ગીલ-જૂરેલની જોડીએ ટીમ ઈન્ડિયાને અપાવી જીતઃ ઈંગ્લેન્ડ સામેની સીરિઝ પર ભારતનો કબજો

ભારતે ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવી 5 મેચની સીરિઝમાં 3-1થી લીડ મેળવી લીધી છે. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગિલે 6ઠ્ઠી વિકેટ માટે અણનમ 72 રનની ભાગેદારી નોંધાવી હતી.

ભારતે ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હાર આપી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની સીરિઝમાં 3-1થી લીડ મેળવી લીધી છે. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગિલે 6ઠ્ઠી વિકેટ માટે અણનમ 72 રનની ભાગેદારી નોંધાવી છે. જુરેલે વિનિંગ શોટ ફટકાર્યો હતો. તેમણે 2 રન લઈ મેચ જીતાડી હતી. જુરેલે 39 રન અને શુભમન ગિલ 52 રન અણનમ રહ્યી બનાવ્યા હતા.  બંને યુવા બેટર્સે ભારત મુશ્કેલીમાં  હતુ ત્યારે વિખૂટા પડ્યા વિના ધીરજપૂર્વક રમી વિજય અપાવ્યો હતો.

આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 55 રનની ઈનિગ્સ રમી હતી. ભારતને જીતવા માટે 192 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટોસ જીતીને ઈંગ્લેન્ડે પહેલી ઈનિગ્સમાં 353 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની પહેલી ઈનિગ્સ 307 રન પર સમાપ્ત થઈ હતી. ઈંગ્લેન્ડની ટીમ 46 રનની લીડ સાથે બીજી ઈનિગ્સમાં ઉતરી હતી.ઈંગ્લેન્ડની બીજી ઈનિગ્સ 145 રનમાં સમેટાઈ ગઈ હતી. ત્યારે તેની કુલ લીડ 191 રન થઈ હતી.

    ચોથા દિવસે ભારત કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 40 રન બનાવી આગળ રમી રહી હતી. ભારતને પહેલો ઝટકો 84ના સ્કોર પર લાગ્યો જ્યારે જો રુટે યશસ્વી જ્યસ્વાલને જેમ્સ એન્ડરસનના હાથ કેચ કરાવ્યો હતો. તે 37 રન બનાવી શક્યો હતો. રોહિત શર્મા પણ ટેસ્ટ કરિયરની 17મી અડધી સદી ફટકાર્યા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. તેમણે ટૉમ હાર્ટલને બેન ફોક્સના હાથ કેચ કરાવ્યો હતો. રોહિત 55 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો, રજત પાટીદાર ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ફર્યો હતો.

    રવિન્દ્ર જાડેજા પણ કાંઈ ખાસ રમત દેખાડી શક્યો ન હતો 4 રન બનાવી આઉટ થયો હતો.હાર્ટલે જાડેજા અને સરફરાઝ ખાનને આઉટ કર્યા હતા. સરફરાઝ પણ ખાતું ખોલાવી શક્યો ન હતો. ત્યારબાદ જુરેલ અને શુભમન ગીલે શાનદાર બેટિંગ કરી સ્ટ્રાઈક રોટેટ કરવા સાથે નબળા બોલને ફટકારતા રહ્યાં હતા. અંતે જુરેલે વિનીંગ ફટકો લગાવી ભારત માટે સીરીઝ સીલ કરી દીધી હતી.

    #India #England #Wickets #Ranchi #cricket-serise #shubhman-gill #Dhruv-jurel

    Next Post

    ચીઠ્ઠી આઈ હૈ..... ફેઇમ ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું નિધન

    Mon Feb 26 , 2024
    Total 0 Shares 0 0 0 0 0 0 ફિલ્મ નામમાં ચીઠ્ઠી આઈ હૈ ગઝલ ગાવા સાથે ખ્યાતિ પ્રાપ્ત કરનાર પંકજ ઉધાસનું માંદગી બાદ નિધન થયું છે. તેઓ સંગીતકાર ઉપરાંત સફળ અભિનેતા પણ હતા. તેમણે ગુજરાતી-હિન્દી ફિલ્મો, ટેલિવિઝન શોમાં અભિનય કર્યો હતો. બોલિવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની […]

    આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

    Subscribe Our Newsletter

    Total
    0
    Share