ટોરોન્ટોઃ ભરચક ટોરોન્ટો એરપોર્ટ કોમ્યુટર ટ્રેને સોમવારે રાત્રે 14 વર્ષની કિશોરી અને 16 વર્ષના યુવકને જોશભેર ટક્કર મારી હતી. આ બનાવને પગલે ગંભીર ઈજા થતા બંનેના મૃત્યુ નિપજ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈન્વેસ્ટિગેટર્સ આ બંને રેલવે ટ્રેક પર કેવી રીતે પહોંચ્યા અને તેમના મૃત્યુ કેવા સંજોગોમાં થયા તે અંગે તપાસ કરી રહ્યાં છે.
ટોરોન્ટો પીયર્સન એરપોર્ટ અને ડાઉનટાઉન યુનિયન સ્ટેશન વચ્ચે ટ્રેનનું સંચાલન પ્રોવિન્સિયલ એજન્સી મેટ્રોલિંક્સ દ્વારા કરવામાં આવે છે. તેના મુખ્ય કાર્યકારી અધિકારી માર્ટિન ગલાઘરે ઘટના અંગે જણાવ્યું હતું કે, “આ એક દુ:ખદ દર્ઘટના છે.”
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે UP એક્સપ્રેસમાં 200થી વધુ લોકો એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા. આવા સમયે ટ્રેન સ્ટેશનો વચ્ચેના ટ્રેક પર બંને ટીનએજર્સ સાથે અથડાઈ હતી.
ટોરોન્ટો પોલીસ ઇન્સ્પેક્ટર કેરી ફર્નાન્ડિસે જણાવ્યું હતું કે, ટીનએજર્સ શા માટે ટ્રેક પર હતા અને તેમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હતા કે કેમ તે સવાલોના જવાબ હજી સુધી મળી શક્યાં નથી.”
મંગળવારે સવારે એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, “તે બાબતે તપાસ ચાલુ છે,”
વેસ્ટન રોડ અને એગ્લિન્ટન એવન્યુ વેસ્ટ નજીક 10 વાગ્યા પછી ક્રેશના રીપોર્ટને પગલે ટોરોન્ટો પોલીસે તરત જ રીસ્પોન્ડ કર્યું હતું. ફર્નાન્ડિસે કહ્યું કે પ્રથમ 911 કોલ ટ્રેન ઓપરેટર્સ તરફથી આવ્યો હતો.
તેમણે ઉમેર્યુ હતું કે, “આ ઘટનાઓ પીડિત પરિવારો અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકો માટે પણ એમ બંને માટે અત્યંત આઘાતજનક હતો,”
મેટ્રોલિન્ક્સે જણાવ્યું હતું કે, પોલીસ તપાસ કરતી વખતે ટ્રેનમાં મુસાફરોને લગભગ બે કલાક સુધી રોકી રાખવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેઓને માઉન્ટ ડેનિસ સ્ટેશન પર ઉતારી દેવામાં આવ્યાં હતાં. યુપી એક્સપ્રેસ ટ્રેનોને ત્યાર બાદ રોકી દેવામાં આવી હતી. તેના બદલે બસો દોડાવવામાં આવી હતી, જોકે મંગળવારે સવારે રેલવે સેવા ફરી શરૂ થઈ ગઇ હતી.
મેટ્રોલિંક્સના ચીફ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફિસર તરીકે પણ ફરજ બજાવતા ગલાઘરે જણાવ્યું હતું કે, એજન્સીની પ્રાયોરિટી અકસ્માત સાથે સંકળાયેલા લોકોની મેન્ટર હેલ્થને મેનેજ કરવાની છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓપરેટરો થોડા સમય માટે તેમના કામથી દૂર રહેશે.
તેમણે “લાંબા અને મોટા નેટવર્ક” પર લોકોને રેલવે લાઇન પસાર કરતા અટકાવવાના એજન્સીના પ્રયત્નો અંગે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એજન્સી નેટવર્કના ભાગોની આસપાસ ફેન્સીંગ અને foliageની વ્યવસ્થા કરે જ છે, શાળાઓમાં આઉટરીચ વર્ક કરવા સાથે ટ્રેકને પસાર કરવાના જોખમો અંગે ચર્ચા કરે છે અને જ્યારે જરૂરી હોય ત્યારે ગુનાઓ દાખલ કરવા માટે પોલીસ સાથે કામ કરે છે.
તેમણે જણાવ્યું હતું કે, “અમે આવા બનાવને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને લોકોને રેલવે લાઈનો ક્રોસ કરતા અટકાવવા માટે અમે ઘણું બધું કરીએ છીએ,”
#TORONTO #airport-commuter-train #2killed #teen-ended-up-on-track #Metrolinx #Toronto-Pearson-Airport #downtown-Union-Station.