રંગોના તહેવાર હોળીની ભાવના કેમ્બ્રિજમાં જીવંત થઈ કારણ કે શહેરની ગુજરાતી હિન્દુ સોસાયટીએ રિવરસાઈડ પાર્ક ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. લગભગ 400 થી વધી ઉત્સાહી કૉમ્યૂનિટી મેમ્બરસોં હોળી ના આ તહેવાર માં જોડાયા હતા.
આ શહેરની પ્રથમ આઉટડોર હોળી ઇવેન્ટ તરીકે સીમાચિન્હ રૂપ બની છે. હોળી ઇવેન્ટ ની શરૂઆત હોલિકા દહનની વિધિથી થઈ હતી, ત્યાર બાદ સહભાગીઓ આનંદપૂર્વક હોળી ની પ્રદક્ષિણા કરી હતી ઇવેન્ટ દરમ્યાન કૉમ્યૂનિટી મેમ્બરસોં એ એક બીજા પર રંગ બેરંગી ગુલાલ નો છંટકાવ કરી આખા માહોલ ને રંગીન બનાવી દીધું હતું કૉમ્યૂનિટી માં ખૂબજ હર્ષોલ્લાસ નું વાતાવરણ જોવા મળ્યું હતું ,
હોળી એક એવો તહેવાર છે જેમાં દરેક ઉંમરના લોકો ઉત્સવમાં જોડાય છે અને હોળી ના પરંપરાગત ગીત સંગીત પર સર્વે ખૂબ જ મન લગાવી નાચ્યા હતા, હોળી ના ઉત્સવ દરમ્યાન વાનગીઓનો આનંદ પણ તેમણે માણ્યો હતો .
હોળી ની આ ઇવેન્ટ વિશે જણાવતા, કેમ્બ્રિજ સોસાયટીના વૉલીનટીયર સભ્યએ જણાવ્યું હતું કે, “અમને આટલી મોટી જનસંખ્યા માં કૉમ્યૂનિટી મેમ્બર્સ ની હોળી ના ઉત્સવ દરમ્યાન જોવા મળી તે અમારા માટે ખૂબજ આનંદ દાયક વાત છે વધુ માં જણાવ્યું હતું કે આ તહેવાર માત્ર રંગો વિશે નથી; પરંતુ તે પ્રેમ, ખુશી અને એકતા ફેલાવવાનો પણ છે.”
કૉમ્યૂનિટી મેમ્બેરસો એ પેંડેમીક ના પડકારજનક સમયગાળા પછી પ્રથમ વખત આવી રીતે તરીકે મોટી સંખ્યા માં એકસાથે આવવાની તેમજ આવી રીતે કેનેડા માં અને કેમ્બ્રિજ માં પ્રથમ વખત ખુલ્લા માહોલ માં પરંપરાગત હોળીની ઉજવણી કરવા નો આનંદ વ્યક્ત કર્યો હતો
કેમ્બ્રિજ ગુજરાતી હિંદુ સોસાયટીએ ઇવેન્ટને સફળ બનાવવામાં ભાગ લેનાર દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો , અને આગામી વર્ષોમાં હોળી ઉજવવાની પરંપરા તેઓ આગળ વધવા આતુર છે. તેમ જણાવ્યું હતું.
કેમ્બ્રિજ ગુજરાતી હિન્દુ સોસાયટીની ટીમ જેમને હોળી ની આ ઇવેન્ટ ને યાદગાર બનાવવા માટે તનતોડ મેહનત કરી હતી, જેનું સંચાલન GHS પ્રમુખ અંકિત પટેલ અને તેમની ટીમ ના વૉલન્ટીર મેમ્બર્સ હીનાબેન પટેલ, મૌલિકા પટેલ, કલરવ શાહ, વત્સલ ભુવા, દીપ પટેલ, નિમેશ પટેલ, રવિ પટેલ, ચિરાગ પટેલ, કિન્રેશ પટેલ, નીલ, સ્મિત પટેલ, દીપ સંઘવી દ્વારા કરવા માં આવ્યું હતું આ ઉપરાંત બીજા ઘણા કૉમ્યૂનિટી ના સભ્યો એ પણ આ ઇવેન્ટ દરમ્યાન સેવા આપી હતી.
હોળી ની આ ઇવેન્ટની સફળતા માં સપોર્ટર સ્પોન્સરો એ નું પણ યોગદાન હતું, કેમ્બ્રિજ ગુજરાતી હિન્દૂ સોસાયટી એ તેમના સ્પોન્સર સપોર્ટર નો દિલ થી આભાર માન્યો હતો
- Indian Spices South Indian Restaurant
- Myers Physiotherapy (Nisha Patel)
- Ankit Patel Mortgage Agent
- Heena Patel Insurance Agent
- Sai Insurance (Pankaj Babbar)
- Indian Supermarket Indian Grocery Store
- Mayank Patel Realtor
- Miit IT Training and Placement
- Chatrs Mobile Kitchener
- Eggholic Indian Restaurant
- Kirtikumar Patel Accountant
- Red Swan Pizza Cambridge
- Veggie Planet Waterloo.
સુભાષ ફોટો દ્વારા હોળી ની આ ઇવેન્ટ ને ખૂબજ સુંદર રીતે કેપ્ચર કરવામાં આવી હતી, જેમાં પ્રોફેશનલ ફોટોગ્રાફી અને YouTube પર લાઇવ ટેલકાસ્ટ પ્રદાન કરવામાં આવ્યું હતું, જ્યારે DJ રવિ અને આર્યા (પાર્ટી બસ્ટર) તેમના અત્યંત પ્રભાવશાળી સંગીત સાથે હોળી ની ઇવેન્ટ ના માહોલને આનંદ અને ઉત્સવથી ભરપૂર વાતાવરણ બનાવી દીધું હતું.
હોળીની આ ઉજવણી માત્ર કૉમ્યૂનિટી માં આનંદ અને રંગ જ લાવે તેવું નથી પરંતુ તેમના વચ્ચે મિત્રતા અને એકતાના બંધનને પણ મજબૂત બનવાનું કાર્ય કરે છે .
Reported by Hitesh Jagad, Chief Editor Dhwani Newspaper, Guelph, ON, Canada – [email protected] / [email protected]
2 thoughts on “કેમ્બ્રિજ ગુજરાતી હિંદુ સોસાયટીએ વાઈબ્રન્ટ આઉટડોર ઈવેન્ટ સાથે હોળીનો તહેવાર ઉજવ્યો”
Comments are closed.