કેનેડા અને ઈટાલી રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરશે

કેનેડા ના વડાપ્રધાન ટ્રુડો અને ઇટાલી ના વડાપ્રધાન મેલોની એ જારી કર્યું સંયુક્ત નિવેદન

ટોરોન્ટો, ઓન્ટારિયોઃ કેનેડાના વડાપ્રધાન ટ્રુડો અને ઇટાલીના વડાપ્રધાન મેલોનીએ સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. જેમાં તેમણે જણાવાયું હતું કે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને ઇટાલીના મિનિસ્ટર ઓફ કાઉન્સિલના પ્રેસિડન્ટ જ્યોર્જિયા મેલોની ઓન્ટારિયોનાં ટોરોન્ટોમાં કેનેડા અને ઇટાલીને ફ્રેન્ડશીપ અને સંયુક્ત મૂલ્યોને વધુ મજબૂત કરવા અને કોમ્પેક્સ વૈશ્વિક વાતાવરણમાં નાગરિકો માટે સસ્ટેનેબલ પ્રોસ્પરીટી સહિતના સંયુક્ત હિતોની ચર્ચા કરવા માટે મળ્યાં હતાં.

આ સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે, બંને દેશોએ ગ્લોબલ ચેલેન્જીસને પહોંચી વળવા દેશોની ફ્લેક્સીબિલીટી પર ભાર મુક્યો હતો.  કેનેડા અને ઇટાલી આ લક્ષ્ય મેળવવા વ્યૂહાત્મક રીતે કામ કરી શકે છે.

વેપારી રાષ્ટ્રો તરીકે, કેનેડા અને ઇટાલી અસરકારક નિયમો-આધારિત ઓર્ડર અને અનુમાન, પારદર્શક અને વ્યવસાયિક વાતાવરણમાંથી મેળવેલા લાભોનું મહત્ત્વ બરોબર સમજે છે. બંને દેશો વચ્ચેની મજબૂત અને વધતી જતી આર્થિક ભાગીદારીને આવકારીએ છીએ જે બંને દેશોમાં સતત આર્થિક વૃદ્ધિ, નોકરીઓ અને ઈનોવેશનને વધારે છે.

કેનેડા અને ઇટાલી એક મજબૂત વેપાર અને રોકાણ સંબંધનો આનંદ લઇ રહ્યાં છે, જે ઇકોનોમિ માટે કોમ્પ્લિમેન્ટ્રી સાથે સ્મોલ અને મિડિયમ સ્કેલ એન્ટરપ્રાઈઝીસ માટે પણ લાભકારી છે. ઇટાલી યુરોપિયન યુનિયનમાં કેનેડાનું બીજું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે, જેમાં 2023માં બંને પક્ષનું ટ્રેડ $15.8 બિલિયનની વિક્રમી ટોચે પહોંચ્યું છે. અમે અમારા સંબંધોથી થઇ રહેલા ફાયદાને પણ સ્વીકારીએ છીએ. જેમાંથી ઇટાલિયન ડિસેન્ટના 1.6 મિલિયન કેનેડિયન કોમ્યુનિટીમાંથી આવે છે અને સતત કામ કરી અમારા દરેક લેન્ડસ્કેપ્સમાં પોતાનો ફાળો આપે છે.

આ નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, આજે, અમે અમારા રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને કેનેડા-ઇટાલી રોડમેપ ફોર એન્હાન્સ્ડ કોઓપરેશનની સ્થાપના કરવા અને સારા બંને પક્ષીય સંબંધોને વધારવા માટે ભેગા થયા છીએ. આ રોડમેપ આગામી 3થી 5 વર્ષોમાં એનર્જી સિક્યુરિટી, સારા એનર્જી ફ્યુચર માટે સસ્ટેનેબલ એનર્જીમાં બદલાવવાથી માડીંને  ક્લાઈમેટ ચેન્જ, બાયોડાયવર્સિટી, માઇગ્રેશન, સતત આર્થિક વૃદ્ધિ અને રીસર્ચ, ઇનોવેશન તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતના ક્ષેત્રોમાં એમ્બિશિયશ, કોન્ક્રીટ પ્લાન પુરો પાડશે.

નજીકના સંબંધો અને સ્ટ્રેટેજીક એલાઇનમેન્ટ દ્વારા આ સંયુક્ત રોડમેપ નવી અને વધુ મજબૂત ભાગીદારીનો પાયો નાખશે. જે કેનેડા અને ઇટાલી બંનેની સમૃદ્ધિમાં ફાળો આપવા સાથે ગ્લોબલ પ્લેટફાર્મ પર એકસમાન લક્ષ્યોને હાંસલ કરવા સંયુક્ત રીતે કામ કરવામાં મદદ કરશે. અમે જૂનમાં ઇટાલીમાં અમારી આગામી મીટિંગમાં રોડમેપના વિકાસ પર પ્રોગ્રેસનો રીવ્યુ કરશું.

આજે, અમે ઇટાલીની G7 પ્રેસિડેન્સીની પ્રાયોરિટીઝ અને ગ્લોબલ ચેલેન્જીસનો સામનો કરવા અને અમારા કોમન હેતુ માટે કામ કરવા અમારી જોઈન્ટ કમિટમેન્ટની પણ ચર્ચા કરી છે. 2024માં G7ની પ્રેસિડેન્સી ઇટાલી પાસે છે, ત્યારપછી 2025માં કેનેડા પ્રેસિડેન્સી કરશે. અમે UN ચાર્ટરના આધારે નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને જાળવી રાખવા સહિત G7ની પ્રાયોરિટી માટે સાથે મળીને કામ કરીશું; આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાનું રક્ષણ; અને માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓને પ્રોત્સાહન આપવું. અમે આર્થિક અને સપ્લાય ચેઇન રેસીલીઅન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેકનોલોજીનું સંચાલન, પર્યાવરણ, ક્લાઈમેટ એક્શન તથા ક્લીન એનર્જી, હેલ્થ એન્ડ ફૂડ સિક્યુરિટી મુદ્દે સામાન્ય પ્રાયોરિટીઝને ધ્યાનમાં રાખી કામ કરીશું. અમે ઈરેગ્યુલર માઇગ્રેશન અંગે G7માં સતત ચર્ચાઓ કરીશું.

કેનેડા અને ઇટાલી ડેવલપમેન્ટ ફાઈનાન્સિંગ સહિત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને મેળવવા સાથે મળીને કામ કરશે. કેનેડા અને ઈટાલી આફ્રિકન ભાગીદારો સાથે મળીને સૌની વૃદ્ધિ અને સસ્ટેનેબલ ઇકોનોમિક ડેવલપમેન્ટને સપોર્ટ કરવા કમિટેડ છીએ. કેનેડાએ તેના G7 પ્રેસિડેન્સી દરમિયાન ઇટાલીના આફ્રિકા પર ફોક્સને આવકાર્યું હતું અને તાજેતરના ઇટાલી-આફ્રિકા સમિટમાં જાહેર કરાયેલ માટ્ટેઇ(Mattei) યોજનાના હેતુઓ અને પ્રાયોરિટીઝને પણ આવકારી હતી.

નાટો(NATO)ના સાથી તેમજ G7, G20 અને UN ભાગીદારો તરીકે, અમે ગ્લોબલ સિક્યુરિટી, રાજકીય અને આર્થિક પડકારો અને ક્રાઈસીસનો સામનો કરવા માટે એકબીજાની ભાગીદારીમાં કામ કરી રહ્યાં છીએ, જેમાં યુક્રેન સામે રશિયાના આક્રમક યુદ્ધ અને ગાઝા, રેડ સી અને સમગ્ર મધ્ય પૂર્વમાં ચાલી રહેલા કોન્ફ્લીક્સ તથા ઇન્સ્ટેબિલિટીનો સમાવેશ થાય છે. કેનેડા અને ઈટાલી ઇન્ક્લુસિવ, પ્રોસ્પરસ, સુરક્ષિત અને કાયદાના શાસન પર આધારિત એક ફ્રી અને ઓપન ઈન્ડો-પેસિફિકને સપોર્ટ કરવાનું ચાલુ રાખશે.

#Canada #Italy #Joint-Statement #Prime-Minister-Trudeau #Meloni #G7

Next Post

વોટરલૂ રીજનલ પોલીસે નોર્ધન ડમફ્રીઝમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી

Tue Mar 5 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 વોટરલૂ રીજનલ પોલીસે નોર્ધન ડમફ્રીઝમાં ગઇકાલે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી. નોર્ધન ડમફ્રીઝમાં હાધ ધરવામાં આવેલી વોટરલૂ રીજનલ પોલીસની ડ્રાઈવમાં કુલ 30 ચાર્જીસ લગાવવામાં આવ્યાં હતા. મેક્વીન શેવર બુલવાર્ડ પર પાંચ કલાક ચાલેલી આ ડ્રાઈવમાં આ ચાર્જીસ કરવામાં આવ્યાં હતા. જેમાં […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share