હોળી ધૂળેટીના પર્વે ગુજરાતમાં માતમ છવાયો: અલગ અલગ ઘટનાઓમાં 16ના મોત

રાજ્યમાં ડૂબી જવાની અલગ અલગ ઘટનાઓમાં 16 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરના તળાજામાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા હતા. તો ખેડાના વડતાલમાં પણ ડૂબી જતા 3 લોકોના મોત થયા હતા. તો બનાસકાંઠામાં બે લોકો ડૂબ્યા હતા તો મહિસાગરમાં એક બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું.

રંગોત્સવના દિવસે જ રાજયમાં વિવિધ સ્થળોએ અકસ્માત એટલે કે ડૂબી જવાની ઘટનાઓ સામે આવી છે.રાજ્યમાં ડૂબી જવાની અલગ અલગ ઘટનાઓમાં 16 લોકોના મોત થયા છે. જેમાં સૌથી પહેલા ભાવનગરની વાત કરીએ તો, તળાજાના મણાર ગામ પાસે આવેલા ચેકડેમમાં ત્રણ યુવાનો ડૂબતાં મોત નીપજ્યા હતા. તો ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ત્રણ વિદ્યાર્થી ડૂબી જતાં મોત થયા હતા.

આ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુરની બાલારામ નદીમાં ડૂબવાથી 2 યુવકોના મોત થયા હતા. ધુળેટીની ઉજવણીને લઈ ડીસાના યુવકો નદીમાં નાહવા પડતા જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તો મહીસાગરના રણજીતપુરાના પીપળી ખેત તલાવડીમાં બાળકનું ડૂબવાથી મોત નીપજ્યું હતું. ત્યારે અમદાવાદના ભાડજ હરેકૃષ્ણ મંદિર પાસે પણ કેનાલમાં 5 લોકો ડુબ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ 2 લોકો ડૂબવાની ઘટના સામે આવી છે. આ રીતે રાજ્યમાં ડૂબી જવાથી 16 લોકોના મોત થયા છે.

તમામ વિદ્યાર્થીઓ વિદ્યાનગરની એમ.વી.પટેલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. બનાવની જાણ થતાં નડિયાદ ફાયબ્રિગેડની ટીમ સાથે બે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય હાથ ધર્યું હતું. ત્રણેયના મૃતદેહોને કરમસદ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.

ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ત્રણ વિદ્યાર્થી ડૂબી જતાં મોત થયા હોવાની ઘટના સામે આવી છે. 12 વિદ્યાર્થીઓનું ગ્રૂપ ધૂળેટીની ઉજવણી કરવા વડતાલ આવ્યું હતું. તેમાંથી 5 વિદ્યાર્થીઓ ગોમતી તળાવમાં ન્હાવા પડ્યા તે સમયે પગ લપસતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે બે વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા.

મળતી માહિતી અનુસાર, તમામ વિદ્યાર્થીઓ વિદ્યાનગરની એમ.વી.પટેલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. બનાવની જાણ થતાં નડિયાદ ફાયબ્રિગેડની ટીમ સાથે બે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય હાથ ધર્યું હતું. ત્રણેયના મૃતદેહોને કરમસદ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.

Team Dhwani Reported from Gujarat

#Teenagers #Drowned #vadtal #Gomti-Lake #બનાસકાંઠા #dessa #palanpur #ahmedabad

Next Post

ભારતના PM મોદીએ ઉજ્જૈન મંદિરમાં આગની ઘટના પર શોક વ્યક્ત કર્યો

Mon Mar 25 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ભારતના વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં થયેલા ભયાનક દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. વાસ્તવમાં આખા દેશમાં સોમવારે એટલે કે 25 માર્ચે હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઉજ્જૈન મહાકાલ મંદિરમાં એક ભયાનક અકસ્માત થયો હતો. મંદિરમાં આરતી […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share