N.B.માં કવર્ડ બ્રિજ ચિપ્સ ફેક્ટરીમાં આગથી ભયંકર નુકસાન
ફ્રેડરિકટન – હાર્ટલેન્ડ, એન.બી.માં આવેલી કવર્ડ બ્રિજ પોટેટો ચિપ્સ ફેક્ટરી આગને કારણે નાશ પામી હતી. ન્યૂ બ્રુન્સવિકના પ્રીમિયરે કામદારો અને તેમના પરિવારો પ્રત્યે તેમની સીમ્પથી વ્યક્ત કરી હતી.
પ્રીમિયર બ્લેન હિગ્સે પ્રાંતના એગ્રિકલ્ચર એન્ડ લેબર મિનિસ્ટર્સ માર્ગારેટ જોહ્ન્સન અને ગ્રેગ ટર્નર સાથે આજે એક નિવેદન બહાર પાડયું હતું, જેમાં આગને “હાર્ટબ્રેકિંગ લોસ” ગણાવી હતી.
આ નિવેદનમાં જણાવાયું હતું કે, ફેક્ટરીએ 2009માં કામગીરી શરૂ કરી હતી અને તે આ વિસ્તારનો રોજગાર માટેનો મુખ્ય સોર્સ તેમજ ટુરિસ્ટ ડેસ્ટિનેશન હતું.
ફર્સ્ટ રીસ્પોન્ડર્સ કે જેઓએ ભયંકર ઠંડીમાં આગને કાબૂમાં લેવા મહેનત કરી તેમનો આભાર માનવો જોઇએ. નિવેદનામાં કહેવામાં આવ્યું છે કે કોઈને ઇજાઓ થઇ નથી.
પ્રાંતના RCMPના ટ્વીટ્સમાં અધિકારીઓ અને ફાયર ક્રૂના ટ્વીટ્સ શુક્રવારે સાંજે આગ સામે લડવાનું શરૂ કર્યું હતું અને તેઓએ રહેવાસીઓને દૂર રહેવા કહ્યું હતું એમ જણાવાયું હતું.
શુક્રવારના સોશિયલ મીડિયા પરના પિકચર્સમાં આખી ફેક્ટરી આગની જ્વાળાઓમાં લપેટાયેલી દેખઆય છે અને ન્યૂ બ્રુન્સવિક સરકાર દ્વારા આજે બપોરે શેર કરાયેલા ફોટોમાં સળગી ગયેલી ધાતુ અને કાટમાળના ભયંકર દ્રશ્યો દેખાય છે.
નિવેદનમાં જણાવાયું છે કે, “અમારી સરકાર કંપની સાથે કામ કરી રહી છે અને અમે જે પણ સહાય ઉપલબ્ધ છે તે પૂરી પાડી રહ્યાં છીએ.”
“અમે આ ગંભીર નુકસાનથી અસર પામનારા કર્મચારીઓ, તેમના પરિવારો અને આસપાસની કોમ્યુનિટીના સભ્યો સાથે છીએ.”
RCMP, ફાયર માર્શલ N.B પોટેટો ચિપ ફેક્ટરીમાં લાગેલી આગની તપાસ કરશે
N.Bની ચીપ ફેક્ટરીનો નાશ કરનાર આગની તપાસ RCMP કરી રહી છે
ફ્રેડરિકટન – વોટરવિલે, N.B.માં આવેલી બટાકાની ચિપ ફેક્ટરી આગને કારણે નાશ પામી હતી. જેની પોલીસે તપાસ શરૂ કરી છે અને રહેવાસીઓ તરફથી તેમને સપોર્ટ મળી રહ્યો છે. રહેવાસીઓ લાંબા સમય સુધી સ્થાનિક એમ્પ્લોયરને મદદ કરવા માટે બનતો પ્રયાસ કરશે તેમ કહ્યું હતું.
લાઇફલોંગ હાર્ટલેન્ડ, N.B.-વિસ્તારના રહેવાસી ટેમી મેક્લીનએ જણાવ્યું હતું કે, આગના સમાચારે કોમ્યુનિટીને નુકસાન પહોંચાડ્યું છે અને કવર્ડ બ્રિજ પોટેટો ચિપ્સનો સ્ટોક કરવા માટે લોકોના ટોળાને સ્ટોર પર મોકલ્યા હતા.
મેક્લીને કહ્યું હતું કે, સપ્લાયમાં સમસ્યા આવે ત્યારે તેમની મનપસંદ ચિપ્સનો સ્ટોક કરતી વખતે કંપનીને સપોર્ટ કરવા તેમણે કવર્ડ બ્રિજ ચિપ્સની પાંચ બેગ ખરીદી છે.
ન્યૂ બ્રુન્સવિક RCMP સ્પોક્સમેન સાર્જન્ટ. ડેન શાર્પે રવિવારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, શુક્રવારે કવર્ડ બ્રિજ પોટેટો ચિપ્સ ફેક્ટરીમાં 20 થી 30 લોકો હતા ત્યારે સાંજે 6 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈને ઈજા થવાના અહેવાલ નથી.
કેટલાક રીજનલ ફાયર ડિપાર્ટમેન્ટ્સને સાંજે 6 વાગ્યાની આસપાસ આગની જાણ થઇ હતી. શુક્રવાર, શનિવાર સવાર સુધી ઘટનાસ્થળ પરના ક્રૂ આગની જ્વાળાઓ સામે લડી રહ્યા હતા.
શાર્પે જણાવ્યું હતું કે, “ખૂબ મોટા પાયે” લાગેલી આગમાં આખું ફેક્ટરી બિલ્ડિંગ નાશ પામ્યું હતું અને RCMP અને ન્યૂ બ્રુન્સવિક ફાયર માર્શલ આગના કારણની તપાસ કરી રહ્યા છે.
#RCMP #fire-marshal #investigation #blaze-factory #FREDERICTON