છેલ્લાં વર્ષોમાં કેનેડા ગયેલા વ્યક્તિઓને જ કેમ મુશ્કેલી પડી રહી છે પરંતુ કેમ? આ રહ્યો જવાબ

જેઓ વર્ષો પહેલા કેનેડા ગયા છે તેમના કરતા તાજેતરના વર્ષોમાં કે નજીકના સમયમાં કેનેડા ગયા છે તેમને વધુ તકલીફો પડી રહી છે તેની પાછળનું કારણ શું? આ અંગે એક્સપર્ટ અને મોટાભાઈથી જાણીતા બનેલા હેમંત શાહે મહત્વના મુદ્દાઓ રજૂ કરીને વાત જણાવી છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતથી અહીં કેનેડા આવ્યા છે કે તેમને સૌથી મોટો પ્રશ્ન મોંઘવારી, નોકરીઓની અછત અને કેનેડામાં સેટલ થવા અંગેનો છે. જેઓ આજથી વર્ષો પહેલા કેનેડા આવ્યા છે તેમને ઓછી તકલીફ છે જ્યારે જેઓ તાજેતરના વર્ષોમાં કે ચાલુ વર્ષમાં કેનેડા આવેલા લોકોને વધુ તકલીફો પડી રહી છે તે પાછળનું કારણ શું?  આ મુદ્દે એક્સપર્ટસ જે વાત કરી રહ્યા છે તે અતિ મહત્ત્વની છે.હેમંત શાહ કે જેઓ 5 દાયકાથી કેનેડામાં રહે છે તેમણે યુવાનોને અને વાલીઓને કે જેમના ઘરમાં હજુ પણ કેનેડાના સપના જોવાઈ રહ્યા છે તેમને ઉપયોગી થઈ શકે તેવા સલાહ સૂચન આપ્યા છે. આ બાબતે તએક્સપર્ટસે અગાઉ પણ કહું ચૂક્યા છે જોકે ભારતથી કેનેડા આવતા લોકોએ અને વાત ગંભીરતાથી લીધી ન હતી.

મોટાભાઈથી જાણીતા બનેલા હેમંત શાહ કહે છે કે, 2015-16 સુધી જે યુવાનો કમ્યુનિટી કૉલેજમાં પણ ગયા કે યુનિવર્સિટીમાં ગયા, તેમની પાસે નોકરી અને બધું જ છે. હાલમાં જ ગયા તેમને તકલીફ પડવાનું સૌથી મોટું કારણ સ્કીલનો અભાવ છે, અગાઉ જે યુવાનો ગયા તેમનો ગોલ ત્યાં ભણીને કેનેડાની કંપનીમાં વ્હાઈટ કૉલર જોબ લેવાનો હતો, પરંતુ આજના સમયમાં ઘણાં યુવાનો કેનેડાની કમ્યુનિટી કૉલેજને તે દેશમાં એન્ટ્રી મેળવવા માટે ઉપયોગમાં લઈ રહ્યા છે.

હેમંત શાહ જેઓ કેનેડા આવીને ખરેખર કંઈક કરવા માગે છે કે પોતાની લાઈફ બદલવા માગે છે તેવા વિદ્યાર્થીઓના વાલીઓેને તેઓ કહે છે કે તમારે પણ થોડું રિસર્ચ કરવાની જરુરી છે, વાલીઓએ કેનેડા જવા માગતા બાળકો માટે આર્થિક વ્યવસ્થાઓની દોડાદોડી કરી રહ્યા હોય તો તેમણે દીકરા-દીકરી સાથે બેસીને તેમનો પ્લાન સમજવો જોઈએ, માત્ર જોઈ લઈશું, થઈ પડશે તેવા આધાર પર કેનેડા કે કોઈ પણ દેશમાં જવાની આંધળી દોડ ન લગાવવી જોઈએ.

કેનેડાના સોશિયલ મીડિયા, સમાચારો વગેરે જગ્યાએ વિદ્યાર્થીઓને પડતી તકલીફો ચર્ચાનો વિષય બની છે. આવામાં એ બાબત નોંધનીય છે કે વિદ્યાર્થીઓને પડતી હાલાકીનું નિરાકરણ લાવવા માટે કેનેડા સરકારે મહત્વનો નિર્ણય લઈને જે ધાડેધાડા પોતાના ત્યાં ભણવા માટે આવતા હતા તેના પર બ્રેક લગાવી છે. આમ છતાં યુવાનોની સમસ્યા વિશે વાત કરીને હેમંત શાહ (મોટાભાઈ) જણાવે છે કે, પાછલા પાંચ-છ વર્ષથી જે વિદ્યાર્થીઓ કેનેડા ગયા છે તેમને જ શા માટે તકલીફો પડી રહી છે આ પાછળનું કારણ શું? આ કારણ સમજવાની જરુર છે.

વધુમાં એક્સપર્ટ કહે છે કે, આજે પણ જે યુવાનો ભણવા માટે આવે છે કે પછી જેમનો ધ્યેય કેનેડામાં ઉચ્ચ અભ્યાસ કરીને અહીં જ આગળ વધવાનો છે અને હોમવર્ક કરીને કેનેડા આવી રહ્યા છે તેઓ તકલીફોમાં ઘટાડો કરી શકે છે. હવે જે યુવાનો કંઈક પણ કરીને કેનેડામાં આવવા માગે છે અને ફી માટેની વ્યવસ્થા કરીને કોઈ પણ કોર્સમાં કે કૉલેજમાં એડમિશન લઈને આગળ વધી રહ્યા છે તેઓ પોતાના જ પગ પર કૂહાડી મારવા જેવી સ્થિતિ ઉભી કરી રહ્યા છે.

તેઓ કહે છે કે, અગાઉ જે યુવાનો કેનેડા ગયા તેમણે અંગ્રેજી શીખવાની સાથે કયા કોર્સની ડિમાન્ડ છે, ક્યાં તેમને સારી તક મળી શકે છે તેની ગણતરી કરીને પ્લાન બનાવતા હતા. જે દેશની માતૃભાષા અંગ્રેજી હોય ત્યાં જઈને અંગ્રેજીમાં ફાંફા પડતા હોય તે કઈ રીતે ચાલી શકે? હવે જે યુવાનો સારું અંગ્રેજી લખતા, વાંચતા અને બોલવાનું જાણે છે અને ડિગ્રી છે તેમને સારી કંપનીઓમાં તક મળી શકે છે.

જેમની પાસે અંગ્રેજીનું પૂરતું જ્ઞાન, પ્રોફેશનલ સ્કીલ નથી તેમને કેનેડામાં સેટલ થવામાં મુશ્કેલી પડી રહી છે, મોંઘવારીનો પ્રશ્ન છે તે સૌ કોઈને નડી રહ્યો છે પરંતુ જેમની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી તેમને સૌથી પહેલા કેનેડા છોડવાનો વિચાર આવે તે સ્વાભાવિક છે. માટે કેનેડા હોય કે અમેરિકા કોઈ પણ દેશમાં સેટ થવું હોય તો ત્યાનું કલ્ચર, ભાષા અને સ્કીલ ડેવલપ કરવી જરુરી છે, જે તમને બીજા દેશમાં ડૂબતા બચાવી શકે છે.

(વાચક જોગ : અમને હાલમાં એક ધ્વનિ ના વાચક દ્વારા એક સુંદર લેખ મોકલ્યો છે જ તેમણે ગુજરાતી સમાચારમાં ક્યાંક વાંચ્યો હતો અને અમને તે આ લેખને ધ્વનિ માં પબ્લિશ કરવા નમ્ર વિનંતી કરી હતી. આપને આ જરૂરી માહિતી પ્રદ લેખ ધ્ જરૂર ગમશે આ લેખ “છેલ્લાં વર્ષોમાં કેનેડા ગયેલા વ્યક્તિઓને જ કેમ મુશ્કેલી પડી રહી છે પરંતુ કેમ?)

#india #canada #indian-student #canada-education #economy #canada-pm

Next Post

બ્રાન્ટફોર્ડ ગુજરાતી વોલીબોલ ક્લબ ટુર્નામેન્ટ: ખેલદિલી અને કોમ્યુનિટી સ્પિરિટની અનોખી ઉજવણી

Fri Mar 29 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 બ્રાન્ટફોર્ડ ગુજરાતી વોલીબોલ ગ્રૂપે તાજેતરમાં 16 માર્ચ, 2024 ના રોજ ઓપન રિક્રિએશનલ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. આ ટુર્નામેન્ટ મિહિર જોશી ના  નેતૃત્વ હેઠળ,  બ્રાન્ટફોર્ડ ગુજરાતી વોલીબોલ ક્લબ દ્વારા આયોજિત હતી,  જે બ્રાન્ટફોર્ડની બ્રાન્ટલાઈન કોમ્યુનિટી સ્કૂલ ખાતે યોજાઈ હતી અને તેમાં  […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share