Saturday : 17th/FEB/2023 :
આજે શનિવાર ના રોજ ડાઉનટાઉન વેન્કૂવરમાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાનના ધ્વજ ફરકાવતા પ્રદર્શનકારીઓએ નિજ્જર હત્યાના આઠ મહિના બાદ ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કાપ્યો હતો તદુપરાંત તેને સળગાવવા નું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. ઘણા પ્રદર્શનકારીઓએ પંજાબીમાં, લાઉડ સ્પીકર્સ પર ભારત તથા ભારતીય દૂતવાસ પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
હોવ સ્ટ્રીટ જ્યાં ભારતીય દૂતવાસ છે તે વિસ્તારને વાનકુવર પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી, જેમાં ઓછામાં ઓછા બે ડઝન પોલીસ અધિકારીઓ હતા
કેનેડા ના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ હાઉસ ઓફ કોમન્સમાં હરદીપસિંહ નિજ્જરની હત્યા કેસ ના મામલે ભારત સરકાર નો હાથ હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો જેને ભારતીય સરકારે એકદમ વાહિયાત ગણાવી શખ્તશબ્દો માં વખોડી કાઢ્યો હતો. શીખ સમુદાયના નેતા હરદીપ સિંહ નિજ્જરના પુત્રનું કહેવું છે કે ગયા જૂનમાં બ્રિટિશ કોલંબિયામાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી તે પહેલાંના મહિનાઓમાં તેમના પિતા કેનેડિયન ગુપ્તચર અધિકારીઓ સાથે નિયમિતપણે મળતા હતા.