સીટ ઉપર જકડી રાખશે‘શૈતાન’ આર. માધવ, અજય દેવગણ, જ્યોતિકા, જાનકી બોડીવાલાનો અદ્દભૂત અભિનય

અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે આર માધવન પણ છે, જે વિલનની ભૂમિકામાં જોવા મળશે. સાઉથની અભિનેત્રી જ્યોતિકા પણ આ ફિલ્મનો ભાગ છે. તેમાં ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા પણ છે. તેની ભૂમિકા પણ દમદાર હોવાનું કહેવાઈ રહ્યું છે.

ગુજરાતી ફિલ્મ ‘વશ’ વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. જાનકીએ આ ફિલ્મમાં પોતાના દમદાર અભિનયથી બધાને ચોંકાવી દીધા હતા. અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ ‘વશ’ની રિમેક છે. હવે આ ફિલ્મમાં જાનકી ફરી એકવાર તેના જૂના રોલમાં જોવા મળશે. જાનકી ‘શૈતાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. બોલિવૂડમાં ડેબ્યુ કરતાં પહેલા જ તેની સારી ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 1.4 મિલિયન ફોલોઅર્સ છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

માર્ચ મહિનો શરૂ થયો છે. તેની સાથે અજય દેવગનની બીજી ઘણી ફિલ્મો પણ એક પછી એક આવવાની છે. 8મી માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ વર્ષે રિલીઝ થનારી તેની પહેલી ફિલ્મ ‘શૈતાન’ છે, જે 8 માર્ચે સિનેમાઘરોમાં આવી રહી છે. જ્યારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે તેને સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા મળી હતી. એવી ચર્ચાઓ થવા લાગી કે અજય ફરી એકવાર ‘દ્રશ્યમ’ જેવી દમદાર ફિલ્મ લઈને આવી રહ્યો છે.

રિપોર્ટ્સને ટાંકીને ફિલ્મના બજેટને લઈને પણ માહિતી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને બનાવવામાં મેકર્સે લગભગ 60 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ફિલ્મ રીલિઝ થયા પછી કેવી ચાલે છે? તે બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે? આ બધું જોવું રસપ્રદ રહેશે.

ફિલ્મની સ્ટાર કાસ્ટની ફી વિશે જાણો

અજય દેવગન – ચાલો અજય દેવગનથી શરૂઆત કરીએ જે બોલિવૂડના ટોપ એક્ટર છે અને તેની ગણતરી એવા કલાકારોમાં થાય છે. જેઓ ભારે ફી વસૂલ કરે છે. રિેપોર્ટ્સનું માનીએ તો તેણે આ તસવીર માટે લગભગ 25 કરોડ રૂપિયાની ફી વસૂલ કરી છે.

આર. માધવન – આર માધવન જે ફિલ્મમાં ‘શૈતાન’ બનીને અજય અને તેના પરિવારની મુશ્કેલીઓ વધારતો જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો તેણે આ નેગેટિવ કેરેક્ટર માટે 10 કરોડ રૂપિયાની ફી લીધી છે.

જ્યોતિકા- સાઉથ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી જ્યોતિકા પણ આ ફિલ્મનો એક ભાગ છે. તેણે ખૂબ જ ભારે ફી પણ વસૂલ કરી છે. રિપોર્ટ અનુસાર તેને તેના રોલ માટે લગભગ 5 કરોડ રૂપિયા મળ્યા હતા.

જાનકી બોડીવાલા– અભિનેત્રી જાનકી બોડીવાલા, જે આ મુવીમાં અજય દેવગનની પુત્રીના રોલમાં જોવા મળશે. જો તેની ફીની વાત કરીએ તો રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તેણે લગભગ 2 થી 3 કરોડ રૂપિયા લીધા છે.

અજય દેવગન તેની આગામી ફિલ્મ ‘શૈતાન’ માટે સતત ચર્ચામાં છે. આ તસવીરમાં અજય દેવગનની સાથે આર માધવન, જ્યોતિકા અને જાનકી બોડીવાલા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં તમામ સ્ટાર્સની જોરદાર એક્ટિંગ જોઈ શકાય છે. પરંતુ જાનકીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આવો જાણીએ કોણ છે જાનકી બોડીવાલા.

જાનકી ‘શૈતાન’માં અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરીનો રોલ કરી રહી છે. જાનકી બોડીવાલાનો જન્મ 30 ઓક્ટોબર 1995ના રોજ અમદાવાદમાં થયો છે. તેણે ગાંધીનગરમાં અભ્યાસ પૂર્ણ કર્યો. જાનકીએ ગોએન્કા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેન્ટલ સાયન્સમાંથી બેચલર ઑફ ડેન્ટલ સાયન્સ કર્યું છે.

ગુજરાતી ફિલ્મ સાથે ડેબ્યુ

જાનકીએ હંમેશા અભિનેત્રી બનવાનું સપનું જોયું હતું. આ સપનું તેણે વર્ષ 2015માં ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી સાકાર કરવાનું શરૂ કર્યું હતું. 20 વર્ષની ઉંમરે તેણે આ તસવીર સાથે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. આ યાદીમાં ‘તારી માટે વન્સ મોર’, ‘તંબુરો’, ‘છુટી જશે છક્કા’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોમાં જાનકીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મો ઉપરાંત જાનકીએ વર્ષ 2019માં મિસ ઈન્ડિયામાં પણ ભાગ લીધો હતો.

#saithan-movie #bollywood #dhollywood #ajay-devgan #R.madhvan #jyotika #gujrati-film-vash-remake #janki-bodiwala

Next Post

અનન્યા પાંડે-આદિત્ય રોય કપૂરએકસાથે અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં દેખાયા

Mon Mar 4 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં રણબીર કપૂર આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે સાથે જોવા મળ્યા હતા. આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેન સંબંધોની ચર્ચા બોલિવુડ અને તેમના ફેન્સમાં જોરશોરથી થઇ રહી છે. ત્યારે આ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share