માનવતાના ધ્યેયને વળેલી માનવતામાં માનતી સંસ્થા હ્યુમન્સ ફોર હારમની દ્વારા તારીખ 26/1/2024ના રોજ ઈટોબીકો ખાતે આવેલા શ્રી સિંગેરી મંદિર ખાતે યોજાયેલ.
આ કાર્યક્રમમાં ભારતનાં કેનેડા ટોરેન્ટો ખાતે આવેલા કાઉન્સુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના કાઉન્સિલેટ શ્રી સિદ્ધાર્થનાથએ વિશેષ હાજરી આપી હતી તથા જીટીએ ટોરેન્ટો ખાતે આવેલ વિવિધ સામાજિક સંસ્થાના હોદ્દેદારો તથા આમંત્રિત મહેમાનોએ આ તબક્કે યોજાયેલ “મા તુજે સલામ” ભારતનાં દેશના ભક્તિ ગીતનું ઉભરતા ગાયક શ્રી ઋષિ પુરોહિત તથા પ્રમેશી વ્યાસે મનોરંજન કર્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત હ્યુમન્સ ફોર હારમનીના પ્રમુખ શ્રી ડોન પટેલના સ્વાગત પ્રવચનથી થઈ હતી. બાદમાં શ્રી સિદ્ધાંતનાથજીએ પુષ્પગુચ્છ દ્વારા હ્યુમન્સ ફોર હારમનીના મહિલા કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શ્રી સિદ્ધાર્થનાથજીએ એમના પ્રાસંગીક પ્રવચનમાં હ્યુમન્સ ફોર હારમની દ્વારા કરવામાં આવેલ વિવિધ સેવાકીય કાર્યને બિરદાવી તથા આમંત્રિત મહેમાનોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં સફળ સંચાલન હ્યુમન્સ ફોર હારમનીના સેક્રેટરી મંત્રી શ્રી પથીક શુક્લાએ કર્યું હતું પ્રમુખશ્રી ડોન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હ્યુમન્સ ફોર હારમની દ્વારા છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં ભારતથી આવેલા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને જ્યારે કોઈપણ આકસ્મિક તકલીફ તથા આત્મહત્યાના બનાવ બન્યા હતા ત્યારે લગભગ બે ડઝન જેટલા આશરે પાર્થિવ શરીરને ભારત મોકલવાના કાર્યમાં પૂર્ણ રીતે સહાય કરી હતી. વધુમાં એમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં હ્યુમન્સ ફોર હારમની દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને પડતી તકલીફો દૂર કરવા પ્રયત્ન કરશે.
આ પ્રસંગે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્થિક ફાળો આપનાર દાતાઓને મુખ્ય મહેમાન શ્રી સિદ્ધાર્થનાથ દ્વારા નવાજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સર્વે આમંત્રિત મહેમાનોએ યુવા કલાકાર શ્રી ઋષિ પુરોહિત તથા પ્રેમિશા વ્યાસનાં મધુર કંઠે ગવાયેલા ભારતનાં દેશભક્તિ ગીતનું રસપાન કરી ભારતીમયમાં લીન થયા હતા. ત્યારબાદ શ્રી પાટીદાર સમાજના શ્રી સતિષભાઈ પટેલ તથા ગુજરાત ન્યુઝ લાઈનના શ્રી લલીતભાઈ સોનીએ પણ ભારતીય દેશભક્તિના ગીત રજૂ કરીને દેશભક્તિનું ઉદાહરણ આપ્યું હતું આ પ્રસંગે હોમલાઇન શ્રી અજયભાઈ શાહ દ્વારા એમનાં પ્રસંગીક પ્રવચનમાં શ્રી ડોન પટેલના ભાવિ રાજકિય કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમના અંતે આભારવિધી શ્રી પ્રતિક શુક્લએ કરી હતી. સાઉન્ડ સિસ્ટમનું આયોજક આનંદ પંડ્યા દ્વારા કરવામાં આવેલું આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હ્યુમન્સ ફોર હારમનીના ઉત્સાહી કાર્યક્રર શ્રી વિનાયકભાઈ, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી પ્રશાંતભાઈ, શ્રી મેહુલભાઈ, ચિરાગભાઈ, શ્રી રાકેશભાઈ, શ્રી રાગેશભાઈએ કરી હતી.
આ પ્રસંગે શ્રી મૌલિક ભટ્ટ દ્વારા ફોટોગ્રાફી કરવામાં આવેલ હતી. આ પ્રસંગમાં મોટા હોલને ભારતના તિરંગાથી ભવ્ય રીતે સજાવવામાં શ્રીમતી ફાલ્ગુની, રૂચા, શ્રીમતી ઉર્મિલા, શ્રીમતિ નિકીતા, શ્રીમતી જાશ્મીન, શ્રીમતી શીતલ, શ્રીમતી અમી, શ્રીમતી પ્રિયંકા, શ્રીમતી રંજનબેને કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતી પત્રકારોની ઉપસ્થિતિ તથા વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોની તથા ભારતમાં વિવિધ રાજ્યના પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિઓએ હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.