વિદ્યાભ્યાસ અર્થે બ્રિટન જતા ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ ચાર ટકા ઘટયું

બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓ ઘટી રહ્યાં છે. જેની પાછળ વર્ક વિઝાની ચાલી રહેલી સમીક્ષા તથા સરકારી અનુદાનિત સ્કોલરશીપ પર પરિવારજનોને બોલાવવા પર પ્રતિબંધ સહિતના કારણો જવાબદાર છે. એક આંકડા મુજબ ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ ચાર ટકા ઘટીને ૮૭૭૦ થાયા છે.

ભારતીયોનો ધીરે ધીરે હવે વિદેશ જવાનો મોહ ઘટી રહ્યો છે. તેમાં પણ અનેક દેશોએ વિઝાના નિયમો તંગ કરતા ભારતીય વિદ્યાર્થીઓ હવે બીજા દેશો પર નજર દોડાવી રહ્યાં છે. અમેરિકા, કેનેડા બાદ હવે યુકેનો મોહભંગ થયો છે. બ્રિટનમાં જનારો વર્ગ ધીરે ધીરે ઘટી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભારતમાંથી ગયેલી અરજીઓમાં 4 ટકા ઘટાડો આવ્યો છે. જે બતાવે છે કે, વિદ્યાર્થીઓ હવે ભણવા માટે યુકે જવા માંગતા નથી.

બ્રિટનમાં ભણતર પૂર્ણ કર્યા પછી આપવામાં આવતા વર્ક વિઝાની ચાલી રહેલી સમીક્ષા તથા સરકારી અનુદાનિત સ્કોલરશીપ પર પરિવારજનોને બોલાવવા પર પ્રતિબંધ મૂકાવવાની વચ્ચે બ્રિટનની યુનિર્વસિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટવા માંડ્યું છે. તાજેતરમાં જારી કરાયેલા આંકડા અનુસાર બ્રિટનની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા પ્રેવેશ લેવાનો દર ચાર ટકા ઘટયો છે.

બ્રિટન દ્વારા વિઝાના નિયમોમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. બ્રિટનમાં ભણતર પૂર્ણ કર્યા પછી આપવામાં આવતા વર્ક વિઝાની ચાલી રહેલી સમીક્ષા તથા સરકારી અનુદાનિત સ્કોલરશીપ પર પરિવારજનોને બોલાવવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ નિયમોને કારણે બ્રિટન જનારા ભારતીયોનો મોહભંગ થયો છે. આંકડા અનુસાર, બ્રિટનની યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓના એડમિશનનું પ્રમાણ ચાર ટકા ઘટ્યું છે.

    યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ એડમિશન સર્વિસ (યુસીએએસ)ના આંકડા મુજબ સ્નાતક અભ્યાસક્રમોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૦.૭ ટકાનો વધારો થયો છે. જો કે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ ચાર ટકા ઘટીને ૮૭૭૦ થઇ છે.

    યુસીએએસના આંકડા અનુસાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે બ્રિટનમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનું આકર્ષક હંમેશા રહ્યું છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં બ્રિટનમાં જનારો પ્રવાહ ઓછો થવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. જેમ કે, યુકેમાં આશ્રિતો અથવા કુટુંબના નજીકના સભ્યોને સાથે લાવવા માટે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ શિષ્યવૃત્તિ સાથેના અનુસ્નાતક સંશોધન અભ્યાસક્રમો અને અભ્યાસક્રમો સિવાયના તમામ વિદેશી વિદ્યાર્થીઓ પર ગયા મહિનાથી અમલમાં આવ્યા છે. જેની અસર વિદ્યાર્થીઓ પર પડી છે. સાથે બ્રિટનમાં અભ્યાસ બાદ નોકરી મળવાના પણ ફાંફા છે. ભારતીય વિદ્યાર્થીઓ બેરોજગારીથી પીડાઈ રહ્યાં છે. તેમનો રોજનો ખર્ચો પણ નીકળતો નથી.

    બ્રિટનના ગૃહ વિભાગ દ્વારા ભણતર પછી અપાતા વર્ક વિઝાની સમીક્ષા કરવા માટે સ્વતંત્ર માઇગ્રેશન એડવાઇઝરી કમિટી (એમએસી)ની રચના કરવામાં આવી છે.

    બ્રિટનની વર્ક વિઝાની નીતિ ઉપરાંત ભારતીય ઉપર વિદેશોમાં વધી રહેલા હુમલા અને સુરક્ષા અંગેની અનિશ્ચિતતા, ડર પણ એક કારણ છે કે હવે ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશ અભ્યાસનો ક્રેઝ ઘટવા માંડ્યો છે.

    #indian-students #uk #India #Ukraine-War #Rassia

    Next Post

    ગુજરાતના વડોદરાની હરણી લેક બોટ દુર્ઘટનામાં 19 આરોપીઓ સકંજામાં!

    Fri Feb 16 , 2024
    Total 0 Shares 0 0 0 0 0 0 વડોદરાના હરણી લેકઝોન દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકોએ જીવ ગુમાવ્યાં હતા. આ ગોઝારી દુર્ઘટનાને પગલે પોલીસે સૌ પ્રથમ 18 ગુનેગારો સામે ફરીયાદ નોંધી છની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એકપછી એક આરોપીઓ પકડાયા છે. પોલીસે ફરાર ગુનેગારોને ઝડપી પાડવા પોલીસે […]

    આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

    Subscribe Our Newsletter

    Total
    0
    Share