ભારતીય ક્રિકેટર પર મહિલા સાથે દુષ્કર્મ કરવાનો આરોપ

IPL 2024 વચ્ચે ભારતીય ક્રિકેટર પર લાગ્યો કારમાં મહિલા પર દુષ્કર્મ કરવાનો આરોપથી હડકંપ મચ્યો છે. ભારતીય ક્રિકેટર નિખિલ ચૌધરી પર ઓસ્ટ્રેલિયાની મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. બિગ બૈશ લીગના ક્રિકેટ ખેલાડી નિખિલ ચૌધરીએ આ આરોપને નકારી કાઢ્યો છે. 2017માં નિખિલ ચૌધરીએ ભારતમાં પોતાનું ટી-20 અને વનડે ડેબ્યુ કર્યું હતું.

2017માં નિખિલ ચૌધરીએ ભારતમાં પોતાનું ટી 20 અને વનડે ડેબ્યુ કર્યું હતું, પરંતુ તેનું કરિયર વધું ચાલ્યું નહિ, તેમણે અન્ય ક્રિકેટરોની જેમ ભારત છોડી વિદેશમાં ગયો ત્યાં ક્રિકેટ રમ્યો અને સૌ કોઈને પ્રભાવિત કર્યા હતા. 27 વર્ષના નિખિલ બિગ બૈશ લીગમાં હોબાર્ટ હરિકેસ માટે રમે છે. તમને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલો મે 2021નો છે, ત્યારે નિખિલ પર ટાઉન્સવિલે નાઈટ ક્લબ સ્ટ્રિપ પર એક નાઈટ આઉટ દરમિયાન મહિલા પર દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો હતો.

ભારતમાં આઈપીએલ 2024નો રંગ જામ્યો છે. ત્યારે ભારતીય મૂળના ખેલાડીએ ઓસ્ટ્રેલિયામાં મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. ભારતીય મૂળનો ક્રિકેટર નિખિલ ચૌધરી ઓસ્ટ્રેલિયામાં મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. તસ્માનિયાના બિગ બેશ ક્રિકેટર પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. આ કારણથી હવે ટાઉન્સવિલેની જિલ્લા કોર્ટમાં કેસ ચાલશે.

આ સમગ્ર વાતને ક્રિકેટરે નકારી કાઢી છે. જિલ્લા કોર્ટ મુજબ નિખિલ ચૌધરી અને 20 વર્ષની પીડિતની મુલાકાત ધ બેંક નાઈટ ક્લબના ડાન્સ ફ્લોર પર થઈ હતી. તે દરમિયાન બંન્નેએ ડાન્સ પણ કર્યો હતો અને ત્યારબાદ અંદાજે 3 વાગ્યે નિખિલ અને પીડિતા કારમાં બેસી બહાર નીકળી ગયા હતા, પીડિતાના મિત્રોએ કહ્યું બંન્નેને કારમાં જોઈ તેમને ચિંતા પણ થઈ હતી.

નિખિલનો જન્મ તો દિલ્હીમાં થયો છે પરંતુ તેમણે ક્રિકેટ પંજાબ માટે રમ્યો છે. તે અંડર-16 , અંડર-19 અને અંડર-22ની ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે. 2017માં હરિયાણા વિરુદ્ધ નિખિલે ટી20 ડેબ્યુ કર્યું હતું. જ્યાં તે સ્ટાર સ્પિનર હરભજન સિંહ, સિદ્ધાર્થ કૌલ, જોગિંદર શર્મા, હર્ષલ પટેલ જેવા ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી ચુક્યો છે. 2017માં નિખિલે લિસ્ટ એ વનડે ડેબ્યુ કર્યું હતુ. જ્યાં તે યુવરાજ સિંહ અને શુભમન ગિલ સાથે પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો.

#Cricketer #Nikhil-Chaudhary #Rape #Australia #big-bash-cricketer

Next Post

અયોધ્યાના રામ મંદિર પરિસરમાં PAC જવાનને શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી: સુરક્ષા સામે સવાલ

Thu Mar 28 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 અયોધ્યા રામ મંદિરમાં રોજ હજારો ભક્તો દર્શન કરવા માટે હોય છે. જેમની સુરક્ષા માટે અહીં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ તહેનાત હોય છે. જો કે તાજેતરમાં જ રામ મંદિરના પરિસરમાં ફરજ બજાવતા એક PAC જવાનને ગોળી વાગવાની ઘટના સામે આવી છે. […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share