ગ્વેલ્ફ માં ઐતિહાસિક સંધ્યા: CHCC ના પ્રથમ બિઝનેસ મીટઅપે ૧૦૦થી વધુ ઉદ્યોગ સાહસિકોને એક કર્યા

    ધ્વનિ વિશેષ અહેવાલ – ગ્વેલ્ફ

    ગ્વેલ્ફ: ઉદ્યોગસાહસિકતા, સમુદાય અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ ગુએલ્ફ શહેરમાં ઊજાગર થઈ, જ્યારે કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ (CHCC) – સાઉથ વેસ્ટ ઓન્ટારિયો ચેપ્ટરે યુનિવર્સિટી ઓફ ગ્વેલ્ફના મનોહર આર્બોરેટમ ખાતે તેમનું સૌપ્રથમ સ્મોલ બિઝનેસ મીટઅપ યોજી હતી.

    તેમાં બર્લિંગ્ટન, હેમિલ્ટન, ગ્વેલ્ફ, કિચનર, કેમ્બ્રિજ, લંડન, વિન્ડસર, ક્લિન્ટન અને તે ઉપરાંતના વિસ્તારોમાંથી ૧૦૦થી વધુ હિન્દુ ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો અને સમુદાયના અગ્રણીઓ એકઠા થયા હતા. આ એક એવી સંધ્યા હતી જ્યાં દીર્ઘદ્રષ્ટિ અને તક ભેગા મળ્યા અને જ્યાં દક્ષિણ-પશ્ચિમ ઓન્ટારિયોમાં હિન્દુ વેપારી સમુદાયની સામૂહિક શક્તિ જીવંત થઈ.

    કૌશિક પટેલ અને ધ્રુવ શાહ દ્વારા કુશળતાપૂર્વક સંચાલિત આ સંધ્યા, પરંપરા અને પ્રગતિનું સુભગ મિશ્રણ હતી. તેમાં નેટવર્કિંગ, વિચારપ્રેરક પ્રવચનો, સ્વાદિષ્ટ ભોજન અને ગતિશીલ રોઉન્ડટેબલ ચર્ચાનો સમાવેશ થતો હતો.

    CHCC સાઉથ વેસ્ટ ઓન્ટારિયો ચેપ્ટરના પ્રમુખ ભદ્રેશ પટેલે તેમના પ્રેરણાદાયક સંબોધનમાં આ કાર્યક્રમને એક સીમાચિહ્નરૂપ ક્ષણ ગણાવી. તેમણે કહ્યું, “આ મીટઅપ આપણા સમુદાય માટે જોડાવા, વિચારો વહેંચવા અને સાથે મળીને વિકાસ કરવા માટેનું એક શક્તિશાળી પ્લેટફોર્મ બની રહેશે. અમે આટલો ઉત્સાહ જોઈને અતિરોમાંચિત છીએ અને આ ગતિને આગળ વધારવા માટે આતુર છીએ,” જ્યારે પ્રેક્ષકોએ તેમને જોરદાર તાળીઓથી પ્રતિભાવ આપ્યો હતો.

    Galaxy Fine Homes, Affinity Mortgage, The Indian Supermarket અને સચિન પટેલ સહિતના પ્રાયોજકોને આ સંધ્યાને શક્ય બનાવવા માટે તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા, ઉપરાંત અન્ય પ્રાયોજકોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

    સ્વયંસેવકોને પણ તેમના અથાક સમર્પણ માટે બિરદાવવામાં આવ્યા.

    CHCC ના સેક્રેટરી ડૉ. રાકેશ કંથારિયાએ બે મોટી આગામી ઇવેન્ટની જાહેરાત કરીને ઉત્સાહ વધાર્યો હતો : બ્રેમ્પટન સ્મોલ બિઝનેસ મીટઅપ અને ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ ભવ્ય વાર્ષિક ધનતેરસ ગાલા, જેમાં લગભગ ૧,૦૦૦ સહભાગીઓ આવવાની અપેક્ષા છે.

    દરમિયાન, CHCC ના પ્રમુખ કુશાગ્ર શર્માએ એક વ્યાપક દ્રષ્ટિ રજૂ કરી: એક ચેમ્બર જે દેશભરમાં ત્રણ પ્રગતિશીલ ચેપ્ટર્સ અને લગભગ ૩૫૦ આજીવન સભ્યોમાં વિકસી છે. તેમનો સંદેશ સ્પષ્ટ હતો — CHCC માત્ર વ્યવસાય માટે નથી; તે કેનેડિયન હિન્દુઓમાં એકતા, સમૃદ્ધિ અને ગૌરવનું નિર્માણ કરવા વિશે છે.

      આ કાર્યક્રમને પ્રતિષ્ઠિત રાજકીય અને વ્યવસાયિક નેતાઓની ઉપસ્થિતિથી વધુ ગૌરવ પ્રાપ્ત થયું, જેમણે કેનેડાના આર્થિક અને સાંસ્કૃતિક ફેબ્રિકમાં હિન્દુ સમુદાયની અમૂલ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો:

      ડોમિનિક ઓ’રૂર્કે, ગ્વેલ્ફના સાંસદ, તેમણે હિન્દુ સમુદાયના ઉદ્યોગસાહસિક ડ્રાઇવ અને સાંસ્કૃતિક મૂલ્યોની પ્રશંસા કરી, ૨૦૨૩થી તેના સભ્યો સાથેના તેમના ગાઢ જોડાણને યાદ કર્યું હતું

      માઈક શ્રેઈનર, ઓન્ટારિયો ગ્રીન્સના નેતા અને ગ્વેલ્ફના એમપીપી, તેમણે નાના વ્યવસાયોના મહત્ત્વ પર ભાર મૂક્યો — જે ૬૦% થી વધુ કેનેડિયનોને રોજગાર આપે છે — અને પેરોલ ટેક્સ રાહત અને વાજબી વ્યાપારી ભાડાપટ્ટાના નિયમો જેવી સહાયક નીતિઓ માટે હાકલ કરી.

      ડેન મુયસ, ફ્લેમ્બોરો–ગ્લેનબ્રુક–બ્રાન્ટ ઉત્તરના સાંસદ, તેમણે કેનેડા-ભારત વેપાર સંબંધોને વિસ્તૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને નાના ઉદ્યોગપતિઓ અને સ્ટાર્ટઅપ્સ માટે ઉપલબ્ધ ફેડરલ સંસાધનો પર પ્રકાશ પાડ્યો.

      તુષાર જોગલેકર, ઝેબિયાના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ, તેમણે ટેક્નોલોજી નાના વ્યવસાયોના ભવિષ્યને કેવી રીતે બદલી રહી છે, તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવી રહી છે, તે અંગેની સમજ આપીને ઉપસ્થિતોને પ્રેરણા આપી.તેમના શબ્દોએ હિન્દુ વેપારી સમુદાયમાં રહેલી અપાર સંભવિતતાને માન્યતા આપી અને કેનેડામાં તે જે વધતી માન્યતા પ્રાપ્ત કરી રહ્યું છે તેને રેખાંકિત કર્યું.

      આ કાર્યક્રમનો અંત એક ઉત્સાહપૂર્ણ રોઉન્ડટેબલ  ચર્ચા સાથે થયો, જ્યાં ઉપસ્થિતોએ વાસ્તવિક જીવનના અનુભવોનું આદાન-પ્રદાન કર્યું, સામાન્ય પડકારોના ઉકેલો વહેંચ્યા અને નવી ભાગીદારીઓ બનાવી. વાતાવરણ ઉત્સાહ, સહયોગ અને ભવિષ્યના આશાવાદની ભાવનાથી ભરેલું હતું.

      ચેપ્ટરના સેક્રેટરી ગૌરવ શીલે હૃદયપૂર્વક આભારવિધિ સાથે સંધ્યાનું સમાપન કર્યું હતું , જેમાં નેતૃત્વ ટીમના અને સ્વયંસેવકોના સમર્પણની પ્રશંસા કરી અને કાર્યક્રમ દરમિયાન જોડાયેલા નવા CHCC સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

      આ ઇવેન્ટની સફળતા પાછળ નેતાઓ અને સ્વયંસેવકોના સમર્પિત જૂથનો હાથ હતો. પ્રમુખ ભદ્રેશ પટેલની સાથે, સાઉથ વેસ્ટ ઓન્ટારિયો ચેપ્ટરનો પાયો સચિન પટેલ, ધર્મેશ પટેલ, ગૌરવ શીલ, હરેન ત્રિવેદી, કૌશિક પટેલ, સંજય ગુપ્તા અને શીતલ શાહ દ્વારા મજબૂત કરવામાં આવ્યો.

      સ્વયંસેવકો ધીરેન ત્રિવેદી, નીલેશ પટેલ, ધ્રુવ શાહ અને CHCC યુવા ટીમનો અથાક પ્રયાસ પણ આ ઐતિહાસિક સાંજને સાકાર કરવામાં એટલો જ મહત્ત્વનો હતો.

      આત્મવિશ્વાસ સાથે ભવિષ્ય તરફ આગેકૂચ

      ગ્વેલ્ફમાં યોજાયેલું પ્રથમ સ્મોલ બિઝનેસ મીટઅપ હવે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે નોંધાયું છે, CHCC સાઉથ વેસ્ટ ઓન્ટેરિયો ચેપ્ટરે આવનારા પ્રયાસો માટે મજબૂત દિશા દર્શાવી છે. આવનારી બ્રેમ્પટન મીટઅપ અને ધનતેરસ ગાલા 2025 એ જ ઉત્સાહને આગળ ધપાવવાનો સંકલ્પ વ્યક્ત કરે છે, જેમાં સમુદાય, સંસ્કૃતિ અને વ્યવસાય વચ્ચેના બંધનોને વધુ મજબૂત બનાવવાનો ઉમદા હેતુ છે.

      કેનેડાના હિન્દુ ઉદ્યોગસાહસિકો માટે સંદેશ સ્પષ્ટ છે: સહયોગ અને તકના  એક નવા યુગની શરૂઆત થઈ ગઈ છે.

      વધુ વિગતો અને આગામી CHCC કાર્યક્રમોમાં જોડાવા માટે, મુલાકાત લો.

      👉 chcconline.ca અથવા સાઉથ વેસ્ટ ઓન્ટારિયો ચેપ્ટર સાઈટ.

      Share with friends

      Next Post

      A Historic Evening in Guelph: CHCC South West Ontario Chapter’s First Small Business Meetup Unites Over 100 Hindu Entrepreneurs

      Sat Sep 13 , 2025
      Total 0 Shares 0 0 0 0 0 0 Dhwani Special Report – Guelph The spirit of entrepreneurship, community, and cultural pride shone brightly in the Royal City of Guelph on August 29, 2025, as the Canadian Hindu Chamber of Commerce (CHCC) – South West Ontario Chapter hosted its first-ever […]

      આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

      સમાચાર હાઇલાઇટ્સ

      Subscribe Our Newsletter

      Editor in Chief

      Ethan Hunt

      Default Mag Pro is a clean, responsive and multi-layout WordPress Magazine or blog theme with a creative and clean look it is perfect for all newspaper, magazines and blog websites. It comes up with a simple yet elegant look and helps you present your content in an attractive and user-friendly way. With its several customization options and custom, widgets help to makes your site setup easy and looks perfect along with its cross-browser compatibility will make your site attractive and eye-catching in any browser and different variations of devices screen size on each and every device. The theme is SEO friendly with optimized code and outstanding support makes your site awesome.

      Quick Jump

      Newsletter

      Total
      0
      Share