જાસૂસી એજન્સીના દસ્તાવેજો ચૂંટણી દરમ્યાન વિદેશી હસ્તક્ષેપની પૂછપરછ સમયે રજૂ કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે 2019, 2021ની ચૂંટણીમાં દખલગીરી લક્ષ્યાંકિત કરવામાં આવી હતી.
કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) ના ઘટસ્ફોટમાં, ખુલાસો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન બંનેએ 2019 અને 2021માં કેનેડાની ફેડરલ ચૂંટણીમાં હસક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. વિદેશી હસ્તક્ષેપની પૂછપરછમાં રજૂ કરાયેલા દસ્તાવેજો દર્શાવે છે કે આ સરકારો ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત કરવા માટે ગુપ્ત રીતે ચૂંટણીમાં હસક્ષેપ ની પ્રવૃત્તિઓ કરાવી રહી છે. સીબીસી માં રિલીઝ થયેલા ન્યૂઝ મુજબ
CSIS ના અવર્ગીકૃત સારાંશમાં જણાવાયું છે કે 2021 માં, ભારત સરકારે કેનેડામાં પ્રોક્સી એજન્ટ દ્વારા ગુપ્ત પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે દખલ કરવાનો ઇરાદો દર્શાવ્યો હતો. એ જ રીતે, 2019 માં, કેનેડામાં પાકિસ્તાની સરકારના અધિકારીઓએ પાકિસ્તાનના હિતોને આગળ વધારવા માટે કેનેડિયન સંઘીય રાજકારણને ગુપ્ત રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો
આ તમામ અહેવાલોમાં સારાંશ સંભવતઃ અસમર્થિત, સિંગલ-સોર્સ અથવા અપૂર્ણ હોવા અંગે સાવચેતી રાખવી જરૂરી છે, CSIS ના ડાયરેક્ટર ડેવિડ વિગ્નોલ્ટે જાહેર પૂછપરછમાં જણાવ્યું હતું કે ગુપ્તચર હકીકતો જરૂરી નથી કે સત્ય જ હો , વધુ માં ઉમેર્યું હતું કે મળેલ અહેવાલ ની સત્યતા અંગે વધુ તપાસની જરૂર પડી શકે.
પાકિસ્તાનની દખલગીરીને મર્યાદિત હતી તે રીતે વર્ણવવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ પાકિસ્તાનમાં રાજકીય, સુરક્ષા અને આર્થિક સ્થિરતાને પ્રોત્સાહન આપવા અને ભારતના વધતા વૈશ્વિક પ્રભાવના હેતુ નો સામનો કરવાનો હતો. વધુ માં CSIS નો પોતાના આરોપ જણાવ્યું હતું કે 2021 માં, ભારત સરકારની વિદેશી હસ્તક્ષેપ પ્રવૃત્તિઓ “નાની સંખ્યામાં ચૂંટણી ડિસ્ટ્રિક્ટઓ પર કેન્દ્રિત હતી.” ભારત સરકારે તે રાઇડિંસોને નિશાન બનાવી હતી, CSISએ લખ્યું હતું, કારણ કે ભારત દ્વારા એવી ધારણા હતી કે “ભારત-કેનેડિયન મતદારોનો એક ભાગ ખાલિસ્તાની ચળવળ અથવા પાકિસ્તાન તરફી રાજકીય વલણ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે.”
CSIS એ આરોપ લગાવ્યો હતો કે ભારત સરકારના પ્રોક્સી એજન્ટે ભારત તરફી ઉમેદવારોને ગેરકાયદેસર રીતે નાણાકીય સહાય પૂરી પાડીને દખલ કરવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે. મેમોમાં ચોક્કસ રાઇડિંગ્સ અથવા તેવા ઉમેદવારોની ઓળખ આપવામાં આવી નથી.
દસ્તાવેજોમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે કેનેડામાં ભારતીય અધિકારીઓએ ભારત સરકારની પ્રવુતિ માં રુચિ ધરાવતા વ્યક્તિઓ પર નજર રાખવા માટે રાજકારણીઓ, શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ, મીડિયા વ્યક્તિત્વો અને કૉમ્યૂનિટી ના નેતાઓ સહિતના સંપર્કોના નેટવર્કનો ઉપયોગ કર્યો હતો
વિદેશી હસ્તક્ષેપની તપાસના ફેડરલ કમિશનની વચ્ચે એવો પણ ખુલાસો સામે આવ્યો છે, કે જે ચીન, રશિયા અને અન્ય દ્વારા પણ સંભવિત દખલની પણ તપાસ કરી રહ્યું છે. તપાસ મોટાભાગે ચીન પર કેન્દ્રિત છે, પરંતુ દસ્તાવેજો દર્શાવે છે કે ભારત અને પાકિસ્તાન પણ સમાન પ્રવૃત્તિઓમાં સામેલ છે.
કેનેડાની સરકારી સંસ્થા Security and Intelligence Threats to Elections (SITE) ટાસ્ક ફોર્સે જુલાઈ 2021માં રાજકીય પક્ષોને 2019ની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપની ગતિવિધિઓ વિશે માહિતી આપી હતી, જેમાં નોંધ્યું હતું કે મોટાભાગે ચીનની પ્રવૃત્તિઓ અને આંશિક અંશે ભારત અને પાકિસ્તાનની ચૂંટણી પ્રવૃત્તિઓમાં હસ્તક્ષેપ અંગે વધુ તપાસ ની જરૂર જણાય ન હતી.
આ ખુલાસાએ કેનેડિયન રાજકારણમાં વિદેશી દખલગીરીની હદ અંગે ચિંતા ઉભી કરી છે અને ચૂંટણી પ્રણાલીમાં દેખાતી નબળાઈઓની નજીકથી તપાસ કરવાની માંગ કરે છે.