વિદ્યાર્થીના “Pronoun Changes” માટે પેરેન્ટ્સની સંમતિ જરૂરી હોવી જોઈએ: મેનિટોબા ટોરીઝ

1

મેનિટોબા ટોરીઝ માતાપિતાની સંમતિની તરફેણ કરી રહ્યાં છે

વિનીપેગઃ માતા-પિતાએ તેમના બાળકના નામ અથવા શાળામાં પ્રાનાઉનમાં ફેરફારો માટે સંમતિ આપવી જોઈએ કે કેમ તે મુદ્દે મંગળવારે મેનિટોબામાં ફરી ચર્ચા શરૂ થઈ છે. વિરોધ પક્ષ પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ્સના વચગાળાના નેતાએ કહ્યું કે માતાપિતાની સંમતિ જરૂરી હોવી જોઈએ, જ્યારે પ્રાંતના NDP પ્રીમિયરે ટોરીઝ પર ડિવાઈસીવ હોવાનો આરોપ મૂક્યો છે.

આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા ભૂતપૂર્વ શિક્ષક અને માર્ગદર્શન સલાહકાર ઈન્ટરીમ ટોરી લીડર વેઈન ઇવાસ્કોએ કહ્યું હતું કે, “મને ખરેખર એવું લાગે છે કે માતાપિતાની સંમતિ લેવા માટે પણ તેમને જાણ કરવી જોઇએ. પછી ભલે તે પ્રોનાઉન્સનો વિષય કે પછી ભલે તે શિક્ષણ જગતના અન્ય વિષયો હોય, મને નથી લાગતું કે તે એક ખોટી બાબત છે.”

“જ્યારે માતા-પિતા અને વાલીઓને તેમના બાળકોના શિક્ષણમાં અમે વધુને વધુ સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય ત્યારે શા માટે અમે વિવિધ વિષયોને માતાપિતા અને વાલીઓથી છૂપાવવા માંગીએ છીએ?”

પ્રીમિયર વાબ કિનેવે(Wab Kinew)એ ઇવાસ્કો ઉપર ગંભીર આરોપ મૂક્યો હતો. જ્યારે સાત વર્ષના ટોરી શાસન પછી NDP સત્તા પર આવી હતી ત્યારે ટોરીઓએ છેલ્લી ચૂંટણીમાં આ બાબતે હિન્ટ આપી હતી.

કિનેવે કહ્યું હતું કે, “મને લાગે છે કે આ પ્રકારનું વિભાજન એ મેનિટોબન્સ દ્વારા ચૂંટણી વખતે રીજેક્ટ થયું હતું અને તે ભારે નિરાશાજનક છે કે આ સંદેશ PCના ઈન્ટરીમ નેતા દ્વારા જારી કરવામાં આવ્યો નથી.”

ગયા ઑક્ટોબરની ચૂંટણી સુધીની ઝુંબેશમાં ટોરીઓએ શિક્ષણમાં માતાપિતાના અધિકારોને તેમના પ્લેટફોર્મનો ભાગ બનાવ્યો હતો. પરંતુ વચન અસ્પષ્ટ શબ્દોમાં હતું અને અભ્યાસક્રમનું પેરેંટલ નોલેજ અને બહારના ગ્રુપ્સની રજૂઆતો જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ જ સમયે, કેટલાક અન્ય પ્રોવિન્સે નામો અને પ્રોનાઉન્સ ઉપર ચોક્કસ નીતિઓ અપનાવી હતી.

સાસ્કાચેવેન(Saskatchewan) અને ન્યૂ-બ્રુન્સવિકએ ગયા વર્ષે નિયમો લાવ્યા હતા. જેમાં 16 અને તેનાથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ માટે શાળામાં તેમના નામ અથવા પ્રોનાઉન્સ બદલવા માટે સંમતિ જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

રેજિના LGBTQ ઓર્ગેનાઈઝેશન, યુઆર પ્રાઇડના લોયર્સએ દલીલ કરી હતી કે, સાસ્કાચેવનની નીતિ ચાર્ટર રાઈટ્સનું ઉલ્લંઘન કરે છે અને શિક્ષકો બાળકોની ખોટી જાતિનો ભોગ બની શકે છે. સાસ્કાચેવન પાર્ટીની સરકારે ચાર્ટર ઓફ રાઈટ્સ એન્ડ ફ્રીડમ્સ અને સાસ્કાચેવનના હ્યુમન રાઈટ્સ કોડના વિભાગોને ઓવરરાઈડ કરવા છતાં પણ કલમ લાગુ કરી હતી.

આલ્બર્ટાએ તાજેતરમાં ફેરફારોની જાહેરાત કરી હતી. જેમાં 15 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ માટે જેઓ શાળામાં તેમના નામ અથવા પ્રોનાઉન્સ બદલવા માગે છે તેમના માટે માતાપિતાની સંમતિનો સમાવેશ થાય છે. 16 અને 17 વર્ષના વિદ્યાર્થીઓને સંમતિની જરૂર નથી, પરંતુ તેમના માતાપિતાને જાણ કરવી આવશ્યક છે.

ભૂતપૂર્વ નેતા હીથર સ્ટેફન્સને જાન્યુઆરીમાં રાજીનામું આપ્યા પછી ઇવાસ્કોને તેમની પાર્ટીના ટેમ્પરરી લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ આ સેવા પાનખરમાં સંભવતઃ યોજાનારા પાર્ટીના કન્વેન્શન સુધી આપશે.

મંગળવારે પ્રકાશિત ગ્લોબ એન્ડ મેઇલ સાથેની એક મુલાકાતમાં ઇવાસ્કોએ માહિતી આપી હતી કે, તે માતા-પિતાને સામેલ કરવા મુદ્દે યોગ્ય નીતિ અપનાવવાનું વાતાવરણ બનાવવા માંગે છે.

તેમની એનડીપી સરકાર આ મુદ્દા પર કોઈ નીતિઓનું આયોજન કરે છે કે કેમ તે અંગે પૂછવામાં આવતાં કિનેવે સીધો જવાબ આપવાનુ ટાળ્યું હતું. પરંતુ હાલમાં યથાસ્થિતિ છોડી દેવા અને ટ્રાન્સજેન્ડર બાળકો માટે સમર્થન વ્યક્ત કરવાની હિન્ટ આપી હતી.

તેમણે જણાવ્યુ હતું કે, “મને લાગે છે કે અમારી ટીમને શિક્ષકો, માતા-પિતા, વિદ્યાર્થીઓ પર વિશ્વાસ છે અને પરસ્પર તેઓ રચનાત્મક સંબંધ બનાવી શકે અને બાળકના શ્રેષ્ઠ હિત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.”

ઇવાસ્કોએ જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ તેમના માતા-પિતાની પ્રતિક્રિયાથી ડરતા હોય તેમના માટે સપોર્ટ કરી શકાય એમ છે.

“જો વિદ્યાર્થીઓ માતા-પિતા સાથે વાતચીત કરવામાં ખચકાતા હોય તો અમારી પાસે માર્ગદર્શન માટે સલાહકારો છે, અમારી પાસે શાળાના સામાજિક કાર્યકરો અને અમારી શિક્ષણ સિસ્ટમમાં આ રેપરાઉન્ડ સર્વીસીસ છે.”

#WINNIPEG #Education #parents-consent #child-name-pronoun-changes #school #Manitoba #interim-leader #Opposition-Progressive-Conservative #NDP #Tory

One thought on “વિદ્યાર્થીના “Pronoun Changes” માટે પેરેન્ટ્સની સંમતિ જરૂરી હોવી જોઈએ: મેનિટોબા ટોરીઝ

Comments are closed.

Next Post

કેનેડાની બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસણખોરી કરતા ત્રણ ભારતીયો પકડાયા

Fri Mar 15 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 અમેરિકન સુરક્ષા દળોની એક ટીમ બોર્ડર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ ચાર લોકો અમેરિકાના બફેલો શહેર સાથે જોડાયેલા ઈન્ટરનેશનલ રેલવે ટ્રેક પરથી પસાર થતી માલગાડીમાંથી કુદયા હતા. આ ચાર લોકોમાં એક મહિલા પણ હતી. આ મહિલા ઘાયલ થઈ હતી. ટ્રેનમાંથી […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share