
Dhwani : Written By Columnist Firoz Khan
હાલમાંજ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ કે જેમાં હજારો લોકોને ક્રૂર ઇઝરાયેલ અને અમેરિકાએ મારી નાંખ્યા. હજારો માસૂમોને આજીવન અપંગ બનાવી દીધા. યુરોપ, અમેરિકા અને ભારત સહીત અન્ય દેશોએ માનવતા વિરુદ્ધ આ તમાશો જોયો. ભારતે તો ઇઝરાયેલ તરફથી લડવા માટે પોતાના નાગરિકોને પણ ત્યાં મોકલ્યાં. આ બધું તો સમજાય એવું છે. પરંતુ વિશ્વમાં લાખો મુસ્લિમો અને અન્યોને એક વાત નહીં સમજાઈ અને તે એ છે કે આરબ દેશો કે જે ‘ઇસ્લામિક દેશો’ તરીકે ઓળખાય છે તેઓ પણ પેલેસ્ટીનના સમર્થનમાં ના ઊતર્યા. આ કૈં પહેલી વખત નથી થયું. અને ભવિષ્યમાં પણ આ લોકોની ભૂમિકા આવીજ રહેશે. આરબ દેશો પેલેસ્ટાઇનના પડખે કેમ ના ઉભા રહ્યા એનું કારણ તપાસીએ.
૧૯૭૫ માં સાઉદીના તે સમયના રાજા ફેંસલનું મર્ડર કરવામાં આવેલું. શા માટે? કારણ હતું એમણે તેલ ડોલર શિવાયની અન્ય કરન્સીમાં વેચવાની શરૂઆત કરેલી.
અમેરિકામાં એક પ્રાઇવેટ બેન્ક છે જેનું નામ ફેડરલ બેંક છે. આપણા ભારતની રિઝર્વ બેન્ક જેવી. આ બેન્કને ચલાવનારા પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે ઉચ્ચ સરકારી અધિકારીઓ નથી ચલાવતા. અમુક ખુબજ શક્તિશાળી બેન્કરો એનું સંચાલન કરે છે. ભારતની રિઝર્વ બેન્કની જેમ અમેરિકાની આ બેન્ક ડોલર છાપે છે. એટલુંજ નહીં વિશ્વના અનેક દેશોને પોતાની શરતો પર કરજો આપે છે. શું છે એની શરતો?
આંતરરાષ્ટ્રીય વેપાર ફક્ત ડોલરમાં કરવો. બીજી કોઈ કરન્સીમાં વેપાર કર્યો તો અનેક પ્રકારના પ્રતિબંધો લગાડવાથી લઈને ટેરિફ ઠોકવા જેવા પગલાં લેવા. અમેરિકાનો પ્રેસિડન્ટ ગમે તે હોય તેણે પણ આ બેન્કની શરતો મુજબ વર્તવું પડે. ભારત પર હાલમાંજ લગાવેલ ટેરિફના અન્ય કારણોમાં એક કારણ એ પણ હતું કે ‘બ્રિક્સ’ નાના સંગઠને પોતાની અલગ કરન્સી રાખવાનું નક્કી કરેલું. બારાત બ્રિક્સ સંગઠનના સ્થાપક દેશોમાંનું એક છે.
દરેક દેશને વેપાર કરવા માટે ડોલરની જરૂરત પડે છે. આ બેન્ક અનેક શરતો સાથે આવા દેશોને કર્જ પેઠે વ્યાજ સાથે લોન આપે છે. બદલામાં આ બેન્ક એ દેશોની અસ્ક્યામતો જેમ કે જમીન, તેલ, ખનીજ, એમના આદેશોનું પાલન કરવું અને મોંઉન ધારણ કરવું.
સાઉદી અરબીયાનો ૮૦ ટકાથી વધુ કરજો પશ્ચિમના દેશોની બેંકોએ આપેલો છે. જે શરતોએ કરજો આપ્યો છે એમાં પહેલી શરત પેલેસ્ટાઇનને સપોર્ટ નહીં કરવાની છે. જો આ સાઉદીએ અને અન્ય ખાડી દેશોએ આ શરત તોડી તો એ દેશોમાંથી અન્ન, દવાઓ ગાયબ થઇ જશે. વિશ્વનો કોઈ દેશ એમને એમની જરૂરતની બધી વસ્તુઓ સપ્લાય નહીં કરે. પોતે લાદેલી શરતોનું સન્માન ના કરનાર દેશોમાં ભૂખમરો ફેલાવે છે. ઈરાન આનો જ્વલંત ઉદાહરણ છે.
ભારત, બ્રાઝીલ ચીન, રશિયા અને સાઉથ આફ્રિકાએ મળીને ‘બ્રિક્સ’ નામક સંગઠન બનાવેલું છે. અમુક દિવસો પૂર્વે આ સંગઠનના એક સંમેલનમાં પોતાની કરન્સી છાપવાનો અને એમાં વેપાર કરવાનો નિર્ણય લીધેલો. ટ્રમ્પએ ભારતની નાક દબાવી અને મોદી સાહેબે જાહેર કર્યું કે ભારત ડોલરમાંજ વેપાર કરશે.
૧૯૭૦ માં અમેરિકાના દબાવમાં સાઉદીએ કરાર કર્યાં અને નક્કી કર્યું કે તે તેલ ડોલરમાંજ વેચશે. આનેજ વિશ્વમાં ‘પેટ્રો-ડોલર’ સિસ્ટમ કહેવાઈ જે આજે પણ પ્રચલિત છે. આ કરાર અનુસાર અમેરિકા સાઉદીના રાજાની સલામતીની ગેરંટી લેશે. જેટલાં તેલ ઉત્પાદન કરતાં મુસ્લિમ દેશો છે તે બધાં ફક્ત ડોલરમાંજ તેલનો વેપાર કરશે. અને કરે છે. ઇરાકના સદ્દામ હુસૈન અને લીબિયાના ગદ્દાફીએ વિરોધ કર્યો. પોતાના દેશની કરન્સીમાં તેલનો વેપાર કરવાનું નક્કી કર્યું. એ બંનેના અમેરિકાએ શા હાલ કર્યા એ એ આપણે જાણીએ છીએ.
અમેરિકા ડોલર છાપે છે. અને પોતાની આજીવિકા કમાવવા આ દેશોના લોકો કાલી મજૂરી કરે છે.
તો જયારે લોકો સવાલ પૂછે છે કે આરબ દેશો પેલેસ્ટાઇનેની પડખે કેમ નથી ઉભા રહેતા? પેલેસ્ટાઇનીઓને સહાયતા કેમ નથી કરતાં તો એના જવાબો છે કે આ દેશો સ્વતંત્ર નથી. અમેરિકાના ગુલામ છે. એમને સારી રીતે ખબર છે કે અમે અમરિકા સામે માથું ઉંચકીશું તો એક દિવસ પણ સત્તામાં નહીં રહીએ. બલ્કે અમેરિકા અમારી હાલત સદ્દામ અને ગદ્દાફી જેવી કરશે. ગુલામીની જંજીરોમાં જકડાએલાં આ ‘આઝાદ’ રાજાઓ પાસેથી અપેક્ષા રાખવી બેકાર છે.

ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી મોંઘા ભાવે યુરોપના દેશોને વેચે છે એ બહાના હેટળ ટ્રમ્પએ ભારત પર ૫૦ ટકા ટેરિફ ઝીંકી. આના કારણે ભારતના અનેક ઉદ્યોગો જેમ કે કાપડ, જ્વેલરી, હીરા ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ વિગેરેમાં લાખો કરોડ બેરોજગાર બનશે. આને અંગ્રેજીમાં ‘આર્મ ટ્વિસ્ટિંગ’ કહેવાય અને સાદી ભાષામાં કહીએ તો દાદાગીરી કહેવાય. ભારતે આયાતી કપાસ પર ટેરિફ શૂન્ય કરી નાખી. આના કારણે ખેડૂતોનું મરણ થશે. વધુ ખેડૂતો આત્મહત્યા કરશે.
સત્ય એ છે કે આ આરબ દેશો પેલેસ્ટાઇને બચાવી નથી સકતા કારણ તેઓ પોતે અમેરિકાના કહેરથી ગભરાય છે. એક બીજું સત્ય છે કે આ તેલ ઉત્પાદન કરનારા લગભગ બધાં આરબ દેશોના અબજો ડોલર અને સોનુ અમેરિકાની બેંકોમાં છે. આ દેશોના સત્તાધીશોની અસ્ક્યામતો અમેરિકા અને પશ્ચિમના દેશોમાં છે. જો આ લોકો અમેરિકા સામે માથું ઊંચકે તો અમેરિકા એ બધાંને ઘડીના છટ્ટા ભાગમાં ભિખારી બનાવી દે. તદુપરાંત આ બધાં રાજા અય્યાશી છે અને અમેરિકા એમની અય્યાશીનું ધ્યાન રાખે છે. જ્યાં સુધી આરબ દેશો પોતાની જાહોજલાલી ટકાવવા અમેરિકાની ગુલામી કરતાં રહેશે ત્યાં સુધી પેલેસ્ટાઇનનો અલ્લાહ બેલી છે.
એક વાત ચોક્કસ છે કે જે દેશો અમેરિકાના આદેશ નથી માનતા અમેરિકા એ દેશોના શાસકોને ઉથલાવી નાખે છે જેને અંગ્રેજીમાં ‘રીજીમ ચેન્જ’ કહેવાય છે મતલબ કે સત્તા પલટો. આ માટે અમેરિકા જે તે દેશની પ્રજા દ્વારા શાસકો વિરુદ્ધ આંદોલનો કરાવે છે.
(નોટે: આ લેખમાં વ્યક્ત વિચારો લેખકના પોતાના છે. એ માટે અન્ય કોઈ પણ જવાબદાર નથી.)




