જપ્ત કરાયેલ નશીલા પદાર્થો તેમજ હથિયારો ની બજાર કિંમત અંદાજિત $3.25 મિલિયન
તપાસકર્તાઓએ જીટીએ અને નાયગ્રા રિજિયનમાં 17 સર્ચ વોરંટનો અમલ કરાયો. સીમાની બન્ને પારથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો પ્રાંતીય પોલીસે જણાવ્યું છે કે યુ.એસ. હોમલેન્ડ સુરક્ષા સાથે એક ક્રોસ-બોર્ડર તપાસમાં લગભગ હજારો સેંકડો બંદૂકોનો જથ્થો જપ્ત કરાયો હતો સેંકડોની સામે આરોપો દાખલ કરવામાં આવ્યાં હતા.
ઓન્ટારિયો પ્રાંતીય પોલીસ (OPP) દ્વારા ગુરૂવારે સવારે પ્રોજેક્ટ SAXOMની સફળતા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તેને સીમાની બન્ને તરફથી ૨૭૪ ગેરકાયદે બંદૂકોનો જથ્થો મળી આવ્યો હતો.
ઓપીપી કમિશનર થોમસ કેર્રિક કહે છે: “આ ગેરકાનૂની બંદૂકો હિંસાત્મક અપરાધોમાં વપરાય છે,” “જેમ કે લૂટમાર, કારજેકિંગ, ઘર પર હમલા, ડરાવાનો ધંધો, ઉત્પીડન અને હત્યાઓના ગુનાઓમાં તેનો ઉપોયગ થાય છે..”
ઓપીપીએ એમ પણ કહ્યું છે કે જીટીએમાં જ્યારે બે લોકો હથિયારોની દાણચોરીનો પ્રયાસ કરી રહેલા જણાયા તે પછી તપાસમાં પ્રાથમિક વેપન્સ એનફોર્સમેન્ટ યુનિટ (PWEU) અને યુ.એસ. હોમલેન્ડ સુરક્ષા દ્વારા સંયુકત રીતે તપાસ શરૂ કરવામાં આવી હતી.
ઓપીપીની પ્રેસ યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રોજેક્ટ સેક્સોકોમનો પારંપરિક ઉપયોગ એ સમયે થાય છે કે જ્યારે કોઇ વ્યક્તિગત, ઘૂસણખોરો જુથ વગેરે. જીટીએમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી કરી રહ્યાં હોય. તપાસમાં પ્રગતિ થઇ છે અને વધુ પાંચ સંભવિત લોકોને ઓળખી લેવામાં આવ્યાં છે.
ગૈરકાનૂની બંદૂકોની જપ્તીમાં, ઓન્ટારિયોમાં ૧૦૦ થી વધુ બંદૂકો મળી આવી હતી અને તેના પગલે પ્રોવિન્સના ઇતિહાસમાં સૌથી મોટા હથિયારકાંડનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં ૮૮ ગૈરકાનૂની હેન્ડગન્સ, ૧૮ લોંગ ગન્સ, ૧૧૮ પ્રતિબંધિત ઉપકરણો , જેમાં સાયલન્સરનો સમાવેશ થાય છે. , ૨૦ બ્રાસ નુકલ્સ,, ૨૨ પ્રતિબંધિત છરીઓ, ૭૪ પ્રતિબંધિત હથિયારોના મેગેઝીન અને અંદાજે 1700 રાભુન્ડ ગોળીબાર થાય એટલો દારૂગોળો મળી આવ્યો હતો.
યુ.એસ.માં, પ્રોજેક્ટ ડ્યુઅલ નામની અલગ તપાસમાં, ૧૬૮ ગેરકાયદે બંદૂકોનો જથ્થો ઓન્ટારિયો પહોંચે તે પહેલા ઝડપી લેવામાં આવ્યો હતો. ઓન્ટારિયોમાં તપાસ દરમ્યાન પ્રતિબંધિત નશીલી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં લગભગ ૨૩ કિલોગ્રામ મેથામ્ફેટામીન, ૧ કિલોગ્રામ ઉચ્ચ-ક્ષમતા ફેન્ટાનિલ, જેમાંથી શેરીઓમાં વેચાતા ૬૦,૦૦૦ થી ૭૦,૦૦૦ ડોઝ બની શકે , ૬૮૮ શંકાસ્પદ ફેન્ટાનિલ પિલ્સ, ૧.૩ કિલોગ્રામ શંકાસ્પદ કોકેઈન, ૧૯૭ ગ્રામ હેરોઈન, ૮૭૭ ઓપિએડ પિલ્સ, ૨૮૦ ગ્રામ પ્સિલોસિબિન, ૪૩૨ ગ્રામ અજ્ઞાત પદાર્થ અને ૨૦ અજ્ઞાત ઔષધીય પિલ્સનો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું છે કે ઓન્ટારિયોમાં ગૈરકાનૂની બંદૂકો અને દ્રવ્યોની શેરી વેચાણ કિંમત લગભગ ૩.૨૫ મિલિયન ડોલર છે. ઓન્ટારિયોમાં ૧૬ લોકોની આ સંગર્ભમાં ધરપકડ કરવામાં આવી છે. અને 275 આરોપો મૂકવામાં આવ્યાં છે
પોલીસ કહે છે કે સેન્ટ કેથરીન્સનો 35 વર્ષિય એરિક રોબિનસન હજુ વોન્ટેડ છે. પ્રોજેક્ટ SAXOMની તપાસ ચાલુ છે