8 October 2026

પિકરિંગ સ્કૂલ બોર્ડ ટ્રસ્ટી ચૂંટણી: હિતેશ પરીખના અભિયાન માં વિદ્યાર્થીઓ, ટેકનોલોજી, પારદર્શિતા અને વાલીઓ કેન્દ્ર સ્થાને

    ધ્વનિ ન્યૂઝ ઓનલાઈન | પિકરિંગ

    પિકરિંગના મતદારો જ્યારે આગામી ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાનારી મ્યુનિસિપલ અને સ્કૂલ બોર્ડ ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છે, ત્યારે હિતેશ પરીખે ડુરહામ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ (DDSB) માટે પિકરિંગના ટ્રસ્ટી ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી મજબૂત કરી છે. તેમની આ દાવેદારી મુખ્યત્વે ચાર મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર કેન્દ્રિત છે, જેમાં વિદ્યાર્થીઓનું માનસિક હેલ્થ (Mental Health) અને વેલબીઇંગ, ક્લાસરૂમ માં બદલાતી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ, બજેટની નાણાકીય પારદર્શિતા અને સ્કૂલ બોર્ડના નિર્ણયોમાં વાલીઓની સીધી ભાગીદારીનો સમાવેશ થાય છે. હિતેશ પરીખ પોતાને એક અનુભવી કમ્યુનિટી મેમ્બર તરીકે રજૂ કરે છે, જેમણે પ્રોફેશનલ ડેવલપમેન્ટ અને શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનું કામ કર્યું છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે તેમનો અભિગમ અત્યંત વ્યવહારુ અને કમ્યુનિટી-ડ્રિવન છે, જે વિદ્યાર્થીઓને હંમેશાં પ્રથમ સ્થાને રાખે છે. તેમના પ્રચાર અભિયાનનું મુખ્ય સ્લોગન “ટુગેધર વી કેન બિલ્ડ સ્ટ્રોંગ, સુરક્ષિત, અને ઇન્ક્લુસિવ સ્કૂલ્સ” છે, જે વિદ્યાર્થીઓ, પરિવારો, શાળાઓ અને સ્કૂલ બોર્ડ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની ભાવના દર્શાવે છે.

    હિતેશ પરીખની પ્રાથમિકતાઓમાં સૌથી પહેલો અને સંવેદનશીલ મુદ્દો વિદ્યાર્થીઓનું મેન્ટલ હેલ્થ છે. તેમના પ્રચાર અનુસાર, વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ અને તેમની વલબીઇંગને બોર્ડમાં ટોપ પ્રાયોરિટી આપવી જોઈએ. જે શાળાઓમાં કાઉન્સેલર્સ અને મેન્ટલ હેલ્થ સ્ટાફની ઉણપ છે, ત્યાં વધારાના નિષ્ણાતોની નિમણૂક માટે તેઓ ભારપૂર્વક રજૂઆત કરશે. આ ઉપરાંત, બોર્ડ-વાઈડ અર્લી-ઇન્ટરવેન્શન અને રેફરલ પોલિસી લાગુ કરવાની તેમની યોજના છે, જેથી જ્યારે પણ કોઈ બાળકને સપોર્ટની જરૂર હોય ત્યારે શાળા પાસે એક ચોક્કસ અને એકસરખી પ્રક્રિયા ઉપલબ્ધ હોય. વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે નિયમિત ટાઉન હોલ્સ યોજીને તેમની ચિંતાઓ સીધી સાંભળવી અને બોર્ડના પ્રતિભાવોથી તેમને માહિતગાર રાખવા એ તેમની કાર્યશૈલીનો મુખ્ય ભાગ રહેશે.

    બીજી મહત્વની પ્રાયોરિટી AI અને STEM લર્નિંગ છે. આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિક્ષણ અને જોબ માર્કેટને ઝડપથી બદલી રહ્યું છે. હિતેશ પરીખનું માનવું છે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર આ ટેકનોલોજીનો ભાર એકલા છોડી દેવાને બદલે, સ્કૂલ બોર્ડે વર્ગખંડમાં AIના જવાબદારીપૂર્વકના ઉપયોગ માટે એક સ્પષ્ટ અને જવાબદાર પોલિસી બનાવવી જોઈએ. સાથોસાથ, ડુરહામ કોલેજ, ઓન્ટારિયો ટેક યુનિવર્સિટી અને સ્થાનિક એમ્પ્લોયર્સ સાથે પાર્ટનરશિપ કરીને વિદ્યાર્થીઓને મેન્ટરશિપ અને ભવિષ્યના કેરિયર રોડમપ માટે સારું એક્સપોઝર પૂરું પાડવાનો તેમનો ધ્યેય છે.

    નાણાકીય પારદર્શિતા એટલે કે બજેટ ટ્રાન્સપરન્સી તેમના અભિયાનનો ત્રીજો મજબૂત સ્તંભ છે. સ્થાનિક ટેક્સપેયર્સ અને પરિવારોને એ વાતનો સ્પષ્ટ હિસાબ મળવો જોઈએ કે સ્કૂલ બોર્ડ પબ્લિક ફંડ્સનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યું છે. માત્ર ઉચ્ચ સ્તરીય નાણાકીય સારાંશ આપવાને બદલે વાલીઓ સરળતાથી સમજી શકે તેવા આઇટમાઇઝ્ડ બજેટ રિપોર્ટ્સ રજૂ કરવાની તેમની માંગ છે.

      હિતેશ પરીખની ચોથી પ્રાથમિકતા પેરેન્ટ પાર્ટનરશિપ છે. પિકરિંગના વાલીઓ પોતાના ચૂંટાયેલા ટ્રસ્ટીને સીધા મળી શકે તે માટે તેઓ નિયમિત ઇન-પર્સન અને વર્ચ્યુઅલ ઓફિસ અવર્સ શરૂ કરશે. શાળાના પ્રોગ્રામ્સ કે શિફ્ટિંગ બાઉન્ડ્રીઝ જેવા મહત્ત્વના નિર્ણયો લેવાય તે પહેલાં જ વાલીઓ સાથે સલાહ-મસલત કરવામાં આવશે. સ્કૂલ કાઉન્સિલના અવાજને માત્ર શાળા પૂરતો મર્યાદિત ન રાખતા બોર્ડ લેવલ સુધી પહોંચાડવામાં આવશે. પિકરિંગમાંથી ડુરહામ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ માટે બે ટ્રસ્ટીઓ ચૂંટાય છે. આવનારી ૨૬ ઓક્ટોબરની ચૂંટણીમાં મતદારો પાસે હિતેશ પરીખના આ સ્પષ્ટ ચાર મુદ્દાના પ્લેટફોર્મની સાથે અન્ય ઉમેદવારોના ટ્રેક રેકોર્ડ અને પ્રાથમિકતાઓની સરખામણી કરીને યોગ્ય નિર્ણય લેવાની તક રહેશે.

      Share with friends

      What do you feel about this?

      You may have missed

      Total
      0
      Share