કલાકારએ પેન્સિલથી બનાવ્યા સ્વાતંત્ર્ય સેનાનીઓના પોટ્રેટ

આઝાદીના અસલી નાયક નામનું ચિત્ર પ્રદર્શન આગામી તારીખ 25 થી 28 ફેબ્રુઆરી, 2024 સુધી અમદાવાદના રવિશંકર રાવલ કલા ભવન, લો ગાર્ડન ખાતે યોજાશે. આઝાદીના અમૃતકાળના વિશેષ કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય વીરોને વિશેષ સ્મરણાંજલિ અર્પવાના હેતુથી પોટ્રેઈટ પેન્સિલ રેખા ચિત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

પૂ. રવિશંકર મહારાજે ગુજરાત રાજ્યને અલગ રાજ્ય તરીકેનો દરજ્જો આપવામાં સિંહ ફાળો આપ્યો હતો. આ સાથે આપણા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનો અને દેશ સેવા પ્રત્યેની લડત થકી આજે આપણે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ. અમૃતકાળના વિશેષ કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય વીરોને વિશેષ સ્મરણાંજલિ અર્પવાના હેતુથી આ પોટ્રેઈટ પેન્સિલ રેખા ચિત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

પૂજ્ય રવિશંકર મહારાજના 140માં જન્મદિન નિમિત્તે અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલ રવિશંકર રાવળ કલાભવન ખાતે આણંદના વતની અશોકભાઈ ખાંટ દ્વારા ચિત્રિત 100 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓના પોટ્રેઈટ પેન્સિલ રેખા ચિત્રોનું ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશેષ પ્રકાશ પાડતા ગૌરવ પુરસ્કાર સન્માનિત કલાકાર અશોક ખાંટ જણાવે છે કે તેમણે કલાકેન્દ્ર કોલેજ ઓફ ફાઈન આર્ટસ, વલ્લભ વિદ્યાનગરમાંથી આર્ટ ટીચર ડિપ્લોમા અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય ખાતે આવેલ જ્ઞાનબાગમાં ઈલેસ્ટ્રેટર કરી જોબ કરી. એ પછી નોકરી છોડી 1889માં પેઈન્ટિંગ ઈન ડિપ્લોમાનો અભ્યાસ કરી ચિત્રકલામાં આગળ વધવાનું નક્કી કર્યું.

અત્યાર સુધીમાં તેમણે 180 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓના પેન્સિલ રેખાંકનો કાગળ પર તૈયાર કરેલ છે. વધુમાં ગુજરાત સરકાર તરફથી તેમને કચ્છના માંડવી ખાતે શ્યામજી કૃષ્ણા વર્મા મેમોરિયલના નિર્માણ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીના તૈલચિત્રો સર્જવાનો અવસર પણ પ્રાપ્ત થયો હતો. જેમાં તેમને અનેક સ્વાતંત્ર્યવીરોનું જીવન અને તેમની ભૂંસાયેલી છબીઓને ઇન્ટરનેટના માધ્યમથી પ્રાપ્ત કરી હતી.

આ સ્વાતંત્ર્ય વીરોની કેટલીક તસવીરો તો સાવ અસ્પષ્ટ અથવા માત્ર ટિકિટ પર જોવા મળે છે. સ્વાતંત્ર્ય વીરોની અસલ ઓળખવાળી છબીઓ કે ચિત્રોનો સાંકેતિક આધાર લઈ તેમણે પૂર્ણ વ્યક્તિત્વ દેખાય એ રીતે રેખાંકનો આલેખ્યા. આ સાથે દરેક સ્વાતંત્ર્ય વીરોના જન્મ કે મૃત્યુ દિન સાથે તેમનો ટૂંકો પરિચય રજૂ કર્યો. આ આઝાદીના અસલી નાયક નામનું ચિત્ર પ્રદર્શન આગામી તારીખ 25 થી 28 ફેબ્રુઆરી, 2024 સુધી રવિશંકર રાવળ કલા ભવન, લો ગાર્ડન ખાતે યોજાશે.

#ahmedabad #painting #pencil-art #ravishanker-raval

Next Post

GPAC ના ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ શાહને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવાનો મોકો મળ્યો

Fri Feb 23 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 GPAC (ગુજરાતી પબ્લિક અફેર કાઉન્સિલ ઓફ કેનેડા)  ના ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ શાહને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને મળવાનો મોકો તેમની ભારત યાત્રા દરમ્યાન મળ્યો હતો.શ્રી રાજેશભાઈ શાહે ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી ને GPAC ની કેનેડા માં સામાજિક પ્રવૃત્તિ વિષે જણાવ્યું […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share