ગ્લોબલી માંગ માં ઘટાડો થતા નાઇકી દ્વારા તેના 2% (1600) કાર્યકરો ને છુટા કરવાનો નિર્ણય લીધો

ફેબ્રુઆરી 15 – નાઇકી તેના કુલ કર્મચારીઓના લગભગ 2% અથવા 1,600 થી વધુ નોકરીઓમાં ઘટાડો કરશે, સ્પોર્ટસવેર જાયન્ટે ગુરુવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે તેના જૂતા અને સ્નીકરની માંગ માં સતત ઘટાડો નોંધાયો છે.

તદુપરાંત ઊંચા ભાડા અને વ્યાજ દરોને લીધે ગ્રાહકોએ ઊંચી કિંમતની ચીજવસ્તુઓ પાછળ ખર્ચ પર ઘટાડો કરી રહ્યા છે, જેના પરિણામે સ્પોર્ટસવેર કંપનીઓ જેમ કે નાઇકી અને એડિડાસ એ તેમના રિટેલર્સ તેમજ જથ્થાબંધ વ્યાપારિક ચેનલો ને જણાવ્યું હતું કે તેઓ તેમના ઓર્ડરો માં ના છૂટકે ઘટાડો કરી રહ્યા છે.

નાઇકે ડિસેમ્બરમાં આગામી ત્રણ વર્ષમાં $2 બિલિયનની આર્થિક મદદ થાય તેમાટે આગોતરી યોજનાની રૂપરેખા રજુ કરી હતી, જેમાં કેટલાક ઉત્પાદનોના પુરવઠાને નિયંત્રિત માત્રામાજ ઉત્પાદન કરવા નો નિર્ણય લીધો છે તેમજ  મેનેજમેન્ટ સ્તરો ના કાર્યોમાં પણ ઘટાડો કરવામાં આવેશે તેમ જણાવવા માં આવ્યું હતું.

ત્રીજા ક્વાર્ટરમાં કર્મચારી સેવરન્સની ચુકવણી માં 400 મિલિયન ડોલરથી 450 મિલિયન ડોલર સુધીનો સમાવેશ થશે, એમ નાઇકી એ જણાવ્યું હતું. 31 મે, 2023 સુધીમાં નાઇકી પાસે લગભગ 83,700 કર્મચારીઓ હતા. ગ્લોબલડેટાના મેનેજિંગ ડિરેક્ટર નીલ સોન્ડર્સે જણાવ્યું હતું કે, માંગ “હજી પણ નરમ પડી શકે છે” તેવા ભય સામે નાઇકી નોકરીમાં ઘટાડો કરી રહી છે.

નાઇકીએ ડેકર આઉટડોર્સ, હોકા અને ઓન હોલ્ડિંગ જેવી નવી બ્રાન્ડ્સ માટે કેટલીક છૂટક શેલ્ફ જગ્યા પણ ગુમાવી રહી છે કારણ કે તેમના રનિંગ શૂઝ આકર્ષક અને નવીન શૈલીઓ શોધી રહેલા ગ્રાહકો ને પસંદ આવી રહ્યા છે. નાઇકી વધુ રોકાણ કરવા માગે છે, જેથી તે તેના બજારહિસ્સામાં વધારો કરી શકે, જેથી વધારાના ખર્ચને સમતુલિત કરી શકાય.તે કરવા માટે તેને અન્યત્ર કેટલાક ઘટાડા કરવાની જરૂરી છે સોન્ડર્સે જણાવ્યું હતું.

સમાચાર એજન્સી વૉલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા અનુસાર, આ કાપ શુક્રવારથી શરૂ થવાની શક્યતા છે અને ચાલુ મહિનાના અંત સુધીમાં બીજા તબક્કાનું કામ પૂરું થઈ જશે. આ છટણી સ્ટોર્સ અને વિતરણ કેન્દ્રોમાં કર્મચારીઓ અથવા તેની ઇનોવેશન ટીમમાં કર્મચારીઓને અસર કરશે તેવી અપેક્ષા નથી એમ જણાવવામાં આવું હતું બ્રોકરેજ ઓપનહેઈમર દ્વારા શેર ડાઉનગ્રેડ કરવાથી નાઇકીના શેર 4 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

Next Post

વેલેન્ટાઈન કોણ !! ચાલો આપણી આસપાસના સાચા અને વાસ્તવિક વેલેન્ટાઈનને સમજીએ..

Fri Feb 16 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન હવે ખૂબ જ ઉજવાતો એક દિવસ છે. તે દિવસે લોકો ઘણી બધી વસ્તુઓ કરે છે. વેલેન્ટાઈનનું ફંડિંગ, શું કરવું, ગિફ્ટ્સ, કપડાં પહેરવાનાં પ્લાનિંગમાં બધા ખોવાઈ ગયા પશ્ચિમી સંસ્કૃતિની તે બધા પર ઘણી અસર છે જે આપણે બાળપણથી જોઈ […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share