સ્કારબોરો ટાઉનહાઉસમાં 42 વર્ષીય મહિલા મૃત મળી આવી

પોલીસ કહ્યું હતું કે, ટોરોન્ટોની જુલિયા મેકઆઈસેકને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવી હતી.

ટોરોન્ટોની 42 વર્ષીય જુલિયા મેકઆઈસેક સ્કારબોરો ગોલ્ફ ક્લબ રોડ અને કિંગ્સ્ટન રોડ વિસ્તારમાં આવેલા ટાઉનહાઉસમાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. તેને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવી હતી. તેના મૃત્યુમાં 43 વર્ષીય પુરુષ પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો આરોપ મૂકવામાં આવ્યો છે. ટોરોન્ટો પોલીસ સેવા દ્વારા આ વિગતો જાહેર કરવામાં આવી છે.

ટોરોન્ટો પોલીસે સ્કારબોરો ટાઉનહાઉસમાં વહેલી સવારે માર્યા ગયેલી મહિલાની ઓળખ કરી લીધી છે.

ટોરોન્ટોની 42 વર્ષીય જુલિયા મેકઆઈસેક, સ્કારબોરો ગોલ્ફ ક્લબ રોડ અને કિંગ્સ્ટન રોડના વિસ્તારમાં ઘરમાં ગંભીર ઈજા સાથે મળી આવી હતી, પોલીસે શુક્રવારે એક સમાચાર પ્રકાશનમાં જણાવ્યું હતું.

ઓફિસર્સ ટાઉનહાઉસ કોમ્પ્લેક્સમાં ગયા ત્યારે એક વ્યક્તિએ 911 પર ફોન કરીને જાણ કરી કે તેણે નિવાસની અંદર કોઈને ઇજા પહોંચાડી છે. જ્યારે તેઓ પહોંચ્યા, ત્યારે તે વ્યક્તિ બહાર તેમની રાહ જોઈ રહ્યો હતો એમ પોલીસે જણાવ્યું હતું.

મેકઆઈઝેકને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવી હતી એમ પોલીસે રિલીઝમાં જણાવ્યું હતું.

43 વર્ષીય પુરૂષની સ્કારબોરો ટાઉનહાઉસની અંદર મહિલા મૃત મળી આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે ઉમેર્યું હતું કે, ઘટનાસ્થળે એક 43 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

વિક્ટીમ ટાઉનહાઉસમાં રહેતી હતી અને આ દંપતી એકબીજાને ઓળખતા હતા, પોલીસે જણાવ્યું છે, પરંતુ તેઓએ બંને વચ્ચેની રીલેશનશીપ કેવી હતી એ જાહેર કરી નથી.

Next Post

સાયબર એટેકમાંથીઉગરી રહેલા હેમિલ્ટને ખંડણી ચૂકવવાનો ઇનકાર કર્યો

Sat Mar 16 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 હેમિલ્ટનની આઈટી સિસ્ટમ ઉપર સાયબર એટેક કરાવાયા બાદ, સાયબ્ર ક્રિમિનલ્સે મોટી ખંડણી માગી હતી. જોકે, હેમિલ્ટન સાયબર એટેકમાંથી ઉગરી રહ્યું છે ત્યારે તેણે સાયબર ક્રિમિનલ્સ સામે શરણાગતિ સ્વીકારવાના બદલે ખંડણી ન ચૂકવી લડી લેવાનું મન બનાવી લીધું છે. શહેરે રેન્સમવેર હુમલો […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share