મિલ્ટન GO ટ્રેન સેવાનું વિસ્તરણ કરતી વખતે મિસિસૌગા લૂપ સાથે અને ડાઉનટાઉન બ્રેમ્પટનમાં હેઝલ મેકકેલિયન લાઇનનો વિસ્તાર કરે છે
મિસિસૌગાઃ મિસિસોગા બોર્ડ ઓફ ટ્રેડમાં પ્રીમિયર ડગ ફોર્ડે મિસિસૌગા લૂપ બનાવીને અને ડાઉનટાઉન બ્રેમ્પટનમાં લાઇન લાવીને હેઝલ મેકકેલિયન લાઇટ રેલ ટ્રાન્ઝિટ (LRT) ને વિસ્તારવાની સરકારની યોજનાની પુષ્ટિ કરી હતી. પ્રીમિયર ફોર્ડે મિલ્ટન લાઇન પર GO ટ્રેન સેવાને દ્વિ-માર્ગી આખા દિવસની સેવા સાથે વધારવા માટે ઓન્ટારિયો સરકારનું સમર્થન હોવાનું પણ જણાવ્યું હતું અને ફેડરલ સરકારને ફૂલ ફંડીંગ પાર્ટનર બનવા વિનંતી કરી હતી.
પ્રીમિયર ડગ ફોર્ડે જણાવ્યું હતું કે, “અમારી સરકાર પીલ અને મિલ્ટન પ્રદેશો સહિત ઉત્તર અમેરિકામાં જાહેર પરિવહનના સૌથી મોટા વિસ્તરણનું નેતૃત્વ કરવા માટે આગામી દાયકામાં $70 બિલિયનથી વધુનું રોકાણ કરી રહી છે. હાઈવે 413 અને બ્રેડફોર્ડ બાયપાસની સાથે અમારી સરકાર પાસે પીલ અને મિલ્ટન પ્રદેશોના લોકો અને અર્થતંત્રને ગતિ આપવાની યોજના છે.”
ઓન્ટારિયોએ હેઝલ મેકકેલિયન LRTના વિસ્તરણ માટે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાથે આગળ વધી રહ્યું છે. LRTમાં બ્રેમ્પટન ગેટવે ટર્મિનલથી મેઇન સ્ટ્રીટ થઈને ડાઉનટાઉન બ્રેમ્પટનમાં ચાર કિલોમીટરનું વિસ્તરણ અને મિસિસૌગામાં લૂપ સાથે બે કિલોમીટરના વિસ્તરણનો સમાવેશ થશે. લૂપ એલઆરટી સેવાને કોન્ફેડરેશન પાર્કવેથી વધારાના સ્ટોપ સાથે સ્ક્વેર વન સાથે જોડશે. LRT કેનેડાના સૌથી ઝડપી વિકસતા શહેરોને હાલની બસ સેવા કરતાં વધુ ઝડપી, વધુ વારંવાર અને વધુ વિશ્વસનીય પરિવહન પુરું પાડશે. જે ઇન્ટરસેક્સન ઉપર સિગ્નલ પ્રાધાન્યતા સાથે વિશિષ્ટ રાઇટ-ઓફ-વેમાં મુસાફરી કરશે.
ઓન્ટારિયો ફેડરલ સરકારને ખર્ચ-વહેંચણીની ભાગીદારી માટે સંમત થવા માટે પણ હાકલ કરી રહ્યું છે, જે સંપૂર્ણ રીતે અલગ પેસેન્જર રેલ લાઇન બનાવીને મિલ્ટન GO રેલ કોરિડોર સાથે આખો દિવસ, દ્વિ-માર્ગી GO રેલ સેવા પ્રદાન કરશે. મિલ્ટન GO રેલ કોરિડોર એ GO નેટવર્ક પર ચોથી સૌથી વ્યસ્ત લાઇન છે અને મિલ્ટન, મિસિસૌગા અને બાકીના ગ્રેટર ગોલ્ડન હોર્સશૂ વચ્ચે મહત્વપૂર્ણ પરિવહન જોડાણ તરીકે સેવા આપે છે. તેથી જ ઓન્ટારિયો પણ ટ્રેન ટ્રિપ્સને પુનઃસ્થાપિત કરવાનું આયોજન કરી રહ્યું છે. નવી ગ્રાહક સુવિધાઓ સાથે સ્ટેશનોને સુધારવાનું આયોજન કરી રહ્યું છે, જેમાં દક્ષિણ પાર્કિંગ લોટનું વિસ્તરણ અને મિલ્ટન GO સ્ટેશન પર પગપાળા બ્રિજ અને ભવિષ્યમાં દ્વિ-માર્ગી તમામ- દિવસની સેવાનો સમાવેશ થાય છે.
પરિવહન મંત્રી પ્રબમીત સરકારિયાએ જણાવ્યું હતું કે, “ઓન્ટારિયોમાં દરેક વ્યક્તિ વિશ્વસનીય પરિવહન વિકલ્પોની ઍક્સેસને પાત્ર છે જે તેમને સારા પગારવાળી નોકરીઓ અને આવાસ સાથે જોડે છે. હેઝલ મેકકેલિયન LRT અને મિલ્ટન GO રેલ કોરિડોરનું વિસ્તરણ અમારા મિશનમાં આગળના આવશ્યક પગલાં છે.”
આગામી દાયકામાં ઓન્ટારિયો, પ્રાંતમાં જાહેર પરિવહનને પરિવર્તિત કરવા માટે $70.5 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે, જે કેનેડિયન ઇતિહાસમાં સૌથી મોટું ટ્રાન્ઝિટ રોકાણ છે.
#Ontario #Transit #Peel #Milton #transport #train #loop