ટ્રમ્પનો નવો ઝટકો: H-1B વિઝા $100,000 ફી સાથે – શું ભારતીય ટેક પ્રોફેશનલ્સ નિશાનપર..?

    19 સપ્ટેમ્બર (ધ્વનિ વિશેષ અહેવાલ)

    અમેરિકા જવા માંગતા કુશળ વિદેશી કર્મચારીઓ માટે અમેરિકામાં પ્રવેશનો માર્ગ ગણાતી H-1B વિઝા પ્રણાલીમાં હવે નવા સુધારાથી હલચલ મચી ગઈ છે. 19 સપ્ટેમ્બર, 2025ના રોજ, યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક જાહેરનામા પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં 21 સપ્ટેમ્બર, 2025 પછી દાખલ થનારી દરેક નવી H-1B અરજી માટે $100,000ની hefty (મોટી) ફી ફરજિયાત બનાવવામાં આવી છે. આ પગલાનો ઉદ્દેશ્ય દુરુપયોગને અટકાવવા અને અમેરિકન નોકરીઓનું રક્ષણ કરવાનો છે, જેણે સમગ્ર વિશ્વમાં ઇમિગ્રન્ટ સમુદાયો, આઇટી પ્રોફેશનલ્સ અને નોકરીદાતાઓ વચ્ચે ખળભળાટ મચાવ્યો છે.

    વાચકોને આ બદલાવને સરળતાથી સમજાવવામાં આવે તે માટે ધ્વનિ તમારા માટે એક સીધી-સરળ FAQ લઈ ને આવ્યું છે, જેમાં મુખ્ય મુદ્દા, છૂટછાટો અને અમેરિકન વિઝાના ભવિષ્યમાં શું બદલાઈ શકે તે સમજાવવા નો પ્રયાશ છે.

    H-1B વિઝા દ્વારા દર વર્ષે 85,000 જેટલા ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિદેશી પ્રોફેશનલ્સને અમેરિકામાં કામ કરવાની તક મળે છે. આ પ્રોગ્રામ ખાસ કરીને Amazon, Microsoft, Google, Apple અને Tata Consultancy જેવી કંપનીઓ માટે જીવદોરી સમાન રહ્યો છે. ગયા વર્ષે જ Amazonને 10,000થી વધુ H-1B મંજૂરી મળી હતી.

      પ્રશ્નોત્તરી (FAQ) :

      • પ્ર.૧: 19 સપ્ટેમ્બર, 2025ના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું જાહેરાત કરી?
        • 19 સપ્ટેમ્બર, 2025ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પે “Restriction on Entry of Certain Nonimmigrant Workers” શીર્ષકવાળું એક પ્રોક્લેમેશન સહી કર્યું. આ નિર્ણય H-1B વિઝા પ્રોગ્રામમાં દુરૂપયોગ રોકવા અને અમેરિકન કામદારોનું રક્ષણ કરવા માટેના સુધારા તરફનું પ્રથમ પગલું માનવામાં આવી રહ્યું છે.
      • પ્ર.૨: સૌથી મોટો ફેરફાર શું છે?
        • હવે નવી H-1B અરજી સાથે $100,000ની ફરજિયાત ફી ચૂકવવી પડશે.
        • આ નિયમ 21 સપ્ટેમ્બર, 2025ની મધરાત બાદ ફાઇલ થતી તમામ અરજીઓ માટે લાગુ થશે. તેમાં 2026ની લોટરી તેમજ અન્ય નવી અરજીઓનો સમાવેશ થાય છે.
      • પ્ર.૩: આ પ્રોક્લેમેશનનો અમલ કોણ કરશે?
        • અમલ માટે નીચેની અમેરિકન એજન્સીઓને સત્તા અપાઈ છે:
        • Department of Homeland Security (DHS)
        • Department of State (DOS)
        • U.S. Citizenship and Immigration Services (USCIS)
        • U.S. Customs and Border Protection (CBP)
        • આ તમામ એજન્સીઓએ આંતરિક માર્ગદર્શિકા જાહેર કરી છે
      • પ્ર.૪: શું આ $100,000 ફી રિન્યુઅલ માટે પણ લાગશે?
        • ના. આ ફી માત્ર નવી અરજી માટે છે. H-1Bના રિન્યુઅલ અથવા એક્સ્ટેન્શન પર કોઈ વધારાની ફી લાગુ નહીં થાય.
      • પ્ર.૫: શું હાલના વિઝાધારકો પર તેનો અસર થશે?
        • ના. આ પ્રોક્લેમેશન:
        • પહેલેથી જ આપવામાં આવેલા H-1B વિઝા પર લાગુ નથી.
        • 21 સપ્ટેમ્બર, 2025 પહેલાં ફાઇલ થયેલી અરજીઓ પર લાગુ નથી.
        • હાલના H-1B ધારકોના અમેરિકા આવ-જવના અધિકારમાં કોઈ ફેરફાર નથી લાવતું.
      • પ્ર.૬: આગામી સુધારામાં શું આવશે?
        • આદેશમાં ભવિષ્યના કેટલાક ફેરફારોની દિશા પણ નક્કી કરાઈ છે:
        • Department of Labor વેતનનાં ધોરણો ઊંચા કરશે, જેથી માત્ર શ્રેષ્ઠ પ્રતિભાને તક મળે.
        • Department of Homeland Security H-1B લોટરીમાં ઊંચા વેતન અને ઊંચા કૌશલ્ય ધરાવનાર અરજદારોને પ્રાથમિકતા આપશે.
        • આવનારા મહિનાઓમાં વધુ સુધારા જાહેર થશે.
      • પ્ર.૭: આ બદલાવ કેમ કરવામાં આવ્યો?
        • ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આ પગલું:
        • અમેરિકન કામદારોનાં હિતોને સુરક્ષિત કરવા માટે છે.
        • H-1B પ્રોગ્રામ માત્ર વિશ્વની શ્રેષ્ઠ પ્રતિભા માટે જ રહે તે સુનિશ્ચિત કરવા માટે છે.

        પરંતુ હવે ટ્રમ્પના નવા નિયમ હેઠળ, વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાનો ખર્ચ આસમાને પહોંચશે, જેનાથી એવો ભય ઊભો થયો છે કે હજારો ભારતીય IT પ્રોફેશનલ્સ અમેરિકાના જોબ માર્કેટમાંથી બહાર થઈ શકે છે.

        એક ઈમિગ્રેશન પોલિસી નિષ્ણાતે જણાવ્યા અનુસાર , “આ પગલું ભારતીય ટેકીઝ અને આઉટસોર્સિંગ કંપનીઓ પર સીધો હુમલો કરવા જેવું છે. તેનાથી કંપનીઓ વિદેશથી ટેલેન્ટ લાવતા પહેલા બે વાર વિચારશે.”

        અચાનક કડક કાર્યવાહી શા માટે?
        ટ્રમ્પ અને તેમનું વહીવટીતંત્ર દલીલ કરે છે કે H-1B કાર્યક્રમ, જેનો હેતુ એક સમયે “શ્રેષ્ઠ અને સૌથી તેજસ્વી” પ્રતિભાને આકર્ષવાનો હતો, તે ચિપ લેબર માટેનો પર્યાય બની ગયો છે. કેટલાક કામદારો વાર્ષિક $60,000 જેટલી ઓછી કમાણી કરે છે, જે યુએસ ટેક સેલરીથી ઘણી ઓછી છે, એક અંદાજ પ્રમાણે USA ટેકીઝ $100,000 કરતાં વધુ સેલેરી મેળવે છે

        ટીકાકારો કહે છે કે કંપનીઓ ઘણીવાર H-1B વિઝાનો ઉપયોગ એન્ટ્રી-લેવલ કોડિંગ અને સપોર્ટ જોબ્સ માટે કરે છે, ન કે દુર્લભ કુશળતાની જરૂર હોય તેવી સિનિયર ભૂમિકાઓ માટે. $100,000 ફી લાદીને, ટ્રમ્પ કહે છે કે તેઓ કંપનીઓને પહેલા યુએસ નાગરિકોને નોકરી પર રાખવા માટે મજબૂર કરી રહ્યા છે. એમના મતે “મને લાગે છે કે ટેક ઉદ્યોગ ખુશ થશે,” ટ્રમ્પે આગ્રહપૂર્વક કહ્યું, જોકે ઉદ્યોગના નેતાઓએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી

        સિલિકોનવેલી પર વ્યાપક અસર: નિશાન પર ભારત
        ભારત માટે, જે H-1B ટેક પ્રોફેશનલ્સનો વિશ્વનો સૌથી મોટો સપ્લાયર છે, આ સુધારો એક મોટો આંચકો છે. હજારો ભારતીય એન્જિનિયરો અને આઈટી નિષ્ણાતો, જેઓ સિલિકોન વેલીમાં કામ કરવાનું સ્વપ્ન જોતા હતા, તેઓ હવે આર્થિક બોજ હેઠળ તે સ્વપ્ન તૂટતું જોઈ રહ્યા છે.

        ટાટા કન્સલ્ટન્સી અને ઈન્ફોસિસ જેવી આઉટસોર્સિંગ કંપનીઓ, જેમણે H-1B પાઇપલાઇનની આસપાસ અબજો ડોલરનો કારોબાર બનાવ્યો છે, તેમને યુ.એસ.માં તેમની કામગીરી ઘટાડવાની ફરજ પડી શકે છે.

          નવું “પે-ટુ-એન્ટર” અમેરિકા?

          ટ્રમ્પ H-1B ફેરફારો પર અટક્યા ન હતા. તેમણે નવા “ગોલ્ડ” અને “પ્લેટિનમ” વિઝા કાર્ડ પણ રજૂ કર્યા, જેણે યુએસ નિવાસને અસરકારક રીતે એક વૈભવી ઉત્પાદનમાં ફેરવી દીધું: 

          • H-1B ફેરફાર સાથે ટ્રમ્પે નવા “ગોલ્ડ” અને “પ્લેટિનમ” વિઝા કાર્ડ્સ પણ જાહેર કર્યા:
          • ગોલ્ડ કાર્ડ વિઝા – વ્યક્તિએ $1 મિલિયન (કંપની માટે $2 મિલિયન) ભરવાના.
          • પ્લેટિનમ કાર્ડ વિઝા – $5 મિલિયનના યોગદાન સાથે, ધારકને દર વર્ષે 270 દિવસ સુધી અમેરિકામાં રહેવાની છૂટ અને પરદેશી આવક પર કોઈ ટેક્સ નહીં.

          વિરોધીઓએ આને “અમેરિકામાં પ્રવેશનો રસ્તો ધનિકો માટે ખુલ્લો, ગરીબો અને મધ્યવર્ગ માટે બંધ” ગણાવ્યો છે.
          આ પગલાં ને કારણે આક્રોશ ફેલાયો છે, ટીકાકારો તેને “સખત મહેનત કરતા કુશળ સ્થળાંતર કરનારાઓ માટે દરવાજો બંધ કરીને, અમીર માણસ માટે નાગરિકતાનો શોર્ટકટ” ગણાવી રહ્યા છે

          હવે પછી શું?
          સમગ્ર ઉત્તર અમેરિકામાં ભારતીય સમુદાયો આ પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. ઈમિગ્રેશન વકીલો કહે છે કે કાયદાકીય કેસ થવાની શક્યતા છે, પરંતુ અત્યારે ટ્રમ્પનો સંદેશ સ્પષ્ટ છે: “અમેરિકા ફર્સ્ટ” એટલે વિદેશી કામદારો માટે ઓછા વિઝા, સિવાય કે તમે મોંઘી ફી ચૂકવી શકો.

          કેનેડામાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ, જેઓ યુ.એસ.ની ટેક નોકરીઓમાં જોડાવાની આશા રાખતા હતા, તેમના માટે આ જાહેરાત કારકિર્દીની યોજનાઓ પર પ્રશ્ન ચિન્હ લગાડી દીધું છેતોડી શકે છે.

          ધ્વનિનો દ્રષ્ટિકોણ:
          આ માત્ર વિઝા ફી નથી—તે એક રાજકીય સંકેત છે. ટ્રમ્પ એ ચકાસી રહ્યા છે કે તેઓ કોર્પોરેટ અમેરિકાને પોતાની સાથે રાખીને ઈમિગ્રેશન પ્રતિબંધોને કેટલી હદ સુધી ધકેલી શકે છે. યુ.એસ. ટેક ઉદ્યોગમાં પરિવારના સભ્યો ધરાવતા ઈન્ડો-કેનેડિયનો માટે, ચિંતા વાસ્તવિક છે: શું સિલિકોન વેલીના સપના માટે હવે $100,000 નો ખર્ચ કરવો પડશે? અને તે કરવા માટે શું મોટા ટેક કોર્પોરેશન સપોર્ટ કરશે. ? પ્રશ્નો ઘણા છે, મૂંઝવણ ઘણી છે. શેર યોર થોટ્સ

            Share with friends

            Next Post

            McMaster Hindu Students Association (HSA) Leads Temple Initiative with University Support

            Fri Sep 26 , 2025
            Total 0 Shares 0 0 0 0 0 0 Hamilton – Dhwani News Service In a landmark development blending faith, community, and cultural pride, the McMaster Hindu Students Association (HSA), with support from McMaster University, is spearheading the creation of a dedicated Hindu temple space within the university’s multifaith room. […]

            આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

            સમાચાર હાઇલાઇટ્સ

            Subscribe Our Newsletter

            Editor in Chief

            Ethan Hunt

            Default Mag Pro is a clean, responsive and multi-layout WordPress Magazine or blog theme with a creative and clean look it is perfect for all newspaper, magazines and blog websites. It comes up with a simple yet elegant look and helps you present your content in an attractive and user-friendly way. With its several customization options and custom, widgets help to makes your site setup easy and looks perfect along with its cross-browser compatibility will make your site attractive and eye-catching in any browser and different variations of devices screen size on each and every device. The theme is SEO friendly with optimized code and outstanding support makes your site awesome.

            Quick Jump

            Newsletter

            Total
            0
            Share