વર્ષો થી રાહ જોવાતા કિચનર અને ગ્વેલ્ફ ને જોડતા હાઈવે 7 નું કામ શરુ થશે

પ્રોવિન્સ ભારે ટ્રાફિકભાર ની સમસ્યા ને ઓછો કરવા કિચનર અને ગ્વેલ્ફ વચ્ચે આવાગમને વધુ સુગમ બનાવવા પ્રયત્નશીલ છે

કિચનરઃ ઓન્ટારિયો સરકાર કિચનરમાં ફ્રેડરિક સ્ટ્રીટ બ્રિજ પર બાંધકામને આગળ ધપાવી રહી છે, જે કિચનર અને ગ્વેલ્ફ વચ્ચે હાઇવે 7 ને પહોળો કરવાની તેની યોજનામાં વધુ એક સીમાચિહ્નરૂપ કાર્યયોજના છે. નવો ફોર-લેન હાઇવે 7 18-કિલોમીટર લોંબો હશે અને તે 401 પર ભારે ટ્રાફિકજામ સામે લડવામાં અને મુસાફરોનો સમય બચાવવામાં અને કિચનર, વોટરલૂ અને ગ્વેલ્ફના ઝડપથી વિકસતા પ્રદેશોમાં માલસામાનની હેરફેર કરવામાં અત્યંત મદદરૂપ થશે.

નવા હાઈવે અંગે વાત કરતા પરિવહન મંત્રી પ્રબમીત સરકારિયાએ જણાવ્યું હતું કે, “કિચનર-વોટરલૂના લોકો લાંબા સમયથી નવા હાઇવે 7ની રાહ જોઈ રહ્યાં છે. એટલે જ અમારી સરકારે આ પ્રોજેક્ટને આગળ વધારવાને પ્રાથમિકતા આપી છે. નવો હાઇવે સમગ્ર દક્ષિણ ઓન્ટારિયોમાં લોકો અને માલસામાનની કાર્યક્ષમ અવરજવરને સુનિશ્ચિત કરીને આ પ્રદેશ માટે ગેમચેન્જર બની રહેશે. જેને પરિણામે મુસાફરો ટ્રાફિકમાં ફસાઈ રહેવાના સ્થાને તેમાં ઓછો સમય પસાર કરશે અને તેમના માટે જે કામ સૌથી મહત્ત્વનું છે તે કરવામાં વધુ સમય વિતાવી શકશે.”

28 ફેબ્રુઆરીથી, કોન્ટ્રાક્ટરોને ફ્રેડરિક સ્ટ્રીટ બ્રિજના રીપ્લેસમેન્ટની દરખાસ્તો સબમિટ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે. ભવિષ્યમાં હાઇવે 7 ને પહોળો કરવા સાથે બ્રિજને લંબાવવામાં આવશે જેથી રાહદારીઓ અને સાઇકલ સવારો બંને માટે તે મલ્ટી-યુઝ રસ્તાઓ સાથે બંને દિશામાં ટ્રાફિકનું વિના વિઘ્ને વહન કરી શકાય. જે રાહદારો અને સાયકલિસ્ટ માટે પણ ઉપયોગી સાબિત થશે.

“આજની જાહેરાત હાઇવે 7 પ્રોજેક્ટને આગળ ધપાવવાની પ્રાંતીય સરકારની પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ પગલું છે,” તેમ કહેતા કિચનરના મેયર બેરી વર્બાનોવિકે ઉમેર્યું હતું કે, “ફ્રેડરિક સ્ટ્રીટ બ્રિજનું નિર્માણ માત્ર કિચનર, ગ્વેલ્ફ અને આસપાસના વિસ્તારો વચ્ચેના રહેવાસીઓ અને વ્યવસાયોને જોડવામાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ઑન્ટારિયોમાં, સમગ્ર કેનેડામાં અને ઉત્તર અમેરિકામાં અન્યત્ર માલસામાનને હેરફેર માટે પણ ચાવીરૂપ બનશે.”
એકવાર પૂર્ણ થઈ ગયા પછી નવા હાઇવે 7માં કિચનર અને ગ્વેલ્ફ વચ્ચે સાત ઇન્ટરચેન્જનો સમાવેશ કરવામાં આવશે. જેમાં હાઇવે 85 સાથે મલ્ટિ-લેવલ કનેક્શન, ગ્રાન્ડ રિવર પર નવું ક્રોસિંગ અને કોમ્યુનિટીઝને જોડવામાં મદદ કરવા માટે સ્થાનિક રસ્તાઓમાં સુધારાનો સમાવેશ થાય છે.

કિચનર-કોનેસ્ટોગાના પ્રાંતીય સંસદ સભ્ય માઇક હેરિસે માહિતા આપતા જણાવ્યું હતું. “મને આનંદ છે કે સરકાર આ મહિનાના અંતમાં ફ્રેડરિક સ્ટ્રીટ બ્રિજને બદલવાની દરખાસ્તો માટે કોન્ટ્રાક્ટરોને બોલાવવા સાથે હાઇવે 7 સુધારણાનો આગળનો તબક્કો શરૂ કરી રહી છે. અમે વોટરલૂ પ્રદેશમાં વસ્તી અને રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ જોવાની અને અપેક્ષા રાખી રહ્યાં છીએ અને તેના માટે આગળનું આયોજન કરવાના કારણે માત્ર સ્થાનિક સમુદાયને જ નહીં પરંતુ સમગ્ર ગ્રેટર ગોલ્ડન હોર્સશૂમાં મુસાફરી અને પરિવહન કરતા દરેકને ફાયદો થશે.”

જાણવા જોગ વિગતો

• હાઈવે 7 ઑન્ટેરિયોમાં સૌથી વ્યસ્ત ટુ-લેન હાઈવે પૈકીનો એક છે, જેની ઉપર દરરોજ 26,000 વાહનોનું આવાગમન થાય છે.
• ફ્રેડરિક સ્ટ્રીટ બ્રિજનું રિપ્લેસમેન્ટ એ નવા હાઇવે 7ના નિર્માણના ત્રીજા તબક્કાનો એક ભાગ છે.
• ગ્રેટર ગોલ્ડન હોર્સશૂ તેના ધોરીમાર્ગો પર વાર્ષિક ધોરણે $1.1 ટ્રિલિયન માલસામાનનું પરિવહન કરે છે.
• વર્ષ 2051 સુધીમાં ગ્રેટર ગોલ્ડન હોર્સશુમાં વસ્તી અને રોજગારના આંકડા 10 મિલિયનથી વધીને 14.9 મિલિયન લોકો અને 4.9 મિલિયનથી 7 મિલિયન જોબ્સ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
• વર્ષ 2023-24માં ઓન્ટારિયો સરકાર પ્રાંતીય ધોરીમાર્ગો, રસ્તાઓ અને પુલોના સમારકામ અને વિસ્તરણ માટે અંદાજે $3.2 બિલિયનનું રોકાણ કરી રહી છે.


“નવા હાઇવે 7 નું નિર્માણ આપણા સમુદાયના હજારો દૈનિક મુસાફરો માટે જીવનને વધુ સરળ બનાવશે. અમારી સરકાર ગ્રીડલોક(ટ્રાફિકજામ) અને મુસાફરીના સમયને ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે અને આ રોકાણ તે લક્ષ્યને હાંસલ કરવા કારગત સાબિત થશે.”

  • બ્રાયન રીડેલ, કેમ્બ્રિજના MPP
“વોટરલૂ પ્રદેશમાં આ પ્રોજેક્ટની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. મને ખૂબ જ આનંદ છે કે અમારી સરકારે આ માગને સાંભળી અને તે દિશામાં પગલાં લઈ રહી છે. આ બ્રિજ શરૂ થતાં હાઈવે 7ને પહોળો કરવાથી અમારા વિસ્તારના ઘણા રહેવાસીઓ સમય અને ટ્રાફિકરૂપી સમસ્યા દૂર થશે “

જેસ ડિક્સન , એમપીપી કિચનર સાઉથ – હેસ્પેલર 

Next Post

ફોર્ડ સરકારે ગ્રાહક ID ને સ્કેન કરવાની LCBO ની યોજના રદ કરી

Fri Feb 16 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 LCBO પ્લાન માટે આ છેલ્લો કૉલ છે કે જેમાં નોર્ધન ઓન્ટારિયોના 6 જેટલા લિકર સ્ટોર્સમાં ગ્રાહકોને મંજૂરી આપતાં પહેલાં ID બતાવવાની આવશ્યકતા રહેશે. ફાઈનાન્સ મિનિસ્ટર પીટર બેથલેનફાલ્વીના આદેશથી ચોરીની ઘટનાઓનો સામનો કરવાના હેતુથી અમલી બનાવાયેલા પાયલોટ પ્રોજેક્ટને “તાત્કાલિક” અસરથી રદ કરવામાં […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share