રકુલ પ્રીત સિંહની બ્રાઇડલ એન્ટ્રીનો વિડીયો સોશિયલ મિડીયામાં થયો વાઇરલ

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની શાનદાર રીતે ગોવામાં લગ્ન કર્યા. આ લગ્નમાં અનેક સેલેબ્સે હાજરી આપી હતી. આ લગ્નનાં કેટલાક વિડીયો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહ્યાં છે. જેમાં સૌથી વધુ પસંદ કરાઈ રહ્યો છે રકુલ પ્રીત સિંહની બ્રાઇડલ એન્ટ્રીનો વિડીયો. જે એક મહેમાને ઉતાર્યો હતો અને સોશિયલ મિડીયામાં વાઈરલ થયો હતો.

એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે 21 ફેબ્રુઆરીના રોજ ગોવામાં લોન્ગટાઇમ બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે લગ્નના બંધનમાં બંધાઇ. લગ્નના અનેક વિડીયો અને તસવીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે. વિડીયો શેર કરતા લખ્યુ છે કે કેટલા ખૂબસુરત લગ્ન છે. જ્યારે બીજા એક વિડીયોમાં એક્ટ્રેસ પેસ્ટલ બ્રાઇડલ લહેંગામાં એન્ટ્રી કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસના ફેસ પરની ખુશી કંઇક અલગ જ જોવા મળી રહી છે. લગ્નમાં એક મહેમાને દુલ્હન રકુલ પ્રીત સિહંની એન્ટ્રીનો એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

લગ્નમાં કપલની ડ્રેસિંગની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહે આછા ગુલાબી રંગના લહેંગામાં રાજકુમારી જેવી લાગી રહી હતી, જ્યારે જેકી ભગનાની સફેદ શેરવાનીમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ પંજાબી અને સિંધી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નમાં ફિલ્મી દુનિયાના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી.

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગભગ 2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ગોવામાં આઇટીસી ગ્રાન્ડ સાઉથ ખાતે આ કપલે લગ્ન કર્યા હતા. તમે ટૂંક સમયમાં રકુલને ફિલ્મ ‘ઇન્ડિયન 2’માં જોશો, જ્યારે જેકી ભગનાની તેના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે, જે આ વર્ષે ઈદ પર રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે આ લગ્નમાં શાહિદ કપૂર, મીરા રાજપૂત, શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા, અનન્યા પાંડે, આદિત્ય રોય કપૂર, રિતેશ દેશમુખ, જેનેલિયા, આયુષ્માન ખુરાના, તાહિરા કશ્યપ, ભૂમિ, સમીક્ષા પેડનેકરે અને ઇશા દેઓલે હાજરી આપી હતી.

#bollywood #rakul-prit-shinh #shahid-kapoor #shilp-shetty

Next Post

ચકચારી ડિંગુચા કેસના આરોપી હર્ષ પટેલની અમેરિકામાં ધરપકડ

Sat Feb 24 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 શિકાગો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં ચકચાર મચાવનાર ડિંગુચા કેસના આરોપી હર્ષ પટેલની અમેરિકામાં ધરપકડ થતાં ગેરકાયદે રીતે અમેરિકામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને ઘૂસણખોરી કરાવનારા નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર અમેરિકાની પોલીસે શિકાગોના […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share