ચીઠ્ઠી આઈ હૈ….. ફેઇમ ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું નિધન

ફિલ્મ નામમાં ચીઠ્ઠી આઈ હૈ ગઝલ ગાવા સાથે ખ્યાતિ પ્રાપ્ત કરનાર પંકજ ઉધાસનું માંદગી બાદ નિધન થયું છે. તેઓ સંગીતકાર ઉપરાંત સફળ અભિનેતા પણ હતા. તેમણે ગુજરાતી-હિન્દી ફિલ્મો, ટેલિવિઝન શોમાં અભિનય કર્યો હતો.

બોલિવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની પુત્રી નાયાબ ઉઘાસે પિતાના નિધનની માહિતી શેર કરી હતી. નાયાબે એક પોસ્ટ લખ્યું હતું કે, ‘હું તમને બધાને ખૂબ દુઃખ સાથે જણાવી રહી છું કે, પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી-2024ના રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા.’

પંકજ ઉધાસના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, તેમનું આજે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બિમાર હતા. ઘણા દિવસોથી તેમની તબિયત લથડી હતી. સંગીત કલાકારના નિધનના અહેવાલો સામે આવતા જ બોલિવૂડ જગત સહિત તેમના ચાલકોને પણ આઘાત લાખ્યો છે. તમામ લોકો સોશિયલ મીડિયા પર સંગીતકારને આખરી શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.

તેમણે હિન્દી ફિલ્મો ઉપરાંત ગુજરાતી ફિલ્મો અને ટેલિવિઝન શોમાં પણ અવાજ આપ્યો હતો. ઉધાસને તેમના અભિનય માટે અનેક પુરસ્કારો પણ મળ્યા છે. પંકજ ઉધાસ ભારતીય સંગીત ઉદ્યોગના સૌથી પ્રિય અને આદરણીય કલાકારોમાંના એક છે. તેમની પ્રતિભા અને સિદ્ધિઓને હંમેશા યાદ કરવામાં આવશે.

પંકજ ઉધાસનો જન્મ 17 મે, 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. તેઓ એક પ્રખ્યાત ગાયક હતા અને તેમણે દેશ સહિત વિશ્વભરમાં પણ નામના મેળવી છે.  ઉધાસે 1980ના દાયકામાં તેમના કરિયરની શરૂઆત કરી હતી તેમના કેટલાક સૌથી પ્રખ્યાત ગીતોમાં ‘ચિઠ્ઠી આઈ હૈ’, ‘ચિત્કારા’, મેં તો કહી દીયા’, ‘તુજે દેખા તો યે જાના સનમ’ અને ‘જિંદગી કા સફર’નો સમાવેશ થાય છે. ઉધાસે ફિલ્મો માટે પણ ઘણા ગીતો ગાયા છે, જેમાં ‘મિર્ચ મસાલા’, ‘સરદાર’ અને ‘દિલ કા રીશ્તા’નો સમાવેશ થાય છે.

Pankaj-Udhas-Dies #padmashree #guajarat #gazal-samrat

Next Post

હેપ્પી બર્થ ડે અમદાવાદ / અમદાવાદ શહેરને આજે 613 વર્ષ પૂરા થયા

Mon Feb 26 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ઐતિહાસિક અને અદ્યતનના સુભગ સમન્વય સમાન અમદાવાદ શહેરને આજે 613 વર્ષ પૂરા થયા છે. 26મી ફેબ્રુઆરી 1411માં અહમદશાહે માણેક બુર્જ પાસે એમદાવાદની સ્થાપના કરી હતી. 6 સૈકાથી વધુના સમયમાં અમદાવાદની ઓળખ બદલાતી ગઈ છે. એક સમયે પોળો અને દરવાજા માટે જાણીતું […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share