વોટરલૂ પ્રદેશઃ વોટરલૂ પબ્લિક હેલ્થ ક્લિનિક્સ ખાતે વેક્સિન એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ બની છે.
વેક્સિન અંગે ઇન્ફેક્સિયસ ડિસીઝના ડાયરેક્ટર અને ચીફ નર્સીંગ ઓફિસર ડેવિડ ઓકી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જમને પબ્લિક હેલ્થ તરફથી નોટિસ મળી હોય કે તેમના બાળકને વેક્સિનની આવશ્યકતા છે અને તેમના વેક્સિનના રેકોર્ડ્સ અપડેટેડ નથી, તો તેઓ કેચ-અપ ક્લિનિક્સમાંથી કોઈ એક પર એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે,” તેમણે ઉમેર્યું હતું કે, “અમે વિદ્યાર્થીઓને શાળામાં રહેવા માટે જરૂરી વેક્સિન મેળવવામાં મદદ કરવા માટે અમારી ક્લિનિક ક્ષમતાનો વિસ્તાર કર્યો છે. એપોઇન્ટમેન્ટ હાલમાં બે સ્થળોએ ઉપલબ્ધ છે – વોટરલૂમાં 99 રેજીના અને કેમ્બ્રિજમાં 30 ક્રિસ્ટોફર. જ્યારે આ એપોઇન્ટમેન્ટ્સ હજુ પણ ઉપલબ્ધ હોવાથી તાત્કાલિક તે બુક કરવી જોઇએ.”
- વેક્સિન એપોઇન્ટમેન્ટ બુક કરો
- પબ્લિક હેલ્થને તમારા બાળકનિ વેક્સિન અંગે માહિતી આપો
પબ્લિક હેલ્થ ક્લિનિક્સમાં જેમને નિયમિત વેક્સિનની આવશ્યકતા હોય તેવા કોઈપણ વિદ્યાર્થી માટે એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ છે. વેક્સિનની ઉપલબ્ધતા માટે પરિવારો તેમના હેલ્થ કેર પ્રોવાઈડર વૉક-ઇન ક્લિનિકનો પણ સંપર્ક કરી શકે છે.
જો બાળકની વેક્સિન હેલ્થ કેર પ્રોવાઈડર પાસેથી પ્રાપ્ત થઈ હોય તો પબ્લિક હેલ્થને તેમની વેક્સિન અંગે જાણ કરવાની જવાબદારી તેમના વાલી-પેરેન્ટ્સની રહે છે. આ પ્રક્રિયા ઓનલાઈન કરવી સરળ છે. તમારે ફક્ત તમારા હેલ્થ કેર પ્રોવાઈડર પાસેથી તેમના વેક્સિનેશન રેકોર્ડની નકલ અને તમારા બાળકના આરોગ્ય કાર્ડ નંબરની જરૂર છે (જો લાગુ પડતું હોય તો). કેવી રીતે જાણ કરવી તેની સૂચનાઓ માટે આ વિડિયો જોઇ શકો છો.
વેક્સિનેશન બાળકોનું રક્ષણ કરે છે અને ગંભીર અને અટકાવી શકાય તેવી બીમારીનો ફેલાવો રોકીને શાળાઓને આરોગ્યની દ્રષ્ટિએ સુરક્ષિત રાખી શકે છે. ઉલ્લેખનીય છે કે, જે બાળકોને વેક્સિન આપવામાં આવી નથી તેઓને ચેપ લાગવાનું અને અન્ય લોકોને રોગો ફેલાવવાનું જોખમ વધી જાય છે.
પ્રાથમિક શાળા સસ્પેન્શનની તારીખ 27 માર્ચ, 2024 છે. માધ્યમિક શાળા સસ્પેન્શનની તારીખ 1 મે, 2024 છે. જે વિદ્યાર્થીઓ પાસે અપડેટેડ રેકોર્ડ્સ અને/અથવા વેક્સિન નથી તેઓના રેકોર્ડ અપ ટુ ડેટ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવશે.
Immunization of School Pupils Act (ISPA) માટે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે આ વેક્સિનકરણનો પુરાવો અથવા જાહેર આરોગ્ય સાથેની ફાઇલ પર માન્ય પરવાનગી(exemption) હોવી જરૂરી છે.
#Vaccine #Appointment #Students #Waterloo #school #suspension