ચૂંટણીને પગલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક પગ ગુજરાતમાં

રવિવારે રાજકોટમાં 3200 કરોડથી વધુના કામોની આપશે ભેટ

ભારતના વડાપ્રધાન અને અને ગુજરાતના પનોતાપુત્ર ચૂંટણીને પગલે ગુજરાતના અવારનવાર પ્રવાસ કરી રહ્યાં છે. મોદીની ગેરંટી અને જેના ખાતમુહૂર્ત કરવા તે જ કામનું લોકાર્પણ પણ કરવાના આગ્રહી નરેન્દ્ર મોદી રવિવારે રાજકોટના પ્રવાસે છે. તેઓ પહેલા હેલિકોપ્ટર મારફતે એઇમ્સ હોસ્પિટલ ખાતે પહોંચશે. નરેદ્ર મોદી રાજકોટમાં સૌપ્રથમ એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લેશે. ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં જ એઇમ્સ હોસ્પિટલ ફાળવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીએ રાજકોટના પ્રવાસે છે, જ્યાં તેઓ અનેક વિકાસ કાર્યોની ભેટ ગુજરાતને આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન ત્રણ હજાર બસો કરોડથી વધુના કામના પ્રોજેક્ટની ભેટ આપવાના છે. જેમાં વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા એઇમ્સ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવાના છે. 1195 કરોડના ખર્ચે આ હોસ્પિટલનુ નિર્માણ કરવામાં આવ્યું છે. તેની સાથેસાથે સિવિલ હોસ્પિટલ ચોકમાં એક સો વીસ કરોડના ખર્ચે 750 બેડની જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત તેઓ રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે ડબલ રેલવેના ટ્રેકનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનપહેલા હેલિકોપ્ટર મારફતે એઇમ્સ હોસ્પિટલ ખાતે પહોંચશે. વડાપ્રધાનનરેદ્ર મોદી રાજકોટમાં સૌપ્રથમ એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લેશે. વડાપ્રધાનએઇમ્સ હોસ્પિટલમાં લગભગ 15 મિનિટ સુધી રોકાશે. ત્યાર બાદ એઇમ્સ હોસ્પિટલથી હેલિકોપ્ટર મારફતે જુના એરપોર્ટ પહોંચશે. જ્યાંથી વડાપ્રધાન જુના એરપોર્ટથી રેસકોર્ષ સુધી રોડ શો યોજાશે. આ સમયે મોટી સંખ્યામાં લોકો રોડ શો નિહાળશે .. ત્યારબાદ રેસકોસ ગ્રાઉન્ડ ખાતે વિશાળ સભાને સંબોધશે. રેસકોસ ગ્રાઉન્ડમાં પાંચ વિશાળ ડોમ ઉભા કરાયા છે. જેમાં આશરે દોઢ લાખ કરતા પણ વધુ લોકો પ્રધાનમંત્રીની આ સભામાં ભાગ લેશે.

વડાપ્રધાનની જાહેર સભામાં રાજકોટ જિલ્લા સહિતના દૂર દૂરના ગ્રામ્ય વિસ્તારના લોકો રાજકોટ આવવાના છે. દૂર દૂરથી પ્રધાનમંત્રીની સભામાં આવતા લોકો સરળતાથી સભા સ્થળે પહોંચી શકે તે માટે 1400 એસટી બસ ફાળવવામાં આવી છે.

લોકસભાની ચૂંટણીને પગલે વડાપ્રધાનનો એક પગ ગુજરાતમાં રહે છે. સમગ્ર દેશની ચૂંટણીમાં ગુજરાતમાંથી ભાજપાને વધુને વધુ બેઠકો મળે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. વળી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ થકી જનસુવિધાના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ દ્વારા જનતાનું દીલ જીતવાની કોશિશ કરી રહી છે.

#PM-INDIA #narendra-modi #BJP #congress #development-work #Rajkot-aims

Next Post

રકુલ પ્રીત સિંહની બ્રાઇડલ એન્ટ્રીનો વિડીયો સોશિયલ મિડીયામાં થયો વાઇરલ

Fri Feb 23 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની શાનદાર રીતે ગોવામાં લગ્ન કર્યા. આ લગ્નમાં અનેક સેલેબ્સે હાજરી આપી હતી. આ લગ્નનાં કેટલાક વિડીયો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહ્યાં છે. જેમાં સૌથી વધુ પસંદ કરાઈ રહ્યો છે રકુલ પ્રીત સિંહની બ્રાઇડલ એન્ટ્રીનો વિડીયો. […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share