કેનેડિયન મીડિયા અને ટેલિકોમ ફર્મ બેલ 4,800 પોઝિશનમાં ઘટાડો કરશે. પેરેંટ કંપની BCE એ ગુરુવારે જણાવ્યું હતું કે, અર્થતંત્રમાં અનિશ્ચિતતા હોવાથી ખર્ચ પર લગામ લગાવવા માટે લગભગ 30 વર્ષમાં તેની સૌથી મોટી વર્કફોર્સ રિસ્ટ્રક્ચરિંગમાં આ સૌથી મોટો ઘટાડો છે.
કંપનીએ ગયા વર્ષે 1,300 જોબમાં કાપ મૂક્યો હતો, છ રેડિયો સ્ટેશન બંધ કર્યા હતા અને અન્ય ત્રણ વેચ્યા હતા કારણ કે તેના લેગસી ફોન અને ન્યૂઝ બિઝનેસમાં આવક ઘટી હતી.
BCE ના CEO મિર્કો બિબિકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”અમે કટોકટીભરી અર્થવ્યવસ્થા અને સરકારી અને નિયમનકારી નિર્ણયોનો સામનો કરી રહ્યાં છીએ. જે અમારા નેટવર્કમાં રોકાણને નબળી પાડવા ઉપરાંત કટોકટીના સમયમાં અમારા મીડિયા વ્યવસાયને પીઠબળ પુરું પાડવામાં અસમર્થ નિવડ્યાં છે અને વૈશ્વિક ટેક જાયન્ટ્સ સામે ટકી રહેવામાં નિષ્ફળતા મળી રહી છે.”
BCE, જેણે તેના ચોથા-ક્વાર્ટરના પરિણામોની પણ જાણ કરી હતી અને જણાવ્યું હતું કે, તેણે 2024-25માં C$1 બિલિયન ($741.78 મિલિયન) થી વધુ ખર્ચ ઘટાડવાની યોજના બનાવી છે, જેમાં 2024માં ઓછામાં ઓછા C$500 મિલિયનનો સમાવેશ થાય છે.
બેલ કેનેડાની લેગસી ફોનની આવકમાં દર વર્ષે C$250 મિલિયનના ઘટાડા થઇ રહ્યો છે, કંપનીએ જણાવ્યું હતું કે, જ્યારે ન્યૂઝ ઓપરેશનમાં C$40 મિલિયનની વાર્ષિક ઓપરેટિંગ ખોટ થવાની ધારણા છે.
બીબીકે જણાવ્યું હતું કે, 2022 થી 2023 માં જાહેરાતની આવકમાં C$140 મિલિયનનો ઘટાડો થયો હતો. બિઝનેસ ઈનસાઈડર અને લોસ એન્જલસ ટાઈમ્સ એ મીડિયા કંપનીઓમાં સામેલ છે જેમણે આ વર્ષે નોકરીઓમાં ઘટાડો કર્યો છે કારણ કે તેઓ જાહેરાતની ઘટતી જતી આવકનો સામનો કરી રહી છે.
#Canada #Bell #cut-in-jobs #advertsement #income #sell #news #dollars-dry-up