Google, એક સમયે સિલિકોન વેલીમાં જેનો સૂર્ય ક્યારેય અસ્ત નહીં થાય એવું લાગતું હતું, તેને જમીન ઉપર આવવાની ફરજ પડી છે. mass layoffsને કારણે કર્મચારીઓના મોરલમાં ઘટાડો થવા સાથે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સમાં ગંભીર ભૂલો સામે આવી છે. Google તેના AI ડેવલપમેન્ટ અને પ્રોડક્ટ ઓફરિંગને ઝડપથી આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ કંપની હજુ પણ OpenAI અને Microsoftમાં ઘણી પાછળ રહી ગઇ છે.
આ તમામ ફેક્ટર ત્યારે સામે આવ્યાં જ્યારે Googleના Gemini’s AI ઇમેજ જનરેશન ટૂલ અંગે દેશભરમાંથી ટીકાનો વરસાદ થયો અને તેણે તે બંધ કરવું પડ્યું. આવા સંજોગોમાં ટેક કોમ્યુનિટીના વેલ-રીસ્પેક્ટેડ સભ્યોએ Google ના CEO ને step down કરવાની પણ સલાહ આપી દીધી છે.
એક એનાલિસ્ટ બેન થોમ્પસને, તેમના “Stratechery” ન્યૂઝલેટરમાં પણ આ અંગે લખ્યું છે. થોમ્પસને ગૂગલને “transformation” ની જરૂર હોવાનું લખ્યું હતું. તેમણે Google અત્યારે સામનો કરી રહ્યું છે એવા inflection પોઈન્ટની સરખામણી માઈક્રોસોફ્ટ સાથે કરી હતી. કારણ કે વર્ષો પહેલા માઈક્રોસોફ્ટ પણ આ તબક્કામાંથી પસાર થઇ હતી. સર્ચ એન્જિંનમાં ટોટલ મોનોપોલી ધરાવતા Googleને હજુ પણ તેની સામે કોઇ ટકી શકે તેમ ન હોવાનું લાગે છે. થોમ્પસનના જણાવ્યા અનુસાર, Google CEOના સ્ટેપ ડાઉન સહિત લીડરશિપમાં મોટાપાયે સુધારો થઈ શકે છે.
થોમસને વધુમાં જણાવ્યું હતું કે, “તેનો સીધો અર્થ એ થાય કે, સૌથી પહેલા Googleના પાવર અને તેની ક્ષમતાથી આકર્ષિત કર્મચારીઓને તેમના પોલિટીકલ પ્રોગ્રામને ચલાવવા કંપનીમાંથી દૂર કરવા અને જે કર્મચારીઓ વાસ્તવમાં સારી પ્રોડક્ટ બનાવવા માગે છે તેમને decision-making માટે પરત લેવા જોઇએ. ત્યાં સુધી કે સીઈઓ સુંદર પિચાઈ સહિત નિયંત્રણમાં ન રહેનારાઓને દૂર કરવા જોઈએ.”
સત્યા નદેલા માઈક્રોસોફ્ટના સીઈઓ તરીકે એવા સમયે આવ્યા જ્યારે કંપનીને repositionની જરૂર હતી. થોમ્પસન ભારપૂર્વક જણાવે છે કે, Google ને સત્યા નદેલા જેવા નેતાની ખાસ જરૂર છે. આમ થવા માટે પણ Google ના વર્તમાન CEO સુંદર પિચાઈને સ્ટેપ ડાઉન થવાની જરૂર પડી શકે છે. એ સમજવાની જરૂર છે કે લોકો Google ના CEO ને સ્ટેપ ડાઉન થવા કેમ કહી રહ્યાં છે.?
Google, અત્યારે ઘણી ટેક કંપનીઓની જેમ સ્ટ્રગલ કરી રહી છે. જો કે, બાકીની ઈન્ડસ્ટ્રીની સરખામણીમાં ખાસ કરીને પિચાઈના નેતૃત્વ પર સવાલો ઉભા કરવામાં આવી રહ્યાં છે. તે એટલા માટે કારણ કે, એક સમયે જ્યારે layoffs સતત ચાલુ હતું ત્યારે પિચાઈએ કંપનીમાં સ્થિરતા લાવવાના ખૂબ પ્રયત્ન કર્યા હતા. જ્યારે આ વર્ષની શરૂઆતમાં Google કર્મચારીઓ layoffs અંગે ચિંતિત હતા ત્યારે જ CEOએ તેમને વધુ આશા રાખવાનું જ કહ્યું હતું !
પરંતુ કદાચ ગૂગલની સૌથી મોટી ભૂલ જો કોઇ હતી તો તે કંપનીની AI ચેટબોટ Geminiમાં ઈમેજ જનરેશનના હેન્ડલીંગને કારણે હતી. AI ના ઉપયોગ સાથે predispositionને લીધે Google એ overcompensate કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે પણ કોઈ વ્યક્તિ બનાવવાનું કહેવામાં આવ્યું ત્યારે Geminiએ એક્ટિવલી વ્યક્તિના ચામડીના વિવિધ રંગો સાથેની(created people of color) ઈમેજ જનરેટ કરી. જેના કારણે સ્થિતિ એવી આવી કે Gemini સતત નાઝી સૈનિકો સહિત અન્ય લોકોને જનરેટ કરી રહ્યાનું લાગતું હતું.
જેને પરિણામે ગૂગલને માફી માંગવાની અને Geminiનાં અચોક્કસ સમય માટે ઇમેજ જનરેશનને રોકવાની ફરજ પડી હતી. પિચાઈ જ્યારે મુખ્ય પદ ઉપર હોય ત્યારે Googleની આ સૌથી લેટેસ્ટ ભૂલ હતી. તેથી જ અમે Google CEOને સ્ટેપ ડાઉન થવાના કૉલ્સની નોંધ રાખવાનું શરૂ કર્યું છે.
#Google #Silicon-Valley #mass-layoff #artificial-intelligence #OpenAI #Gemini-AI-image-generation-tool # backlash Google-CEO #step-down.