23 July 2026

હવે, કેટરિના કૈફ પણ પ્રેગનન્ટ હોવાની વધુ એકવાર અટકળો

1
Katrina-Kaif-Vikey-Kaushal

બોલિવુડની જાણીતી એક્ટ્રેસ અને વિકી કૌશલ સાથે લગ્ન કરનાર કેટરિના કૈફ પ્રેગનન્ટ હોવાની અટકળો વહેતી થઇ છે. લગ્નનાં સવા બે વર્ષમાં જ કેટરિગના પ્રેગનન્ટ હોવાની અટકળો એકથી વધુ વખત આવી ચૂકી છે.

કેટરિના અને વિકી કૌશલ અંબાણી પરિવારના પ્રસંગમાં હાજરી આપવા માટે જામનગર આવ્યાં હતાં. ત્યાંથી રવાના થતી વખતે એરપોર્ટ પર તસવીરમાં કેટરિના પોતાનું પેટ છૂપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. તે પરથી આ અટકળો વ્યાપક બની છે.  કેટરિનાએ અનાકરલી  ડ્રેસ પહેર્યો હતો.  ફોટોગ્રાફર્સની હાજરીથી સભાન થઈ તેણે તરત જ દુપટ્ટો પેટ  આડે ઢાંકી દીધો હતો.

જામનગરનાં ફંકશનમાં પણ કેટરિનાની મોટાભાગની તસવીરોમાં તેનું પેટ સતત ઢાંકેલું દેખાય છે. તેણે કોઈ ડાન્સ પરફોર્મન્સ આપ્યાની પણ કોઈ તસવીર સામે આવી નથી. તેણે મોટાભાગે લૂઝ પરિધાન ધારણ કર્યાં હતાં અને હાઈ હિલને બદલે ફલેટ પગરખાં જ પહેરવાનું પસંદ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ તાજેતરમાં જ તેની પ્રેગનન્સી જાહેર કરી ચુકી છે. જોકે, જામનગરનાં ફંકશનમાં  દીપિકાએ હાઈ હિલ પહેરીને પણ રણવીર સાથે ડાન્સ કર્યો હતો.

#Bollywood #hindi-film-actress #jamnagar #viky-kaushal #Katrina-Kaif

Share with friends

What do you feel about this?

You may have missed

Subscribe To Our Newsletter

Total
0
Share