સમુદ્રમાં સ્કૂબા ડાઈવિંગ કરી ભારતના PM મોદી એ દ્વારકાના દર્શન કર્યાં

દ્વારકામાં હજારો વર્ષ પહેલા ડૂબેલી પ્રાચીન દ્વારકા નગરીના દર્શન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી તેમને શ્રદ્ધાસૂમન અર્પણ કર્યા હતા. જેમ લક્ષ્યદ્વીપમાં મોદીએ સ્કૂબા ડાઈવીંગ કર્યું હતું તેવી જ રીતે દ્વારકામં પણ સ્કૂબા ડાઈંવીગ કરી સમદ્રમાં સમાયેલી પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કર્યા હતા. આ સાથે તમણે ત્યાં ભગવાન કૃષ્ણને પ્રિય એવા મોરપીંછ પણ અર્પણ કર્યા હતા.

ભારતના  પ્રધાનમંત્રીએ 2.23 કિમી લાંબા કેબલ સ્ટ્રેડેટ બ્રીજ સુદર્શન સેતુને જનસમર્પિત કરવા સાથે વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેની સાથે સાથે તેમણે એવું એક કામ કર્યું છે તે થોડા દિવસો પહેલા લક્ષ્યદ્વીપમાં કરી ચૂક્યાં હતા.

પ્રધાનમંત્રી મોદીએ આજે ડૂબેલી દ્વારકા નગરીને શ્રદ્ધાજંલિ આપી હતી. આ માટે પીએમ મોદી અરબી સમુદ્રમાં બરાબર એ ઠેકાણે ઊંડા પાણીમાં ઉતર્યા હતા જે ઠેકાણે દ્વારકા નગરી ડૂબી હોવાનું કહેવાય છે. પીએમ મોદીએ સ્કૂબા ડાઈવિંગ કરીને ઊંડા પાણીમાં ઉતર્યાં હતા અને કૃષ્ણ કન્હૈયાને મોરપીંછ અર્પણ કર્યાં હતા. ઉલ્લેખનીય છે કે કૃષ્ણ કન્હૈયાને મોરપીંછ ખૂબ પ્રિય હતા અને ભગવાનની ભક્તિ તરીકે ભક્તો તેમને મોરપીંછ અર્પણ કરે છે.

પ્રધાનમંત્રી મોદીએ દ્વારકાના દરિયામાં જ્યાં સોનાની દ્વારકા નગરી ડૂબી હોવાનું કહેવાય છે ત્યાં પૂજા અર્ચના કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા. પીએમ મોદીએ કહ્યું, ‘હું ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાધામને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશના રૂપમાં બિરાજમાન છે. અહીં જે પણ થાય છે તે દ્વારકાધીશની મરજીથી જ થાય છે. મેં દરિયામાં ઊંડે સુધી જઈને પ્રાચીન દ્વારકાજીને જોયા. પુરાતત્ત્વવિદોએ સમુદ્રમાં તે દ્વારકા વિશે ઘણું લખ્યું છે. કહેવાય છે કે ભગવાન વિશ્વકર્માએ પોતે આ દ્વારકાનગરીનું નિર્માણ કર્યું હતું. આજે મારું હૃદય અહોભાવથી ભરાઈ ગયું છે. હું અભિભૂત થઈ ગયો છું. દાયકાઓથી જે સપનું સેવવામાં આવ્યું છે અને આજે તે પવિત્ર ભૂમિને સ્પર્શ કરીને પૂર્ણ કરવામાં આવ્યું છે.

લોકકથા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકા નગરીની સ્થાપના કરવા માટે સમુદ્રમાંથી એક સ્થળ માંગ્યું હતું. ભગવાનની આ વિનંતીથી દરિયા દેવએ એક સ્થળ તેમને સમર્પિત કર્યું. આ પછી ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્રમાંથી નીકળેલા સ્થાન પર દ્વારકા શહેરનું નિર્માણ કર્યું. કહેવાય છે કે આખી નગરી સોનાની બનેલી હતી.

મહાભારતના યુદ્ધ પછી ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકા પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે પરિવારના સભ્યો સંપત્તિ માટે અંદરોઅંદર લડી રહ્યાં છે અને તેમનામાં નફરત પણ વધી રહી છે ઘણું સમજાવવા છતાં પણ સફળ ન થતાં કન્હૈયા ખુબ દુખી દુખી રહેવા લાગ્યાં આ પછી ભગવાન શ્રીકૃષ્ણ ખબર પડી હતી કે પોતે હવે સદેહે રજા લઈ જોઈએ અને વૈકુઠવાસમાં પાછા જવું જોઈએ. આ શુભ ઘડી પણ એક દિવસ આવી.

એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ પાસે ભાલકાની નદી કિનારે બેસીને વાંસળી વગાડી રહ્યા હતા ત્યારે એક પારધીએ હરણ સમજીને તેમને તીર માર્યું હતું જે તેમના પગે વાગ્યું હતું. તીર ઝેરવાળું હોવાથી ભગવાનના આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું હતું અને તેમને ખબર પડી કે તેમનો અંતકાળ હવે નજીકમાં છે. જોકે ભગવાને પોતે જ આ સ્થિતિ નિર્મિત કરી હોવાનું પણ કહેવાય છે. પોતાનો અંત નજીક જાણીને ભગવાને દરિયા દેવને તેમની જગ્યા પરત લેવા વિનંતી કરી. આના થોડા સમય બાદ તેમનું અવસાન થયું. જ્યારે ભગવાન હરિ તેમના માનવ અવતાર પૂર્ણ કર્યા પછી ક્ષીર સાગરમાં પાછા ફર્યા, ત્યારે સમુદ્ર દેવે વિસ્તાર કર્યો અને સમગ્ર દ્વારકા શહેરને પોતાના આલિંગનમાં લીધું (ગુજરાતની દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ). આ સાથે સોનાથી બનેલી દ્વારકા નગરી કાયમ માટે દરિયામાં ડૂબી ગઈ હતી.

#PM-Modi #Dwarka #SUDARSHAN-SETU #lord-shree-krishna #scuba-diving

Next Post

અશ્વિનની ઘરઆંગણે સૌથી વધુ વિકેટઃ કુંબલેને પાછળ છોડ્યો

Sun Feb 25 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઘરઆંગણે 351 વિકેટ લઇને ઈતિહાસ સર્જ્યો હતો. અશ્વિને ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં બે બોલમાં બેન ડકેટ અને ઓલી પોપને આઉટ કરતાની સાથે જ ભારતમાં […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share