બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નિવેદન સામે આવ્યું છે. દુર્ઘટના પછી યુએસ પ્રમુખે બાલ્ટીમોર બંદર પર જહાજોની અવરજવરને આગામી સૂચના સુધી સ્થગિત કરી દીધી છે. બાઈડેને વધુમાં કહ્યું કે, આ ભયાનક અકસ્માતમાં સામેલ તમામ લોકો અને તમામ પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે. રાષ્ટ્રપતિ બાઈડેને બચાવ કાર્યકરો અને બાલ્ટીમોરના લોકોનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે જણાવ્યું હતું કે, . જહાજના ક્રૂ મેમ્બર્સની પ્રશંસા કરતા તેમણે કહ્યું, આ લોકો હીરો છે. તેમણે ગઈ રાત્રે લોકોના જીવ બચાવ્યા.
અમેરિકાના બાલ્ટીમોરમાં પેટાપ્સકો નદી પરના પુલ સાથે માલવાહક જહાજ અથડાયું હતું. આ પછી પુલ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો. વાસ્તવમાં આ પુલ સાથે અથડાતા જહાજના તમામ 22 ક્રૂ મેમ્બર ભારતીય છે. દરેક વ્યક્તિ સલામત અને સ્વસ્થ છે. પરંતુ આ અકસ્માતમાં હજુ છ લોકો ગુમ છે. તેમના બચાવ કાર્ય ચાલી રહ્યાંનું જાણવા મળે છે.
બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, બાલ્ટીમોર બ્રિજ ધરાશાયી થયા બાદ આઠ લોકો ગુમ છે. તેમાંથી બેને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બાકીના છ હજુ પણ ગુમ છે. તેમને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. બાઈડેને એમ પણ કહ્યું હતું કે, બાલ્ટીમોર પોર્ટ પર જહાજોની અવરજવર હાલ પૂરતી સ્થગિત કરી દેવાઇ છે.
બાઈડેને વધુમાં કહ્યું કે, આ ભયાનક અકસ્માતમાં સામેલ તમામ લોકો અને તમામ પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે. રાષ્ટ્રપતિ બાઈડેને બચાવ કાર્યકરો અને બાલ્ટીમોરના લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ પુલના નિર્માણનો સંપૂર્ણ ખર્ચ સંઘીય સરકાર ઉઠાવશે.
આ અકસ્માત બાદ બાઈડેને પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, અધિકારીઓનું કહેવું છે કે આ અકસ્માતમાં કુલ આઠ લોકો લાપતા હતા, જેમાંથી બેને બચાવી લેવામાં આવ્યા છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે ગુમ થયેલા લોકોની સંખ્યામાં બદલી પણ શકે છે.
ભારતીય ક્રૂ મેમ્બર્સની સમયસૂચકતાના બાઈડને કર્યા વખાણ
આ જહાજના તમામ 22 ક્રુ મેમ્બર ભારતીય હતા. જહાજના અકસ્માત અંગે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને એક નિવેદનમાં ક્રુ મેમ્બરની સમયસૂચકતાના વખાણ કર્યા છે. બ્રિજ દુર્ઘટનામાં એવી જાણકારી સામે આવી છે કે, જહાજની બ્રિજ સાથે ટક્કર થઈ તેના પહેલા ક્રુ મેમ્બરે મેરીલેન્ડના અધિકારીઓને ચેતવણી આપીને જહાજ બેકાબૂ થઈ ગયું હોવાની જાણકારી આપી હતી. જેના કારણે આ પુલ પર અવર જવર રોકી દેવામાં આવી હતી. જો આ પ્રકારની વોર્નિંગ જહાજના ક્રૂ મેમ્બર્સે ના આપી હોત તો કદાચ સેંકડો લોકોના જીવ ગયા હોત.
બાઈડને આ બાબતનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, જહાજના કર્મચારીઓએ સરકારને પહેલા જ જાણ કરી દીધી હતી કે, જહાજ કાબૂ બહાર થઈ રહ્યુ છે. તેના પર કંટ્રોલ રહ્યો નથી અને તેના કારણે સબંધિત અધિકારીઓને પુલ પરનો વાહન વ્યવહાર રોકવાની તક મળી ગઈ હતી. અત્યાર સુધી થયેલી તપાસના આધારે તો એવુ કહી શકાય કે આ એક ભયાનક દુર્ઘટના હતી. જહાજે જાણી જોઈને બ્રિજને ટક્કર મારી હોય તેવુ માનવા માટે અત્યાર સુધી કોઈ કારણ મળ્યુ નથી.
આ પહેલા મેરીલેન્ડ રાજ્યના ગર્વનર વેસ મૂરે કહ્યું હતું કે, જહાજ પર સર્જાયેલા પાવર કટ અંગે ઈમરજન્સી કોલ કરીને ક્રુ મેમ્બર્સે જાણકારી આપી હતી. જેના કારણે વાહનોને પુલ પર જતા પહેલા રોકી દેવામાં આવ્યા હતા. આ ક્રૂ મેમ્બર્સ હીરો છે અને તેમણે ગઈકાલે રાતે ઘણાં લોકોના જીવ બચાવ્યા હતા. હાલમાં તપાસ ચાલી રહી છે પણ હું આ ક્રૂ મેમ્બર્સનો સમયસર વોર્નિંગ આપવા માટે આભારી છું.
બાલ્ટીમોર શહેરના ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે સિંગાપોર-ધ્વજવાળું કન્ટેનર જહાજ ટકરાવાને કારણે થોડી જ સેકન્ડોમાં આખો પુલ તૂટી નદીમાં પડ્યો હતો. આ જહાજમાં સવાર તમામ 22 સભ્યોના ક્રૂ મેમ્બર ભારતીય હતા અને તમામ સુરક્ષિત છે.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે, જહાજ બાલ્ટીમોરથી કોલંબો જઈ રહ્યું હતું. 300 મીટર લાંબુ આ જહાજ પુલના એક પિલર સાથે અથડાયું હતું. જેના કારણે અનેક વાહનો અને 20 જેટલા લોકો પટાપ્સકો નદીમાં પડી ગયા હતા.
યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જહાજના ક્રૂએ અથડામણ પહેલા ઇલેક્ટ્રિકલ સમસ્યાઓની જાણ કરી હતી. સિનર્જી મરીન જૂથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સિંગાપોર-ધ્વજવાળા કન્ટેનર જહાજ ‘DALI’ (IMO 9697428) ના માલિકો અને સંચાલકોએ અહેવાલ આપ્યો કે, 26 માર્ચે સ્થાનિક સમય અનુસાર લગભગ 1:30 વાગ્યે જહાજ બાલ્ટીમોરમાં ફ્રાન્સિસ સ્કોટ બ્રિજના બે થાંભલાઓમાંથી એક પર અથડાયું. તેમાં કહેવામાં આવ્યું છે કે, બંને પાઇલટ સહિત તમામ ક્રૂ મેમ્બરોને શોધી કાઢવામાં આવ્યા છે અને ઇજાના કોઇ અહેવાલ નથી.
મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે જણાવ્યું હતું કે, 8 નોટ (9 માઇલ પ્રતિ કલાક)ની ‘ઝડપી’ ઝડપે આગળ વધી રહેલું જહાજ થોડી ક્ષણો પહેલાં પુલના થાંભલા સાથે અથડાયું હતું. મેડે (ઇમરજન્સી) કૉલ જાહેર કરવામાં આવ્યો હતો. તેમની સતર્કતાને કારણે અધિકારીઓએ પણ તાત્કાલિક કાર્યવાહી કરી વાહનોને પુલ પર જતા અટકાવ્યા હતા. અમે આભારી છીએ કે, મેડે અને અકસ્માતની વચ્ચે અમારી પાસે એવા અધિકારીઓ હતા જેમણે સમયસર ટ્રાફિક બંધ કર્યો. જહાજના ક્રૂ મેમ્બર્સની પ્રશંસા કરતા તેમણે કહ્યું, આ લોકો હીરો છે. તેમણે ગઈ રાત્રે લોકોના જીવ બચાવ્યા હતા.
#US-President #Joe-Biden #Bridge-collapse #US #ship-crash #Governor-hails-Indian-crew #BALTIMORE-BRIDGE #Mayday-Warning #Wes-Moore #Maryland-Governor