23 July 2026

ઘરના ઝડપી નિર્માણ માટે મિસિસોગાને મળશે $112.9 મિલિયનનું ફેડરલ ફંડીંગ

1
housing-mississauga

કેનેડા સરકાર અને મિસિસોગા સિટીએ હાઉસિંગ એક્સિલરેટર ફંડ હેઠળ વધુ ઘરો બનાવવા અને એફોર્ડેબિલિટી વધારવા $112.9 મિલિયનના કરારની જાહેરાત કરવામાં આવી હતી. હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્યુનિટીઝના મંત્રી સીન ફ્રેઝર વતી મેયર બોની ક્રોમ્બી અને રેચી વાલ્ડેઝ દ્વારા ઘોષિત કરાયેલા આ કરાર 3,000થી આગામી ત્રણ વર્ષમાં વધુ નવા ઘરો અને મહત્વપૂર્ણ હાઉસિંગ-સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં મળશે. આ નવા યુનિટના ઉમેરા સાથે શહેર 2026 સુધીમાં 13,000થી વધુ નવા ઘરો માટે પરમિટ મંજૂર કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

મેયર બોની ક્રોમ્બીએ જણાવ્યું હતું કે, “આ સીધું ભંડોળ જે હાઉસિંગ ક્રાઈસીસની આરે આવીને ઉભા છે એવા મિસીસોગા જેવા શહેરોને મદદ કરશે. આ કટોકટીની ગંભીરતા અને જટિલતાને જોતાં, આપણે હિંમતવાન બનવાની, ઝડપથી કામ કરવાની અને ઉપલબ્ધ દરેક સાધનનો ઉપયોગ કરવાની જરૂર છે. આનો અર્થ એ પણ થાય છે કે, અમે ઇનોવેટિવ અને અમારા પડોશમાં મધ્યમ વર્ગને પોષાય તેવા આવાસોનું નિર્માણ કરી રહ્યાં છીએ. અમે ફેડરલ સરકારના અમારા હાઉસિંગ પ્લાન પરના વિશ્વાસ અને મિસિસોગાને પોતાનું રહેઠાણ બનાવવા માગતા દરેક વ્યક્તિ તેમ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે તેમની પ્રતિબદ્ધતા માટે આભારી છીએ.”

આ ભંડોળ સિટીના હાઉસિંગ એક્શન પ્લાન હેઠળ આઠ ઈનિશિએટિવને સપોર્ટ કરશે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • પોષાયક્ષમ ભાડાના મકાનોના વિકાસને વેગ આપવા માટે પ્રોત્સાહનોની શ્રેણી વિકસાવવી
  • વધુ હાઉસિંગ પ્રકારો જેમ કે ફોરપ્લેક્સ, ટ્રિપ્લેક્સ, ટાઉનહાઉસ અને લો-રાઈઝ સહિત સેમી-ડિટેચ્ડ ઘરોને પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયામાં સુધારા અને પ્રોત્સાહનો રજૂ કરાયા છે
  • ડેવલપમેન્ટ એપ્લિકેશન અને બિલ્ડીંગ પરમિટ વધુ ઝડપથી જારી કરવા માટે મંજૂરી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવી
  • ટ્રાન્ઝિટ સ્ટેશનોની આસપાસ નવી વૃદ્ધિ અને વિકાસને વેગ આપવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ
  • જરૂરિયાતમંદ પરિવારો માટે પોસાય તેવા આવાસમાં રોકાણ.
  • સરકારી માલિકીના પાર્સલ સહિત બિનવપરાશની જમીનો પર રહેણાંક વિકાસ માટેની નવી તકોની ઓળખ કરવી.

હાઉસિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્યુનિટીઝ મંત્રી સીન ફ્રેઝરે જણાવ્યું હતું કે, “આજની જાહેરાત આગામી ત્રણ વર્ષમાં 3,000થી વધુ ઘરો અને આગામી દાયકામાં 35,200 થી વધુ ઘરોના ઝડપી નિર્માણમાં મદદ કરશે. શહેરો, મેયરો અને સરકારના તમામ સ્તરો સાથે કામ કરીને, અમે કેનેડિયનો માટે તેઓ પરવડે તેવા ભાવે વધુ ઘરો બાંધવામાં મદદ કરી રહ્યા છીએ,”

હાઉસિંગ એક્સિલરેટર ફંડ પ્રથમ ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા 100,000 નવા મકાનોને ઝડપી ટ્રેક કરવામાં મદદ કરી રહ્યું છે, જે કેનેડાના શહેરો અને પ્રદેશોના અંદાજ મુજબ નગરો, શહેરો અને આદિવાસી સમુદાયોમાં લોકો માટે 250,000 થી વધુ પરવાનગીવાળા નવા ઘરો બનાવવાનો માર્ગ મોકળી કરી આપશે. તે સ્થાનિક સરકારો પાસેથી ઈનોવેટિવ એકશન પ્લાન માટે પૂછે છે, અને એકવાર મંજૂર થયા પછી, નવા ઘરોનું સમયસર નિર્માણ સુનિશ્ચિત કરવા માટે અપફ્રન્ટ ફંડિંગ કરે છે, તેમજ પરિણામલક્ષી કાર્ય માટે વધારાના ભંડોળ પૂરું પાડે છે.

મિસિસોગા માટે હાઉસિંગ એ ટોચની પ્રાથમિકતા છે. સિટીનો હાઉસિંગ એક્શન પ્લાનમાં ગ્રોઇંગ મિસિસોગા, સપ્લાય અને એફોર્ડેબિલિટી, સહિતના પાંચ ધ્યેયો અને 23 એકશનનો સમાવેશ થાય છે. શહેરની ઇનોવેટિવ વ્યૂહરચનામાં મધ્યમ વર્ગને તક આપવાની સફળતા પર આધારિત છે. જ્યારે 2017માં અપનાવવામાં આવી ત્યારે તે મધ્યમ આવક ધરાવતા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રથમ મ્યુનિસિપલ હાઉસિંગ યોજનાઓમાંની એક હતી. આજે વ્યૂહરચનાની 40 એકશનમાંથી 90 ટકાથી વધુ પૂર્ણ થઇ છે અથવા તેની ઉપર ચાલુ છે.

સિટીના હાઉસિંગ એક્શન પ્લાન વિશે વધુ જાણવા માટે – અને બધી 23 એકશન અંગે માહિતી મેળવા mississauga.ca/housingની મુલાકાત લો.

Share with friends

What do you feel about this?

You may have missed

Subscribe To Our Newsletter

Total
0
Share