હાઉસિંગ કટોકટીને પગલે કેનેડા સરકારે સ્ટુડન્ટ વિઝા પર કાપ મુક્યો

કેનેડામાં જબરજસ્ત હાઉસિંગ કટોકટી સર્જાઈ છે. કેનેડા સરકાર તેને નિવારવા આવશ્યક પગલાં અને યોજના બનાવી રહી છે. આ સમસ્યાને ઉકેલવા કેનેડાની સરકારે તાત્કાલિક અસરથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પર બે વર્ષ માટે નિયંત્રણ જાહેર કર્યું છે. જેની સૌથી વધુ અસર ભારતીયોને થશે. કારણ કે, કેનેડામાં અભ્યાસ માટે આવવાનું ભારતીયો સૌથી વધુ પસંદ કરે છે.

 વર્ષ ૨૦૨૪માં નવા સ્ટુડન્ટ વિઝામાં ૩૫ ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે જણાવ્યું હતું કે, “ટોચ મર્યાદાના ભાગરૂપે ૨૦૨૪માં નવા ૩,૬૪,૦૦૦ સ્ટુડન્ટ વિઝા અપાશે છે. ગયા વર્ષે ૫,૬૦,૦૦૦ સ્ટુડન્ટ વિઝા ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. એટલે કે ચાલુ વર્ષે તેમાં ૩૫ ટકાનો ઘટાડો થશે. સ્ટુડન્ટ વિઝાની ટોચમર્યાદા બે વર્ષ સુધી અમલી રહેશે. ૨૦૨૫માં ઇશ્યૂ થનારા ‌વિઝાની સંખ્યા ‌વર્ષના અંતમાં નિર્ધારિત કરાશે. કેનેડામાં કામચલાઉ ધોરણે રહેતા લોકોને નિર્ધારિત સ્તરે જાળવી રાખવા તેમજ ૨૦૨૪માં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધુ વૃદ્ધિ નહીં કરવાના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને અમે ૨૦૨૪થી બે વર્ષ માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝાની રાષ્ટ્રીય ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે.

કેનેડામાં હાઉસિંગ (રહેઠાણો)ની કટોકટી છે ત્યારે વિદેશી આવતા લોકોની સંખ્યામાં વધારાને કારણે વિવિધ પ્રાંત સરકારો ઉપર તેમને સમાવવાનું પ્રેશર છે. આવા સમયે વિઝા પર નિયંત્રણનો નિર્ણય લેવાયો છે.  મિલરે અગાઉ જણાવ્યું હતું કે, વિદેશી વિદ્યાર્થીઓ પર ટોચમર્યાદાનું પગલું રહેઠાણોની તંગી ઉકેલવા માટે યોગ્ય ઉકેલ નથી. ૨૦૨૨માં કેનેડાએ ૮ લાખથી વધુ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા ઇશ્યૂ કર્યા હતા.

કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે ભારતીયોનું પસંદગીનું સ્થળ છે. કેનેડામાં ૨૦૨૨માં સ્ટુડન્ટ વિઝા ધરાવતા ટોપ-૧૦ દેશમાં ભારત ૩,૧૯,૦૦૦ વિદ્યાર્થી સાથે પ્રથમ ક્રમે હતું. મિલરે કહ્યું કે, “ટોચમર્યાદા લાગુ કરીને સરકાર નાની ખાનગી કોલેજો સામે પગલાં લઈ રહી છે. કેટલીક કોલેજો અપૂરતી સુવિધાવાળા કેમ્પસ ધરાવતી હોવા છતાં વિદેશી વિદ્યાર્થીઓનો ગેરફાયદો ઉઠાવી રહી છે.”

#India #Canada #Ontario #foreign-student #student-visa

Next Post

હિન્દૂ સમુદાય દ્વારા કિચનર રામધામ મંદિર ખાતે અયોધ્યા રામ મંદિર નિમિત્ત ધામધૂમ પૂર્ણ ઉજવણી

Fri Jan 26 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 અસંખ્ય સદીઓથી અસંખ્ય માર્ગોથી, ભાગ્યે જ કોઈ વાર્તા અથવા ઘટના આપણા હૃદયને અસંખ્ય રીતે સ્પર્શે છે. કદાચ ભગવાન શ્રી રામનું જીવન, રામાયણ પોતે અને શ્રી રામની આસપાસની છેલ્લી કેટલીક સદીઓમાં બનેલી ઘટનાઓ આપણે સાંભળેલી, સાક્ષી કે અનુભવી હોય તેવી સૌથી લાંબી […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share