પીલ પ્રદેશ- ખંડણી ઇન્વેસ્ટિગેટિવ ટાસ્ક ફોર્સ (EITF) ના તપાસકર્તાઓએ પીલમાં નોંધાયેલી ખંડણી ની ઘટનાઓને પગલે અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી અને પોલીસે કાર્યવહી શરુ કરી છે .
રવિવાર, 11 ફેબ્રુઆરી, 2024ના રોજ, EITF એ આરોપોની તપાસ કરવાનું શરૂ કર્યું હતું કે બ્રામ્પટન બિઝનેસ માલિકના ભૂતપૂર્વ કર્મચારીએ જો તેઓ પોતાનો વ્યસાય ચાલુ રાખશે તો તે વ્યસાય કરતા માલિકને તથા તેના પરિવાર ઉપરાંત ત્યાં કાર્ય કરતા કર્મચારી ને હિંસાની ધમકી આપવાનું શરૂ કર્યુ હતું
ખંડણી ની ચીમકી આપનારાઓ એમ પણ જણાવ્યું હતું કે તેઓની સાંઠ ગાંઠ માફિયા ગેંગ સાથે છે અને પીડિત ને તેમનો ધંધો બંધ કરવા દબાણ ઉપરાંત ફોન કોલ્સ અને ટેક્સ્ટ મેસેજ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી હતી. EITF એ આરોપીને તુરંતજ ઓળખી કાઢ્યો હતો અને સોમવાર, 12 ફેબ્રુઆરી, 2024 ના રોજ, હેમિલ્ટન શહેરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી
બ્રામ્પ્ટનના 33 વર્ષીય હિતેશ બંસલ પર ખંડણીના ત્રણ ગુના નોંધાયા છે. બ્રામ્પ્ટનમાં ઑન્ટારિયો કોર્ટ ઑફ જસ્ટિસમાં જામીનની સુનાવણી બાકી હોય ત્યાં સુધી તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. આ અંગે માહિતી ધરાવનાર અથવા ગેરવસૂલી સંબંધિત ગુનાનો ભોગ બનનાર કોઈપણ વ્યક્તિને એક્સટોર્શન ઈન્વેસ્ટિગેટિવ ટાસ્ક ફોર્સનો 1-866-966-0616 પર અથવા ઈમેઈલ દ્વારા [email protected] પર સંપર્ક કરવા જણાવવા માં આવે છે પીલ ક્રાઈમ સ્ટોપર્સને કૉલ કરીને પણ અજ્ઞાત રૂપે પણ સંપર્ક કરી મેસસૅજ છોડી શકાય છે. 1-800-222-TIPS (8477) પર અથવા peelcrimestohttps://peelcrimestoppers.ca/ppers.ca ની મુલાકાત લઈને.
ધ્વનિ ન્યૂઝપેપરે સાઉથ એશિયન વ્યવસાયો ખંડણી અંગે ધાક ધમકી ઓ આપવામાં રહી છે તેવા અહેવાલો અગાઉ 2 વાર પ્રગટ કર્યા હતા, પિલ પોલીસે ખૂબજ પ્રસંસીનીય કાર્ય કરી રહી છે, આ ધરપકડો બાદ એમ લાગે છે કે હવે ખંડણી વસુલાત નો આ દોર પર લગામ લાગશે, આ સમાચાર થી બ્રામ્પ્ટન તેમજ મિસિસાગા વિસ્તાર માં સાઉથ એશિયન બિઝનસ ઓ એ રાહત નો શ્વાસ લીધો હતો