અંડર-19 વર્લ્ડકપ: ભારત નવમી વાર ફાઇનલમાં રમશે

ભારતીય યુવા ક્રિકેટ ટીમ ફરી કમાલ કરવાની તૈયારી કરી રહી છે. બ્લૂ બ્રિગેડ અત્યાર સુધી અંડર-19 વર્લ્ડકપમાં અપરાજિત રહી છે. અંડર-19 વર્લ્ડકપની ફાઈનલમાં તેણે જગ્યા બનાવી લીધી છે. અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમ નવમી અને સતત પાંચમીવાર વર્લ્ડકપના ફાઇનલમાં પહોંચી છે.

ઉદય સહારનની કૅપ્ટન્સીમાં ભારત છઠ્ઠું ટાઈટલ જીતવાનો પ્રયત્ન કરશે. ફાઇનલમાં ભારતની ટક્કર ઑસ્ટ્રેલિયા અથવા પાકિસ્તાન સાથે થશે. બીજી સેમિફાઇનલ 8 ફેબ્રુઆરીએ રમાશે. વર્તમાન ચૅમ્પિયન ભારતે ટુર્નામેન્ટમાં સતત છ જીત સાથે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમના દબદબાનો અંદાજો એ જ વાતથી લગાવી શકાય છે કે ત્રણ મૅચ તો તેમણે 200 રનથી વધુ અંતરથી જીત્યા છે.

પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 32 રન થયા ત્યાં સુધીમાં ચાર વિકેટ પડી ગઈ હતી. પરંતુ ત્યાર બાદ શાનદાર ફૉર્મમાં ચાલી રહેલા સચિન ધાસે કેપ્ટન ઉદય સહારન સાથે 171 રનની ભાગીદારી કરી હતી. જે અંડર-19 વર્લ્ડકપમાં પાંચમી વિકેટ માટે આ નોંધાયેલી સૌથી મોટી ભાગીદારી છે. સચીને 95 બૉલમાં 96 રન બનાવ્યા હતા જ્યારે ઉદયે 124 બૉલમાં 81 રન બનાવ્યા હતા. તેમણે સાત બૉલ બાકી હતા ત્યાં જ ભારતને બે વિકેટે એક પડકારજનક જીત અપાવી હતી.

ઉદય સહારન (100) અને સચીન ધાસે (116) પણ નેપાળ સામે સુપર સિક્સમાં સદી ફટકારી હતી. તે દિવસે 19 વર્ષીય સચીનના પિતાનો જન્મદિવસ પણ હતો.  ઉદય સહારન રાજસ્થાનના ગંગાનગરના છે પરંતુ તેઓ પંજાબ તરફથી રમે છે. મિડલ ઑર્ડરના આ બૅટ્સમેને ચૅલેન્જર્સ ટ્રોફી માટે ઈન્ડિયા-બીની કૅપ્ટન્સી કરી હતી.પાંચ મૅચોમાં 297 રન બનાવીને તેમણે અંડર-19ની કૅપ્ટન્સી મેળવી હતી. સદી ફટકાર્યા બાદ તેઓ ન્યૂઝીલૅન્ડના યુએફસી ફાઈટર ઈસરાઈલ અદેસાન્યાની સ્ટાઈલમાં ઉજવણી કરે છે. આઈસીસીએ ઇન્સ્ટાગ્રામ પર ઉદયનો ઉજવણી કરતો એક વીડિયો પણ શેર કર્યો હતો. અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાન સામે તેમણે 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ફાઇનલમાં તેઓ આનું પુનરાવર્તન કરવા ઈચ્છશે.

ઉદય સહારન, મુશીર ખાન (સરફરાઝનો ભાઈ) અને સચિન ધાસ આ અંડર-19 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારાઓમાં પહેલા ત્રણ સ્થાન પર છે. બૉલરોમાં સ્લૉ લેફ્ટ આર્મ ઑર્થોડોક્સ સૌમ્ય પાંડે 17 વિકેટ સાથે બીજા સ્થાને છે.

ભારત આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની સૌથી સફળ ટીમ છે. ગત વખતે ભારતે ટુર્નામેન્ટની ફાઇનલમાં ઇંગ્લૅન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું.ભારતીય ટીમ વર્ષ 2000, 2008, 2012, 2018 અને 2022માં ચૅમ્પિયન રહી છે. બાંગ્લાદેશ 2020માં ભારતને હરાવીને ચૅમ્પિયન બન્યું હતું. પ્રિયમ ગર્ગ કેપ્ટન હતા જ્યારે યશસ્વી જયસ્વાલ, રવિ બિશ્નોઈ અને તિલક વર્મા ટીમના સભ્યો હતા.

આમ, અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ પણ ફરી ભારત જીતે તે માટે તેને હોટફેવરીય માનવામાં આવી રહ્યું છે.

#INDIA #SA #PAKISTAN #AUSTRELIYA #under-19-worlcup #cricket

Next Post

ગુજરાતનાં 9218 શિક્ષકને કુલ એક કરોડનો દંડ

Wed Feb 7 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ગુજરાતમાં વિધાનસભાનુ સત્ર ચાલી રહ્યું છે જેમાં કેટલાક મહત્વના પ્રશ્નોના ગુજરાત સરકારના મંત્રીઓએ જવાબ આપ્યા હતા. જેની વિગતો જાણીએ ભારોભાર આશ્ચર્ય થાય… વાંચો આવી જ એક વિગત……….. ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષાની ઉત્તરવહીના સરવાળામાં ભૂલ કરવા બદલ છેલ્લા બે […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share