ભારતમાં જ નહીં વિદેશોમાં હિન્દુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જ્યાં જ્યા હિન્દુ સમુદાય છે ત્યાં ત્યાં હિન્દુ વિરોધી તત્વો મંદિરોને નિશાન બનાવી રહ્યાં છે. ખાલિસ્તાની ચળવળકારોએ અમેરિકામાં વધુ એક મંદિરને નિશાન બનાવ્યું છે ત્યારે સુરક્ષાના પ્રશ્ને અમિરિકી સરકારની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ સવાલો ઉઠી રહ્યાં છે.
કૅલિફૉર્નિયામાં હિન્દુ મંદિરોને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. હવે કૅલિફૉર્નિયાના હૅવર્ડમાં એક હિન્દુ મંદિરને સ્પ્રેથી ખાલિસ્તાન તરફથી લખાણ લખીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
કૅલિફૉર્નિયામાં હિન્દુ મંદિરોને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. હવે કૅલિફૉર્નિયાના હૅવર્ડમાં એક હિન્દુ મંદિરને સ્પ્રેથી ખાલિસ્તાન તરફથી લખાણ લખીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. શેરાવાલી મંદિરમાં આ ઘટનાનાં થોડાં અઠવાડિયાં પહેલાં જ કૅલિફૉર્નિયાના નેવાર્કમાં સ્વામીનારાયણ મંદિરની દીવાલો પર પણ સ્પ્રેથી ભારતવિરોધી લખાણ લખવામાં આવ્યું હતું.
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે ‘સ્પ્રેથી ખાલિસ્તાન તરફી લખાણ દ્વારા વધુ એક હિન્દુ મંદિર પર હુમલો. સ્વામીનારાયણ મંદિર પર હુમલાનાં બે અઠવાડિયાં બાદ જ તેમ જ એ જ એરિયામાં શિવ-દુર્ગા મંદિરમાં ચોરીના એક અઠવાડિયા બાદ હૅવર્ડમાં શેરાવાલી મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.’
#america #hindutemple #sherawalimandir #california #world #news #khalistan #hindu