૂબ જ સારા સ્વભાવની હશે. બુધ દાંતને રિપ્રેસેન્ટ કરે છે. આથી આવા જાતકોને 30 થી 32 દાંત હશે. જોકે બુધને વધુ સ્ટ્રોંગ કરવો હોય તો માત્ર આ સ્થાન પૂરતા જ નહીં પરંતુ અન્ય જાતકો પણ દાંત પર ફટકડી ઘસીને આ કાર્ય કરી શકે છે. પ્રથમ સ્થાનમાં બુદ્ધ ધરાવતી કુંડળીનો જાતક સંગીતનો શોખીન, ક્રોધી સ્વભાવ અને બુદ્ધિમાન હોય છે. તેમના ઘરમાં હાર્મોનિયમ તબલા સિતાર જેવા સંગીતવાદ્ય મળી આવશે. આ જાતક મસ્તીખોર તો હશે જ એ સાથે સ્વાર્થી પણ હશે.
આમ તો બુધ સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે. લાલ કિતાબમાં ના લેખકે બુધની તુલના બ્રેટ સાથે કરી છે, જે હંમેશા ઊંધુ લટકે છે અને પહેલી તકે બાળકના ચહેરા પર ત્રાટકે છે.