8 એપ્રિલે કુલ સૂર્યગ્રહણ માટે આવનારા મુલાકાતીઓના વિશાળ ધસારાની અપેક્ષાએ નાયગ્રા પ્રદેશે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. આ પ્રદેશ સંભવિત રૂપે એક મિલિયન મુલાકાતીઓ માટે તૈયારી કરી રહ્યો છે, કારણ કે તે અવકાશી ઘટના જોવા માટે.કેનેડાના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક હશે.
પ્રાદેશિક અધ્યક્ષ જિમ બ્રેડલીએ રહેવાસીઓ અને મુલાકાતીઓના આરોગ્ય, સલામતી અને માળખાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવા, 28 માર્ચથી અમલી બનેલી કટોકટીની સ્થિતિને સક્રિયપણે જાહેર કરી. આ ઘોષણા પ્રદેશને આગોતરી તૈયારી કરવા માટે પ્રયાપ્ત સમય મળશે અને જેથી આ સમય દરમ્યાન ઉદ્ભવતી પરિસ્થિતિ ને સક્ષમ રીતે પહોંચી વળવા માં મદદ કરશે .
બ્રેડલીએ કહ્યું, “આ દુર્લભ ઘટનાના સાક્ષી બનવા માટે નાયગ્રા એક મુખ્ય સ્થળ હશે અને અમે ખાતરી કરવા માંગીએ છીએ કે અમે સંપૂર્ણ રીતે તૈયાર હોઈએ .” “અમે અમારી સ્થાનિક સરકારો, પ્રાથમિક સેવા આપનારાઓ અને કૉમ્યૂનિટી સંસ્થાઓના સહયોગ માટે આભારી છીએ કે જેઓ દરેક માટે સલામત અને યાદગાર અનુભવ બનાવવા માટે અથાક મહેનત કરી રહ્યા છે.”
નાયગ્રા ધોધ, સૂર્યગ્રહણ સંપૂર્ણતાના માર્ગની અંદર હોવાથી, મુલાકાતીઓ માટે તે એક કેન્દ્રબિંદુ બનવાની અપેક્ષા છે. સત્તાવાળાઓ મુલાકાતીઓને મોટી ભીડ અને લાંબી લાઇનો માટે તૈયાર રહેવા વિનંતી કરી રહ્યા છે, ફોટા માટે હાઇવે પર વાહનો ના રોકવા અથવા ગ્રહણ જોવા માટે તેમ સલાહ આપી રહ્યા છે.
સ્થાનિક રહેવાસીઓને ઇવેન્ટ પહેલાં આવશ્યક વસ્તુઓનો સ્ટોક કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, કારણ કે મોટાભાગની શાળાઓ અને કેટલીક સુવિધાઓ ટ્રાફિકને ઘટાડવા આ સૂર્યગ્રહણ સમય બંધ કરવામાં આવશે. ગ્રહણ દક્ષિણ પેસિફિકમાં શરૂ થશે અને સમગ્ર મેક્સિકો, યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં તેનો માર્ગ બનાવશે, ઓન્ટારિયોના ભાગોમાં સંપૂર્ણ ગ્રહણ દેખાશે.
આ રિજીયોન માં ગ્રહણ દરમિયાન આંખના રક્ષણના મહત્વ પર ભાર મૂકી રહ્યા છે, અને ચેતવણી આપી છે કે સૂર્ય તરફ સીધું જોવાથી આંખ ને કાયમી નુકસાન થઈ શકે છે. પ્રમાણિત (સર્ટિફાઈડ) ગ્રહણ ચશ્માની ભલામણ કરવામાં આવે છે, અને મુલાકાતીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ખાતરી કરે કે તેમના ચશ્મા પર ઉઝરડા (સ્ક્રેચ) કે તૂટેલા કે ફાટેલા ના હોય.
આ અસાધારણ અવકાશી ઘટના દરમિયાન તમામ મુલાકાતીઓ અને રહેવાસીઓ માટે સલામત અને આનંદપ્રદ અનુભવ સુનિશ્ચિત કરવા નાયગ્રા પ્રદેશ ખૂબ જ ખંતપૂર્વક કામ કરી રહ્યું છે. અને નાયગ્રા આવનાર દરેક મુલાકાતીઓને સહયોગ આપવા સૂચવ્યું છે