પીલ રીજનની પોલીસનું કહેવું છે કે ઓન્ટારિયોના બ્રામ્પ્ટનમાં બનેલી બંને ઘટનાઓમાં સંડોવાયેલા બે સગીર યુવકોની ધરપકડ કરવામાં આવી છે.
પીલ પ્રદેશની પોલીસનું કહેવું છે કે તેઓએ જે બે સગીર યુવકની ધરપકડ કરી છે તેઓ ઓન્ટારિયોના બ્રામ્પ્ટનમાં બનેલી બંને ઘટનાઓમાં સામેલ હતા.
બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ કથિત રીતે ઘર ઉપર સશસ્ત્ર હુમલા સહિત સંખ્યાબંધ કારની ચોરીઓ અને ડેન્જરસ પરપઝ માટે પ્રતિબંધિત ડિવાઈસ રાખવા જેવા અસંખ્ય આરોપોનો સામનો કરી રહ્યા છે.
પીલ પોલીસે શનિવારે એક રીલીઝમાં જણાવ્યું હતું કે, તેઓ આ અઠવાડિયાની શરૂઆતમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓની તપાસ કરી રહ્યા છે.
ગુરુવારે મધ્યરાત્રિએ ત્રણ શકમંદો બળજબરીથી ઓન્ટારિયોના બ્રામ્પ્ટન ખાતેના એક ઘરમાં ઘૂસી ગયા હતા. તેમણે રહેવાસીઓને ગન બતાવીને ધમકી આપી હતી. શકમંદોએ રહેવાસીઓની કારની ચાવી માંગી અને બે વાહનની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.
પોલીસે આરોપ લગાવ્યો છે કે, એ જ દિવસે બ્રામ્પ્ટનનાં એક પ્લાઝામાં આ શંકાસ્પદ લોકો સાથે સંકળાયેલી બીજી વાહન ચોરી થઈ હતી. જ્યાં વિક્ટીમ પર હેન્ડગન તાકીને ત્રણ શકમંદોએ તેને તેના જ વાહનમાંથી બળજબરીથી બહાર કાઢ્યો હતો, ત્યાર બાદ શંકાસ્પદ લોકોએ વાહન ચોરી ત્યાંથી રવાના થઇ ગયા હતા.
બંને ઘટનામાં કોઈ ઈજા થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત નથી.
પીલ રીજનના અધિકારીઓએ શનિવારે એ વાતને સમર્થન આપ્યું હતું કે, એક 18 વર્ષીય અને એક 17 વર્ષીય એમ બે સગીર યુવકોની બંને ગુનાઓના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ અનેક આરોપોનો સામનો કરી રહ્યાં છે.
ટોરોન્ટોના એક પોલીસ અધિકારીએ ઘર પર હુમલો ખાળવા માટે સ્થાનિક રહેવાસીઓએ તેમની કારની ચાવીઓ આગળના દરવાજે છોડી એવું સૂચન કર્યાના થોડા સમયમાં જ આ ઘટનાઓ બની હતી. એવું લાગી રહ્યું છે કે આમ કરવાથી કોઇપણ જાતની અથડામણ, ઘર્ષણ વિના, વિરોધ વિના વાહનો ચોરવાનું સરળ બની ગયું છે.
અધિકારીએ ગયા મહિને ઇટોબીકોકમાં કોમ્યુનિટી મીટિંગમાં આવા રીમાર્ક કર્યા હતા.
અહીં એ નોંધવું રહ્યું કે, પોલીસે હંમેશા નાગરિકોને વાહન કરતાં સલામતીને વધુ પ્રાધાન્ય આપવા વિનંતી કરી છે. ત્યારે ટોરોન્ટો પોલીસ સેવાએ અન્ય ઓટો ચોરી અને ઘર પર હુમલો ખાળવાની ટિપ્સ આપીને અધિકારીના રીમાર્ક્સને પાછા ખેંચવાનો પ્રયાસ કર્યો છે.
#teens-arrested #armed-home-invasion #car-theft #Peel-police #crime-news
One thought on “ઘર પર સશસ્ત્ર હુમલોકરી કાર ચોરનાર બે સગીર યુવકોની ધરપકડ કરતી પીલ પોલીસ”
Comments are closed.