અહેમદ બિન માજિદ- અરબી સમુદ્રનો રાજકુમાર

ઈસ્વીસન ૧૨૦૦ થી ૧૬૦૦ નો સમય મુસ્લિમ સુવર્ણકાળ તરીકે ઓળખાય છે. આ સમય દરમ્યાન દર્શન શાસ્ત્ર, વિજ્ઞાન, ભૂગોળ, ગણિત શાસ્ત્ર, અને ભાગ્યેજ કોઈ ક્ષેત્ર હશે જેમાં મુસ્લિમોએ નવી શોધો કરી ના હોય. એમને કરેલી શોધો પર એમણે લખેલી પુસ્તકો જે અરબીમાં લખેલી હતી એનો સૌ પ્રથમ અનુવાદ પોર્ચુગીઝ અને સ્પેનિશ ભાષાઓમાં કરવામાં આવ્યો અને ત્યારબાદ અંગ્રેજીમાં.

એ સમયના અનેક શોધો કરનાર લોકો વિષે અનેક ભાષાઓમાં પુસ્તકો લખાયાં છે. અરે, યુ ટ્યુબ પર અગર કોઈ પણ વ્યક્તિ ૧૦૦ મુસ્લિમ સાયન્ટિસ્ટ લખો તો તમને અનેક વિડિઓ જોવા અને સાંભળવા મળે છે. ૨૦૨૨ માં ભારતના એક સાપ્તાહિક માટે મેં પોતે મહિનાઓ સુધી એક કોલમ ચલાવી એ દરેક વિજ્ઞાનીઓ વિષે લેખો લખ્યા હતાં.

અમેરિકાને શોધવાનો શ્રેય આમ તો કોલમ્બસને અપાય છે. પરંતુ અમુક લોકોનું તો માનવું છે કે કોલંબસ પહેલાં એક મુસ્લિમ નાવિકે એને શોધી કાઢયું હતું. કોલંબસે એ નાવિક દ્વારા દરિયાઈ સફરનો જે નકશો તૈયાર કરેલો એના આધારે કોલંબસ અમેરિકા પહોંચેલો.

એહમદ બિન માજિદનો જન્મ ખલાસીઓના પરિવારમાંથયો હતો. તેને નાનપણથી જ સમુદ્ર સાથે રમવાનો શોખ હતો. તે માત્ર આઠ વર્ષની ઉંમરે હોડી ચલાવતા શીખી ગયો હતો અને સત્તર વર્ષની ઉંમરે તે બીજા દેશની મુલાકાત લેવા નીકળ્યો હતો.

અહેમદ બિન માજિદનો જન્મ વર્ષ 1430 માં જુલ્ફર શહેરમાં થયો હતો, જેને આજકાલ રસુલ ખેમા કહેવામાં આવે છે, જે યુએઈનું રાજ્ય (ઇમરા) છે. આ શહેર તે સમયે ઓમાન દેશ હેઠળ હતું.

અહેમદના પિતા માજિદ અને દાદા મોહમ્મદ પણ ખલાસી હતા. તેમનું કામ દરિયાઈ માર્ગો દ્વારા માલસામાનની હેરફેર કરવાનું હતું, જેના માટે તેઓ લાલ સમુદ્ર, અરબી સમુદ્ર, અરબી અખાત, ઓમાનની ખાડી, બંગાળની ખાડી, અરબી મહાસાગર અને દક્ષિણ ચીન સાગર પાર કરતા હતા. આમ દરિયાઈ સફર કરવાનું એહમદને તેમના પૂર્વજો તરફથી વારસામાં મળયું હતું.

અહમદ બિન માજિદ અને તેના પૂર્વજો અથવા અન્ય ખલાસીઓ વચ્ચેનો તફાવત એ હતો કે અન્ય ખલાસીઓ સામાન્ય રીતે અભણ અથવા મધ્યમ શિક્ષિત હતા જ્યારે અહમદ બિન માજિદ એક શિક્ષિત વ્યક્તિ હતા. તેમણે ગણિત, ખગોળશાસ્ત્ર અને અરબી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. તે એક સારા કવિ અને હાફિઝ હતા. તેઓ ઘણી ભાષાઓ બોલી શકતા હતા, જેમાં અરબી, ફારસી, ગુજરાતી અને તમિલ મુખ્ય છે! અનેક વખત તેઓ હિન્દુસ્તાનની સફરે આવેલાં અને તેથીજ ગુજરાતી અને તામિલ જેવી ભાષાઓ પણ બોલી શકતા.

અહમદ બિન માજિદે સમુદ્ર અને દરિયાઈ મુસાફરી પર 30 થી વધુ પુસ્તકો લખ્યા છે, જેમાંથી (કિતાબ ફવાઈદ ફી ઉસૂલ અલ બિહાર વાલ કવૈદ) ખૂબ પ્રખ્યાત છે. તેનો વિશ્વની ઘણી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. તે એક કાર્ટોગ્રાફર એટલે કે દરિયાઈ સફરના નકશા બનાવતા.  તેમને તે સમયે ઉપલબ્ધ ઉસ્ટ્રાલેબનું સારું જ્ઞાન હતું. તેમણે અરબી કવિતાના રૂપમાં નેવિગેશનના નિયમો લખ્યા હતા.

અહેમદ બિન માજિદના આ ગુણોને કારણે લોકો તેમને અમીર બહરે  અરબ એટલે કે અરબી સમુદ્રના રાજકુમાર કહેવા લાગ્યા હતા અને આ બિરુદથી તેઓ એટલા પ્રખ્યાત થઈ ગયા કે યુરોપમાં તેઓ અલ્મિરન્ટ તરીકે ઓળખાવા લાગ્યા.

આટલા ભણેલા હોવા ઉપરાંત, તે ખૂબ બહાદુર અને આત્મનિયંત્રિત પણ હતા એટલે કે ખુબજ ડિસિપ્લિનવાળા હતા. તેથી તેને અસદ-ઉલ-બહાર એટલે કે નાવિકોનો સિંહ પણ કહેવામાં આવે છે.

1501માં અહેમદ બિન માજિદનું અવસાન થયું. આ એ જ યુગ હતો જ્યારે સમુદ્ર પર મુસ્લિમોનું નિયંત્રણ સમાપ્ત થઈ રહ્યું હતું અને યુરોપીયન દેશો પોર્ટુગલના નેતૃત્વમાં આગળ વધી રહ્યા હતા.

કુતુબુદ્દીન નાહરવલી એક ગુજરાતી ઈતિહાસકાર હતા જેઓ ગુજરાતમાંથી સ્થળાંતર કરીને મક્કા શહેરમાં સ્થાયી થયા હતા.તેમણે અરબી ભાષામાં ઈતિહાસ પર ઘણા પુસ્તકો લખ્યા છે. તેમના એક પુસ્તકમાં તેમણે આરોપ લગાવ્યો છે કે વાસ્કો દ ગામાએ પોર્ટુગલથી વહાણ કાઢીને  કેન્યાના માલિંદી બંદર પર રોકાઈ ગયો હતો.. તેનામાં અરબી સમુદ્ર પાર કરવાની હિંમત ન હતી, તે સમયે અહેમદ બિન માજિદ તેને કેટલાક પૈસા માટે માલિંદીથી કાલિકટ લઈ ગયો

આ વાત ઘણી ફેમસ થઈ ગઈ હતી, જો કે ઘણા મોટા ઈતિહાસકારોએ તેનો ઈન્કાર કર્યો હતો, પરંતુ ઘણા આરબ લેખકો તેમને દેશદ્રોહી માનવા લાગ્યા હતા.પછી ધીમે ધીમે મામલો સ્પષ્ટ થયો કે અહેમદ બિન માજિદ અને વાસ્કો ડી ગામા ક્યારેય મળ્યા ન હતા પરંતુ ભારતમાં આજે પણ તેમનું નામ . ઈતિહાસમાં વાસ્કો ડી ગામાના સહયોગી તરીકે જાણીતું છે. ભારતીય પુસ્તકોમાં તેમનું નામ અહેમદ બિન માજિદને બદલે અહેમદ બિન મજીદ લખવામાં આવ્યું છે.

એક કાર્ટોગ્રાફર તરીકે એહમદ બી માજિદે બનાવેલાં દરિયાઈ પ્રવાસના નકશા આજે પણ ઘણા નાવિકો વાપરે છે. અલબત્ત એમને બનાવેલા નક્શાઓનું અંગ્રેજી અને ખાસ કરી પોર્ચુગીઝ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવેલો છે. અમુક લોકો તો એહમદ બિન માજિદને ‘ફાધર ઓફ નેવિગેશન’ કહે છે. આજના આધુનિક સમયમાં તો ઘણી બધી સહુલતો ઉપલબ્ધ હોવાના કારણે કોઈપણ પ્રકારના નકશા બનાવવા ખુબજ સહેલું કાર્ય છે. જરાક વિચારીએ કે પંદરમી સદીમાં આ કાર્ય કેટલું અઘરું હશે? અને તે છતાં એહમદ બિન માજિદે નૅવિગેશનના નકશા અરબી ભાષામાં બનાવેલાં.

Next Post

જ્ઞાન એ પ્રકાશ છે, શક્તિ છે, તથા સંપત્તિ છે

Fri Feb 16 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 જ્ઞાન એ પ્રકાશ છે, શક્તિ છે, તથા સંપત્તિ છે, અને અજ્ઞાનતા એ અંધકાર છે, નબળાઈ છે, તથા દરિદ્રતા છે. જ્ઞાન એ અજવાળું છે, અને અજ્ઞાનતા એ અંધારૃ છે. જ્ઞાન થકી મનુષ્ય પોતાના સર્જનહાર ને ઓળખી શકે છે, તથા સારા અને નઠારા […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share