ત્યાં મળવાનો પ્રેમ હાય-હેલો વિનાનો છે, ત્યાં દુખ ભઈ શાનો છે ? ત્યાં રીસેસ અને શાળાના છેલ્લાં પ્રીયડનો ઘંટ પછી વેકેશન છે, ત્યાં હાસ્ય પછી ફન (fun) જ ફન છે, ત્યાં બે- એક પૈસા એટલે ધનનો ભંડાર છે, ભલે ભાઈ થોડું આપો ઓડકાર આવી જાય છે, એ હાલો ઘેર એવો આખા ગામમાં પડતો પડધો, જવા દ્યો, ભલે જે હોય જગડો, ત્યાંનો સર્વ ઉત્તમ વગડો ને સાથનો સહારો બની ગયો લંગડો, બજારમાં જવાની મજા, સતત સંભળાતો હોર્ન ને ભડ-ભડીયો છકડો, આખો દિવસ રમી લે એ નવો દેખાડે વેશ, મમ્મી મારશે, ચાલશે! એનો હું શું કામ લઉં ડtress, રસ્તા પર વાહનો કરતાં વધારે ચાલતી ભેંસ, કરુણા મળે, બોલાબોલી મળે ઇ ન હોય ક્લેશ, ત્યાં ફૂલાય ત્યારે જ્યારે દિવાળીમાં પહેરે નવો ડ્રેસ, ત્યાં મનુનો મનો થાય ને ભાવેશનું ભૂરો, ગણેશાય નમઃ પછી આખો ચોપડો કોરો, શિક્ષક નું ગળું ઘસી જાય બૂમો પાડીને કે આમ સીધું દોરો ! ત્યાં જીતવા નહીં જીવવા શીખવાડે છે,
ત્યાં તો ભૂત, વર્તમાન ને ભવિષ્ય ઓલીપણે વાડીએ છે, તેઓ હારતા નથી હકાવે છે, નથી ચાલતું તો પણ ચલાવે છે, પાંચ રૂપિયાની ચોકલેટ એટલે પચાસ કરોડની મર્સિડીસ, ફેરવી ફેરવીને મરોડી નાખેલી ડીસ, એમાં કાંઈ રડે નહીં ભલેને કરે મીસ (miss), કે ના રડે કે કેમ ન કર્યું વીશ (wish), કૂવાની ધારે રમે ઈ થોડી કહેવાય રિસ્ક (risk), નવમાંમાં ખબર પડે શું છે ધેટ (that) અને ધીસ (this), એ અહીંયા ન હોય કે કેમ બેટા, કેમ નથી કરતો હોમવર્ક ? એમનો ફુસલાવે, કરવું હોય તો કર એની પર જ આવે, મનમોજી છે ભાઈ! ‘છે’ નું ‘શે’ જ ફાવે, મેળો એટલે ઝૂંડ ને એમાંય ફોન આવે તો તો હે, હું ને હે.., કાલ ઓલાનો તો આજે આનો નાસ્તો એમાં કાંઈ થોડી રીસાઇ, તેમને તો દર દીન ફેન્ડશીપ ડે મનાવાય (friendship day), ભલેને ગૂચવાય જાય તો પણ પાછુ છેલ્લે ચા કે માવો જ એકમાત્ર વે (way), તડકાના તાપમાં પણ ભીંજાય ને વરસાદનાં પાણીમાં પણ, કોણ છે રોકવાવાળું ? ગુડ મોરનીંગ, ગુડ નાઇટ જેવું કહેવાની શું જરૂર છે, એમનેય ખબર છે કે જે થવાનું એ સારા માટે જ થવાનું છે, ત્યાં સાથે બેઠા હોય કે ન બેઠાં હોય રામ રામ એટલે ગેધેરીંગ (gathering), પાછાં દર ઋતુની મજા લેય પછી એ તાપણું, ડોડા કે સીંગ, ત્યાં જીંદ ઓલા ચટપટાં ભૂંગળાની હોય, મોટી જીદ ન હોય કે લઈ દ્યો રીંગ (ring), ત્યાં બધા જ છે ભાઈ કીંગ (king), તોય આધૂનિક તેઓ ભલેને તેઓ તેમના પ્રમાણમાં છે
પણ છેલ્લે તેઓ છે ખરા, દસ પૈડાનો ટ્રંક જ હોય એવું ન હોય, ત્યાં દસ પૈડાની ગાડી એટલે બળદ ગાડી છે, ત્યાં ઈ ન જોવાય કે ઈ કાળી, કર્કશ અને જાડી છે, સાહેબ ! મારી આખી દુનીયા તો આ પછવાડે રહેલી વાડી છે.