આ મહિનાની શરૂઆતમાં, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની ક્લાઈમેટ નીતિઓના કારણે વધી રહેલા ખર્ચનો બચાવ કર્યો, અને કહ્યું હતું કે, “મારું કામ લોકપ્રિય બનવાનું નથી. મારું કામ કેનેડા ના એને તેના સિટીઝન ના ભવિષ્ય માટે યોગ્ય પગલાં લેવાનું છે અને હવે પછી ની આવનારી પેઢીના કેનેડિયનો માટે યોગ્ય રહેશે .” જો કે, ક્લાઈમેટ નીતિઓ પ્રત્યે ટ્રુડો નો લગાવ, ખાસ કરીને કાર્બન ટેક્સ, કે જેની કેનેડિયનોને ભારે કિંમત ચૂકવી રહ્યા છે .
૧ એપ્રિલ થી કાર્બન ટેક્સ 23 ટકા વધીને $80 પ્રતિ ટન થવાનો છે, જે આગામી છ વર્ષમાં બમણા કરતાં પણ વધુ 2030માં $170 પ્રતિ ટન થશે જે માત્ર એક અનુમાન છે. આ વધારો દરેક કૅનૅડીઅન ને સીધી અસર કરી રહ્યો છે. કાર્બન ટેક્સ ગેસોલીન પર હાલ 14.3 સેન્ટ પ્રતિ લિટરથી છે વધીને 17.6 સેન્ટ થશે આ વધારાથી ગેસોલિનમાં પ્રતિ લિટર લગભગ ત્રણ સેન્ટનો વધારો જોવા મળશે , અને નેચરલ ગેસના ભાવ લગભગ 12 સેન્ટ પ્રતિ ક્યુબિક મીટરથી વધીને 15 સેન્ટ થશે .
ઉપરોક્ત કાર્ટૂન રિચર્ચ દરમ્યાન હાલ જ રિલીઝ થયેલ આ એડિટોરિયલ કાર્ટૂન જે ટોરોન્ટો સન માં પબ્લિશ થયું હતું તે તેમના સૌજન્ય થી અહીં રજુ કરેલ છે ,
જ્યારે સરકાર પોતાની એ વાત ની દલીલ કરે છે કે કાર્બન ટેક્સ રિબેટ દ્વારા કેનેડિયનો ના જીવન ને વધુ સારું બનાવવા માં મદદરૂપ થશે , પરંતુ વાસ્તવિકતા આનાથી કઈંક વિપરીત છે. યવેસ ગિરોક્સ જે સંસદીય બજેટ અધિકારી છે તેમનો , નો અંદાજ છે કે મોટાભાગના ઘરોમાં કાર્બન ટેક્સને કારણે તેમના બજેટ માં ખૂબ મોટી અસર પડશે. 2024-25 ના નાણાકીય વર્ષ માટે, આ ટેક્સ સરેરાશ હોઉસહૉલ્ડ ને $377 થી $911 ની વચ્ચે ચૂકવવો પડશે તેવી ધારણા છે, જે 2030 સુધીમાં વધી ને $1,316 થી $2,773 ની આસપાસ થશે, એવું અનુમાન છે.
કાર્બન ટેક્સની આર્થિક અસર પણ ચિંતાજનક છે. બેંક ઓફ કેનેડાના વરિષ્ઠ ડેપ્યુટી ગવર્નર કેરોલીન રોજર્સના જણાવ્યા અનુસાર કેનેડાની ઉત્પાદકતા સતત છ ક્વાર્ટરમાં ઘટી છે. આપણો માથાદીઠ જીડીપી આપણા G7 ના સાથીદારો સાથે તાલ મિલાવવામાં નિષ્ફળ રહ્યો છે, કેનેડીયનો નું જીવનધોરણ સ્તર 2014 દરમ્યાન ના સમય કરતાં પણ ઓછું છે .
સાસ્કાચેવાન પ્રીમિયર સ્કોટ મોએ હાઇલાઇટ કર્યું હતું કે કાર્બન ટેક્સ કોઈ નવીનતમ લાભ આપ્યો નથી અથવા ઉદ્યોગોને આગળ ધપાવવા માટે જરૂરી રોકાણ માટે કે તેમને આકર્ષવા માટે નું પ્રોત્સાહન પૂરું પાડતો નથી સાસ્કાચેવાને 2015 થી ઉત્પાદિત બળતણ પર એમિશન 65 ટકા ઘટાડવા જેવી પહેલ દ્વારા કાર્બન ટેક્સ વિના જ એમિશન ને સફળતાપૂર્વક ઘટાડી દીધું છે.
જો વૈશ્વિક સ્તરે એમિશન ઘટાડવાનો ધ્યેય હોય, તો કેનેડામાં બનાવેલ કાર્બન ટેક્સ એ તેનો જવાબ નથી. ટ્રુડોનો અભિગમ કેનેડાના તેલ અને કુદરતી ગેસના સંસાધનોની અવગણના કરે છે, કે જે એમિશન પર મોટી અસર કરી શકે છે. કેનેડિયનોને સમજવા અને લાંબાગાળા ના ફાયદેમંદ ઉકેલો શોધવાને બદલે, ટ્રુડો એવી નીતિઓ સાથે આગળ વધી રહ્યા છે જે નોંધપાત્ર પર્યાવરણીય લાભો વિના કેનેડિયનોને બોજ સિવાય કઈ આપી નથી રહી.
વાચકો ની રિકવેસ્ટ ઉપર થોડા રિસર્ચ પછી આ આર્ટિકલ સંક્ષિપ્ત માં લખ્યો છે. વાચકો નો અભિપ્રાય આવકાર્ય છે.
Email : Hitesh Jagad – [email protected] or info@hvjagad