
ડિજિટલ યુગના આ વ્યસ્ત અને ભ્રામક સમયમાં, એક મહત્વપૂર્ણ પ્રશ્ન સવાલ ઊભો થાય છે – “આ ભ્રામક દુનિયામાં, આપણે કોણ છીએ?” આજે ટેકનોલોજી અને સોશિયલ મીડિયા આપણને અનેક દ્રષ્ટિકોણોથી જોડી રહી છે, પરંતુ તે ખૂણાની પાછળ એવી ઘણી ખામીઓ અને ભ્રમો પણ પેદા કરે છે, જે આપણને આપણા સાચા સ્વરૂપથી દૂર લઈ જાય છે.
જ્યાં એક તરફ આ પ્લેટફોર્મ્સના માધ્યમથી વ્યક્તિ પોતાના વિચારો, અભિપ્રાય અને અનુભવો પ્રદર્શિત કરે છે, ત્યાં બીજી તરફ તે આ પ્રદર્શન એક નકલી અને પરિપૂર્ણ છબી પ્રસ્તુત કરવા માટે છલકાતા રહે છે. “લાઇક” અને “કમેંટ”ની સંખ્યા, લોકપ્રિયતા અને દર્શાવવાની સાથે કેટલીકવાર આપણે પોતાને બદલી નાખીએ છીએ.
આ તફાવત જેવો જ પ્રશ્ન થાય છે – “શું જે આપણે સોશિયલ મીડિયા પર દર્શાવીએ છીએ, એ સાચું છે?” શું આપણે “પરફેક્ટ” દેખાવા માટે એ સ્વરૂપ ગઠન કરીએ છીએ, અથવા વાસ્તવમાં આપણે એ છીએ, જે વાતો આપણે સાચી રીતે અનુભવતા છીએ?
આ આપત્તિજનક ભ્રમોને સમજવાની અને જાતને પરખવાની પ્રક્રિયા આજના યુગમાં અત્યંત મહત્વની બની ગઈ છે.
તમે અંતિમ વાર ક્યારે તમારા જ અંતરાત્માને ચુપચાપથી એક પ્રશ્ન કર્યો હતો: હું ખરેખર કોણ છું?
એ નહીં જે તમારું Instagram /facebook પ્રોફાઈલ બતાવે છે. એ નહીં જે તમે LinkedIn પર દેખાવો છે. પણ એ “હું” – જે છબી નથી, નહીં તો સ્ટેટસ અપડેટ. બસ એક સહજ, અસંવર્ણિત “હું”.
આજના ડિજિટલ યુગમાં, જ્યાં દરેક મોઢું હસતું પણ “પોઝડ” હોય છે, જ્યાં દરેક સંબંધને ફોટા દ્વારા સાચવવામાં આવે છે, ત્યાં આ પ્રશ્ન હવે માત્ર વ્યક્તિગત નથી, પણ સામૂહિક બોધ બની ગયો છે: શું આપણે ખરેખર ભ્રામક દુનિયામાં જીવી રહ્યા છીએ? અથવા તો ભ્રામક મુખવટો ધરાવતી કોમ બની ગયા છીએ?
આ માત્ર ટેક્નોલોજીની ચર્ચા નથી. આ વ્યક્તિગત ઓળખની ગહન સમસ્યા છે – જ્યાં આપણે પોતાને એટલા બધા વિવિધ રૂપોમાં રજૂ કરીએ છીએ કે અંતે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ખરેખર કોણ છીએ.

સોશિયલ મીડિયા: કનેક્ટ થવા માટે નહીં, પરંતુ દેખાડા માટે
સોશિયલ મીડિયા શરૂ થયું ત્યારે એનું વચન અને વિઝન હતું – જોડવાનું, નજીક લાવવાનું. પણ આજે તે એક મંચ બની ગયું છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાના જીવનનું દૃશ્યનિર્દેશન કરે છે. આપણું પોતાનું જીવન હવે એક શો છે. ફોટો પર હસવું પડે છે – સાચું કે ખોટું એ મહત્વનું નથી. લાગણીઓ પોસ્ટ માટે “એસ્ટેટિક” હોવી જોઈએ. સાચી વાત ને ભાઈ..?
ફોટો અપલોડ કરતા પહેલા આપણે આપણો ચહેરો “એડિટ” કરીએ છીએ. સ્ટેટસ અપડેટ કરતાં પહેલા વિચારીએ છીએ કે એ લોકોને કેમ લાગશે. ખરી વાત ને !! આપણું જીવન હવે આપણું રહ્યું નથી – એ એક બ્રાન્ડ છે. જે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મને શરૂઆતમાં આત્મઅભિવ્યક્તિ માટેનું સાધન માનવામાં આવ્યું હતું, તે આજે ધીરે ધીરે આત્મપ્રચારનો (સેલ્ફપ્રમોશનનો) અખાડો બની ગયો છે — અને વધુ ચિંતાની વાત એ છે કે હવે તે વ્યક્તિગત ઓળખના વિકૃતિભર્યા ચિત્રોની રમણિય નકલ બની ગયું છે.
આ પરિવર્તન માત્ર દેખાવટનું શણગાર નથી, પરંતુ તેની પાછળ અર્થપૂર્ણ પડછાયો છુપાયેલો છે. એનો સીધો પ્રભાવ આપણા માનસિક આરોગ્ય, વ્યક્તિગત સંબંધો અને સમાજના મૂળભૂત મૂલ્યો પર પડે છે. દરેક સ્વજાગ્રતાપૂર્વક તૈયાર કરેલા દ્રશ્ય પાછળ એક મૌન ભ્રામક તણાવ સક્રિય હોય છે — સાધારણતા છોડીને બંધાવાનું, આગળ વધવાની હોડમાં અન્ય જેવું લાગવાનું, કંઈક વધુ બનવાનું. વધુ સુંદર દેખાવું, વધુ સફળ લાગે તેવું જીવન જીવવું, વધુ સક્રિય જણાવું — ભલે એ તમામ માત્ર દેખાવટના કપરા આવરણમાં જ શા માટે ન હોય.
આ પ્રવાહનું પરિણામ પણ સ્પષ્ટ છે — જીવનની હકીકતથી અલગાવ, અને અંતે – પોતાની ઓળખથી વિમુખતા.
ડિજિટલ દુનિયામાં આપણી અસલી ઓળખ ક્યાં ખોવાઈ ગઈ?
આજના યુગમાં, ડિજિટલ દુનિયા આપણું જીવન ચાલાવે છે. એમાં સૌથી મોટો બદલો આવ્યો છે – આપણી ઓળખની રીતે. એક સમય હતો જ્યારે માણસ પોતાની વાતો ખુલ્લા મને બોલતો હતો, પોતાનું જીવન જેવું હતું એ રીતે જીવતો હતો. આજે, સોશિયલ મીડિયા પર આપણું જીવન એવું દેખાડવાનું બની ગયું છે જેવા આપણે છીએ જ નહીં – પણ બીજાઓ શું માને એ જોઇને ઠરાવીએ છીએ.
સોશિયલ મીડિયા પર આપણે આપણું એક એવો ચહેરો બનાવીએ છીએ – ફોટા, પોસ્ટ અને વીડિયો દ્વારા. પણ એ ચહેરો હંમેશા સાચો હોય જ છે એવું નથી. ઘણીવાર એ દેખાવ માટેનો જ હોય છે. આપણે એવા લાગે એ માટે—નહિ કે જે આપણે ખરેખર છીએ.
આ નાટક સતત ચલાવવું સરળ નથી. લાઈક્સ, કોમેન્ટ્સ, ફોલોઅર્સ મેળવવા માટે આપણે જે ભૂલ કરીયે છીએ એ છે – પોતાનું સાચું સ્વરૂપ ભૂલી જવું. આપણું અંદરનો “હું” ધીમે ધીમે ખોવાઈ જાય છે. સાચું શું છે અને ફક્ત દેખાડો શું છે – એ વચ્ચેનો તફાવત હવે સ્પષ્ટ નથી રહ્યો.
વિજ્ઞાન કહે છે કે આ સ્થિતિને “આંતરિક સંઘર્ષ” કહેવામાં આવે છે. જ્યારે માણસ પોતાની અનેક છબીઓ જાળવતો રહે છે – ઘરે એક, ઓફિસમાં એક, ઓનલાઈન એક, બહાર એક – ત્યારે એ થાકી જાય છે. કોન્સ્ટન્ટલી પરફેક્ટ દેખાવાનું દબાણ માણસને ચિંતામાં મુકે છે. અને જ્યાં આપણું વર્ચુઅલ (virtual) જીવન અને સાચું જીવન એકસાથે નથી, ત્યાં અસલ ઓળખ ખોવાઈ જાય છે. દરેક જણ કોઈક ચહેરો પહેરીને જીવી રહ્યો છે – આપણે એ બધું એટલો સમય કરી રહ્યા છીએ કે હવે અસલી ચહેરો ઓળખી શકાતો નથી.
મોટી વાત તો એ છે કે – આજની દુનિયા ક્યારેય ન હતી એટલી જોડાઈ ગઈ છે, છતાં માણસ પોતાનાથી જ આટલો દુર થઈ ગયો છે.
અત્યારે પ્રશ્ન એ નથી કે દુનિયા આપણને કેવી રીતે જુએ છે. પ્રશ્ન એ છે કે આપણે આપણાને સાચા અર્થમાં ઓળખી રહ્યા છીએ કે નહીં? અસલીપણું હવે વિલક્ષણ છે જેમ જેમ ફેક રિયલિટીના રંગ ગાઢ બન્યા છે, તેમ તેમ અસલીપણું હવે એક બળવાખોર ક્રિયા બની ગયું છે. સાચી લાગણીઓ વ્યક્ત કરવી, ખોટી રીતે પણ ખુલીને વાત કરવી – આ હવે “રેર” ગણાય છે.
મિત્ર પૂછે “કેમ છો?” ત્યારે જવાબ હોય છે: “બધું સારું છે.” ભલે પણ દિલમાં તોફાન ચાલતું હોય. આપણે લાગણીઓ છુપાવવાની ભલે પ્રશિક્ષણ ન લીધી હોય, પણ આપણે તેની ટેવ પાળી લીધી છે.
તુલનાની સંસ્કૃતિ
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માત્ર માહિતી અને સંપર્કનું માધ્યમ નથી રહી ગયું , તે હવે તુલનાની સંસ્કૃતિનું કેન્દ્રબિંદુ બની ગયું છે. અહીં તુલના હકીકતની સાથે નહીં, પણ કલ્પિત છબીઓની સાથે થાય છે. આપણે જીવેલા જીવનની સરખામણી બીજાઓ દ્વારા પ્રસ્તુત કરાયેલા શ્રેષ્ઠ ક્ષણોના ચિત્રણ સાથે કરીએ છીએ — જે ઘણાં વખતમાં માત્ર દેખાવટ હોય છે. બીજાની સફળતા સામે આપણા સંઘર્ષની તુલના, બીજાના હેલ્ધી લાઈફસ્ટાઈલ સામે આપણાં તણાવભર્યા દિવસોની તુલના, અન્ય ની બ્લેસ્ડ મોમેન્ટ સામે આપણા એકાંતનાં ક્ષણોની તુલના.
આ વાંકી દૃષ્ટિ માત્ર આપણા આત્મવિશ્લેષણને વિકારિત નથી કરતી, પણ આપણું ‘સફળ જીવન’ વિશેનું મૂળભૂત દૃષ્ટિકોણ પણ બગાડી નાખે છે. એક હળવી ખુશીની પળ હવે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બનવા માટે જીવી શકાય છે — રજા હવે આરામ માટે નહીં, ફોટોશૂટ માટે થાય છે; ભોજન તેની ચાખવણી માટે નહીં, પણ ફોટા માટે પસંદ થાય છે; અને અંગત ક્ષણો હવે પ્રભાવશાળી શેયરિંગ માટે કેમેરા માં કેદ કરી દેવામાં આવે છે.
અભિનય સતત ચાલુ રહે છે — કારણ કે દર્શકો ક્યારેય ખૂંટાતા નથી.
આ પૃષ્ઠભૂમિમાં એક ગંભીર પ્રશ્ન ઉભો થાય છે: જ્યારે દરેક ક્ષણની પ્રથમ પ્રાથમિકતા એ હોય કે એને કેવી રીતે દુનિયા સામે રજૂ કરવી, ત્યારે જીવનને સાચી રીતે જીવવાનો અર્થ શું રહી જાય છે? અને જો આખું જીવન સ્માર્ટફોનના લેન્સમાંથી જ નિહાળવામાં આવે છે, તો માનવ અનુભવોનું સારચિંતન ક્યાં રહી જાય છે? આ પ્રશ્નો છે, જે દરેક સોશિયલ મીડિયા યુઝરે હવે પોતાને પૂછવાના સમય આવી ગયો છે.
ડિજિટલ અવતાર સામે વાસ્તવિક “હું”
આજના ડિજિટલ યુગમાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે – “સોશિયલ મીડિયા વિના હું કોણ છું?”
જ્યારે લાઈક્સ, કોમેન્ટ્સ અને અન્ય પ્રકારના ઓનલાઇન પ્રતિસાદો ન હોય, જ્યારે કોઈ આપણું પેજ નહીં જોએ, જ્યારે કંઈક પોસ્ટ કરવું ન હોય – ત્યારે આપણે કેવી રીતે જીવીએ છીએ? શું આપણે હજી પણ સંતોષ અનુભવી શકીએ છીએ અથવા ખાલીપો અનુભવતા રહીયે છે?
આ પ્રશ્ન હવે વધુ ગંભીર બની ગયો છે, અને તેનું સાચો જવાબ આપવો જરૂરી છે. આજે જ્યારે આપણું જીવન મોટાભાગે સોશિયલ મીડિયા પર આધારિત છે, ત્યારે આપણું વર્તમાન, સચ્ચાઈ અને અસલ સ્વરૂપ ક્યાં છે? શું અમે માત્ર દેખાવ માટે જીવી રહ્યા છીએ?
આજના સમાજમાં, જ્યાં દરેક વ્યક્તિ પરફેક્ટ છબી પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરે છે, “દેખાવ” અને “માહિતી” સૌથી મહત્વપૂર્ણ બની ગઈ છે. “જેટલું વધુ પર્ફેક્ટ દેખાય છે, તે એટલું વધુ માન્ય છે” – આ વિચાર આપણને ઘેરતો રહ્યો છે.
આજના સમયમાં, લોકો તેમના વાસ્તવિક સ્વરૂપને છુપાવી, એક નકલી છબી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આથી, સમાજમાં અસંતોષ અને ખાલીપો વધી રહ્યો છે. આ સ્થિતિમાં, અમારે એકવાર ફરીથી વિચારવું પડશે – શું આપણે સાચી રીતે જીવીયે છીએ અથવા તો માત્ર સોશિયલ મીડિયા પર અન્ય લોકો માટે નકલી છબી દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ?
માનસિક સ્વાસ્થ્ય પર અનહદ પ્રભાવ: ડિજિટલ દુનિયાનો ખાલીપો
વિશ્વભરના સંશોધનો ચિંતાજનક રીતે જણાવી રહ્યા છે કે સોશ્યલ મિડિયામાં વધુ સમય વિતાવવાથી માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર પરિણામો ઉદભવે છે. ખાસ કરીને યુવાનોમાં, જેમણે પોતાની ઓળખને સોશિયલ મિડિયાની દુનિયામાં વધુ પ્રામણિક બનાવી છે, ત્યાં ડિપ્રેશન, ઉત્સાહહીનતા અને આત્મવિશ્વાસની અછત જોવા મળી રહી છે.
પરંતુ આ ફક્ત યુવા પેઢીનું સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ આજના સમાજના દરેક વર્ગ અને ઉંમર જૂથમાં આ સમસ્યા દ્રષ્ટિગત બની રહી છે. દરેક વ્યક્તિ હવે પોતાના “ડિજિટલ અવતાર”માં મશગૂલ છે. આ “ડિજિટલ અવતાર” હવે માત્ર એક ચિત્ર અથવા પ્રોફાઇલ નથી, પરંતુ વ્યક્તિની સંપૂર્ણ ઓળખ બની ગઈ છે, જેના પરિણામે આસપાસના લોકોના આદર અને માન્યતા પ્રાપ્ત કરવાનો દબાવ વધે છે. આ માનસિક દબાવ આર્થિક રીતે અને વ્યક્તિગત રીતે વધુ થાકાવટ અને ચિંતાનો કારણ બની રહ્યા છે.
આ આજે એવા સમયે થઈ રહ્યું છે જ્યારે લોકોને અભ્યાસ, કામ, અને વ્યક્તિગત સંબંધોમાં સફળતા મેળવવા માટે દેખાવ પર વધુ ધ્યાન આપવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ “ફેક્શનલ ઓળખ” ઘણા લોકો માટે માનસિક આરામ અને સંતોષનો સંકેત બની રહી છે, પરંતુ સાચો પ્રશ્ન એ છે કે શું આ દેખાવ ખરેખર વ્યક્તિને અંદરથી સંતોષ આપે છે? શું આ આદર અને માન્યતા સચ્ચાઈ અને માનવ ગહન સંબંધોના સ્થાન પર આવી રહી છે?
સમગ્ર પરિસ્થિતિએ આજે આ મુશ્કેલ પ્રશ્ન ઉભા કર્યા છે – શું આ આખો ડિજિટલ અવતાર અને આસપાસની દેખાવણી આપણને સાચી માનસિક સુખાકારી તરફ દોરી રહી છે, કે આપણી અંદરની અસલ લાગણીઓ, સંઘર્ષ અને માનસિક અસ્વસ્થતા ને ખોલી રહી છે?
ત્યારે શું માર્ગ છે?
આજના યુગમાં, અનેક લોકોનાં મનમાં એક સામાન્ય પ્રશ્ન ઊભો થાય છે, “ તો શું તમામ ડેટા અને ફોટો ડિલીટ કરી દઈએ?” પરંતુ આ એ અંતિમ ઉપાય નથી. જો કે, ટેકનોલોજી જાતે ખોટી નથી, પરંતુ તેનો ગેરવપરાસ અને વધુ ઉપયોગ સ્વભાવિક રીતે માનસિક સ્વાસ્થ્ય પર ભારે પ્રભાવ પાડે છે.
ટેકનોલોજી એ તમારો દુશ્મન નથી, પરંતુ તેનો અમુક ઉદ્દેશ્ય વગરનો અને વધુ ઉપયોગ અનુકૂળ નથી. આજે આપણે એવી દિશામાં આગળ વધવાની જરૂર છે જ્યાં ટેકનોલોજી અને ડિજિટલ વર્ઝન આપણાં વાસ્તવિક જીવન સાથે સમજૂતી રાખે, ન કે આના વિરુદ્ધ.
આ સત્યને ધ્યાનમાં રાખતા, કેટલીક નોંધપાત્ર વાતો અને પગલાં આપણી દૈનિક જીવનશૈલીમાં સામેલ કરવામાં મદદરૂપ થઈ શકે :
આજકાલ, આપણે કેટલાય વખત અમારી આદર્શ “પરફેક્ટ મોમેન્ટ” પોસ્ટ કરવાની ઈચ્છામાં આપણને સાચી ઓળખ ગુમાવી દઈ છે. પરંતુ તમારું અસલ સ્વરૂપ જ શ્રેષ્ઠ છે. પોતાને જ સમજીને તે જ પોસ્ટ કરો. સાચી ઓળખને છુપાવવાનો પ્રયત્ન કરવો, તમારી આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ પર અસર કરી શકે છે.
કયા લોકો તમારા સોશિયલ મિડીયા પર છે? આ પ્રશ્નનો જવાબ આપવો મહત્વપૂર્ણ છે. જે લોકોને તમે ફોલો કરો છો, શું એ લોકો તમારા આત્મવિશ્વાસને મજબૂતી આપે છે કે એને નબળું બનાવે છે? તમારે આવું વિચારવું જોઈએ, કારણ કે એ જ તમારા મનને ઘેરી રાખે છે.
આજકાલ, સતત મોબાઈલ પર નજર રાખતા, અને સતત નવી પોસ્ટ્સ અને પિક્ચર શેર કરતા, લોકો પોતાની અંદરની શાંતિ ગુમાવી બેઠા છે. એક નવો અને સકારાત્મક રસ્તો એ હોઈ શકે છે કે, એક દિવસનો સમય મોબાઈલ અને ટેકનોલોજી વિના વિતાવો. પોતાના ચિંતાઓ અને અનુભવ પર ધ્યાન આપો.
“કેમ છો?” આ સામાન્ય પ્રશ્નનો જવાબ આપતી વખતે, આપણે ઘણા સમયે “હું મઝામાં છું” તેમ કેહતા હોઈએ છીએ . પરંતુ, જો સાચે જ સમજવું હોય તો, કદાચ, “હું જરા થાકેલો છું” અથવા “હું બરાબર નથી” એવો જવાબ આપવો વધુ સત્ય અને યોગ્ય રહેશે. સાચી વાતચીત અને લાગણીઓની અસર જ માણસને વધુ માનવ બનાવે છે.
આજના યુગમાં, જ્યાં દરેક તરફ પરફેક્ટ પિક્ચર અને છવાઈ ગયેલી સ્માઈલો દેખાઈ રહી છે, ત્યાં જીવનની અસલતા અને ખામીઓ સ્વીકારવી એ કદાચ વધુ મહત્વપૂર્ણ છે. દરેક દિવસ સારા નથી, અને દરેક માણસ હંમેશા ખુશ નથી. આ સ્વીકારો. આપણે માનવતા અને પરફેક્ટને સમજીને આગળ વધવું જોઈએ.
આ મૌલિક પગલાં અમલમાં લાવીને, આપણે ડિજિટલ દબાવને દૂર કરી શકીયે છીએ. જો આ માન્યતાઓને સ્વીકારવામાં આવે, તો અમે માત્ર આપણો ડિજિટલ સ્વરૂપ નહિ, પરંતુ એ સાથે જોડાયેલા દબાવ અને અસ્વસ્થતાને પણ પાર કરી શકીશું.
અંતે, અદ્રશ્ય ભ્રામક્તાને ઓળખો
આ લેખનો હેતુ એ નથી કે ટેકનોલોજીથી પલાયન કરવું, પરંતુ એ પ્રશ્નને ધ્યાનમાં રાખવું છે કે આ યાત્રામાં આપણે કયા મુકામે પહોંચ્યા છીએ. આજના ડિજિટલ યુગમાં, આપણે જે ઓળખ પેદા કરી છે, તે એ રહી છે કે જે આપણને “એડિટેડ” દેખાવ આપે છે, પરંતુ આપનો સાચો “હું” કયા છે? આ પડકાર આપણા સામાજિક અને વૈશ્વિક જીવન માટે જરૂરી છે.
જ્યારે સ્ક્રીન બંધ થાય છે, જ્યારે લાઇક્સ, શેર અને કમેન્ટ્સ બંધ થઈ જાય છે, ત્યારે આપણે સત્યના સમીકરણ સાથે સામનો કરીએ છીએ. તે સમય છે જ્યારે આપણે ખૂટી ગયેલા, દેખાવથી દૂર એવા “હું” ને શોધવાની જરૂર છે. આપણું અંગત અને આસપાસના વાતાવરણ સાથેનો સંબંધ, એક એવું દ્રષ્ટિકોણ છે જે ડિજિટલ દુનિયાના દબાવથી બહુ દૂર છે.
આમાં સંકેત એ છે કે આપણો ડિજિટલ અવતાર ક્યારેય સત્ય પ્રતિબિંબ નથી બની શકતો. સ્ક્રીનની દુનિયામાં આપણે જે ચિત્રો અને શબ્દો છોડી રહ્યા છીએ, એ આખરે એક નકલી ભૂમિકા બની જાય છે. આ ભૂમિકા કેટલાક મનોરંજન, માન્યતા, અને પ્રસિદ્ધિ માટે હોય શકે છે, પરંતુ તેમાં આપણા ઊંડા અનુભવ, લાગણીઓ અને સત્યની અવગણના થઈ રહી છે.
આ સમયે, આપણને એ પ્રશ્નનો સામનો કરવો પડે છે કે, “શું તમે તમારા સાચા સ્વરૂપને ઓળખી શકો છો?” જ્યારે ડિજિટલ દુનિયા બંધ થાય છે, ત્યારે શું તમારા આસપાસ તમારી “સાચી ઓળખ” છે? શું આપણો દબાવ વધુ પડકારજનક બની રહ્યો છે?
હવે, આ સમય છે જ્યાં આપણે આ અદ્રશ્ય પડછાયાની સામે સત્ય શોધવાની કોશિશ કરવી જોઈએ.
આપણાં વાસ્તવિક “હું” ને ફરીથી ઓળખવાનો સમય આવી ગયો છે. જાગો મિત્રો જાગો !