એમેઝોન પર ફેક રામ મંદિરનો પ્રસાદ કહીને મીઠાઇ વેચાતા એમેઝોન ને સરકારની નોટિસ

ભારતમાં શ્રદ્ધાળુઓની ભક્તિને પણ રોકડમાં ફેરવવાની, તેમાંથી નફો કમાવી લેનારા ધુતારાઓની કમી નથી. શ્રદ્ધાના નામે છેતરપીડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભારતમાં ઉત્તરપ્રદેશના અયોધ્યા શહેરમાં રામ મંદિર (Ayodhya Ram Mandir)માં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા (Ayodhya Ram Mandir Pran Pratishtha)ની તૈયારીઓ ચાલી રહી છે. ત્યા રામ ભગવાનના ભક્તોની આસ્થા સાથે છેતરપિંડી થઈ હોવાના મામલો સામે આવ્યો છે. એમેઝોન (Amazon) પર `શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ` (Ayodhya Ram Mandir Prasad) વેચવામાં આવી રહ્યો છે. જેના પગલે કેન્દ્ર સરકાર (Indian Government)એ ઈ-કોમર્સ કંપનીને નોટિસ મોકલી છે.

કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ દિગ્ગજ કંપની એમેઝોન (Amazon) પર `શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ` (Ayodhya Ram Mandir Prasad)ના નામે સામાન્ય મીઠાઈઓ વેચવાનો આરોપ લગાવીને નોટિસ જારી કરી છે. એમેઝોન પર રામ મંદિરનો પ્રસાદ વેચવાનો આરોપ છે. જોકે, હકીકતમાં અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Mandir)એ આવો કોઈ પ્રસાદ મોકલ્યો નથી. ઈ-કોમર્સ સાઈટ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદમાં આરોપ છે કે, એમેઝોન અયોધ્યામાં રામ મંદિરનું હજુ સુધી ઉદ્ઘાટન થવાનું બાકી છે તે પહેલા જ પ્રસાદની આડમાં મીઠાઈઓ વેચીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે.

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ જણાવ્યું હતું કે, ‘આવી પ્રથાઓ ગ્રાહકોને ઉત્પાદનોની વાસ્તવિક વિશેષતાઓ વિશે ગેરમાર્ગે દોરે છે. લોકોને ખોટી માહિતીના આધારે ઑફર ખરીદવા માટે પ્રેરિત કરવામાં આવે છે, જે ગુનો છે.’

ખાદ્ય ઉત્પાદનોના ઓનલાઈન વેચાણ માટે ખોટી માહિતી આપીને, ગ્રાહકોને ઉત્પાદનની વાસ્તવિક વિશેષતાઓ વિશે ગેરમાર્ગે દોરવાથી, આવી પ્રથાઓ ગ્રાહકોને ખરીદીના નિર્ણયો લેવા માટે અન્યાયી રીતે પ્રભાવિત કરે છે.’

એમેઝોન પર સૂચિબદ્ધ વિશિષ્ટ ઉત્પાદનોમાં `શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ, રઘુપતિ ઘી લાડુ, અયોધ્યા રામ મંદિર અયોધ્યા પ્રસાદ, ખોયા ખોબી લાડુ, રામ મંદિર અયોધ્યા પ્રસાદ, દેશી ગાયના દૂધના પેડા`નો સમાવેશ થાય છે.

એમેઝોનને CCPA દ્વારા જારી કરાયેલી નોટિસનો જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે, અન્યથા ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ની જોગવાઈઓ હેઠળ કંપની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે ભગવાનના પ્રસાદના નામે કે અન્ય કોઇ કિમિયો કરીને છેતરવામાં આવી રહ્યાં છે. આ એક જ કિસ્સો નથી ત્યારે કેન્દ્ર સરકારે લીધેલું પગલું યોગ્ય છે.

#ram-madir-pranpratishta #ayodhya #ram-mandir #amazon #indian-government #notice #prasad

Next Post

અયોધ્યામાં રામમંદિર બન્યા પછી પ્રૉપર્ટી ના ભાવમાં ઉછાળો

Mon Jan 22 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણતા તરફ ધસી રહ્યો છે. ભગવાનના દર્શન માટે અયોધ્યા નગરમાં ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો છે. અયોધ્યામાં અત્યારે ચારે તરફ રામ અને તેના નામ પર કરવામાં આવેલું નિર્માણકાર્ય નજરે પડે છે. રામમંદિર તરફ જતા દરેક રસ્તા પર […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share