દર વર્ષે 8મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે, નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. ભુજના 70 વર્ષીય નુતનબેન મહેતા હાલ નિવૃત શિક્ષિકા છે, પરંતુ હાલ પણ તેઓ અનેક પ્રવૃત્તિઓથી સાથે જોડાયેલા છે. ઘણી મહિલાઓ માટે તે પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો હેતુ સમાજમાં મહિલાઓની ભૂમિકાનું મહત્વ સમજી અને તેને ધ્યાનમાં લઇ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તથા કુરિવાજો અને રૂઢિઓમાંથી બહાર આવે તે છે. મહિલાઓ પુરુષ સમોવડી થઈ છે, પરંતુ હજુ પણ દેશમાં અમુક ગામડાઓમાં જોઈએ તો છોકરીઓ શિક્ષણથી વંચિત રહી જાય છે.
તો મહિલા દિવસ નિમિત્તે એવા શિક્ષિકાનો પરિચય કરીએ કે, જેમણે 35 વર્ષ એક શિક્ષિકા તરીકે ફરજ બજાવી છે. ભુજના 70 વર્ષીય નુતનબેન મહેતા શિક્ષિકા તરીકે નિવૃત થયા બાદ અનેક પ્રવૃત્તિઓથી સાથે જોડાયેલા છે.
કારકિર્દીની શરૂઆત માંડવીની ખીમજી રામદાસ શાળાથી કરી ત્યારથી 25 વર્ષ સુધી નૂતનબેને બાળકોને સ્કૂલ યુનિફોર્મ અને બુટની સહાયતા કરી હતી. તેમને સંસ્કૃત પ્રચારક ભૂષણ, સંસ્કૃત પ્રચારક વિભૂષણ, સાંદિપની એવોર્ડ્સથી સન્માનિત થયા છે. તે પછી તેમને ગુજરાતમાંથી બેસ્ટ શિક્ષકનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો. શિક્ષણ ક્ષેત્રે અનેક કામગીરી બદલ તેમને કચ્છ શક્તિ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. લાયોનેસ ક્લબમાં નૂતનબેને પ્રેસિડેન્ટ તરીકે કાર્ય કર્યું છે, તે બદલ પણ તેમને જિલ્લાનો બેસ્ટ પ્રેસિડેન્ટ એવોર્ડ અને રાજ્યનો પણ બેસ્ટ પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
70 વર્ષની ઉંમરે પણ નૂતનબેને પોતાના સ્વિમિંગના શોખને ખૂબ સારી રીતે માણી રહ્યા છે અને વિવિધ પ્રવૃત્તિઓમાં સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ પણ લે છે. ખેલ મહાકુંભ સિનિયર સિટીઝનની સ્વિમિંગ સ્પર્ધામાં તેઓ ચાર વર્ષથી ભાગ લઈ રહ્યા છે, જેમાં તેમણે જિલ્લા તથા રાજ્યકક્ષાએ પણ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યું છે. તાજેતરમાં તેમને એટલાન્ટિક મહાસાગરમાં સિનિયર સિટીઝનની તરણ સ્પર્ધામાં પણ તેઓએ ભાગ લીધો હતો.
તેઓએ જણાવ્યુ હતું કે, ઘરના કામ સિવાય પણ પોતાની મનગમતી વસ્તુઓ, પોતાનો શોખ કે, અન્ય પ્રવૃત્તિઓ પણ મહિલાઓએ કરવી જોઈએ.
#international-womens-day #kutch #teacher #khelmahakumbh #inspiration