કન્ઝર્વેટિવ ના જમીલ જીવાણીએ 20 વર્ષમાં સૌથી મોટા માર્જિનથી દુર્હામ સીટ જીતી 

કન્ઝર્વેટિવ્સ પુશિંગ “એક્ષ ધ ટેક્સ” બિલ્ડ મોર હોમ્સ, ફિક્સ બજેટ અને ક્રાઇમ પર લગામ લગાવવાનો પોતાનો નારો આગળ વધાર્યો છે

જમીલ જીવાણીએ દુર્હામ માં તેમની ટિમનો આભાર માનીને અને તેમના લિબ્રલ પ્રતિસ્પર્ધીઓ પર પ્રહાર કરીને, કહ્યું હતું કે તેઓ એ કામદાર વર્ગ માટે જીવન વધુ કઠિન અને મોંઘું બનાવ્યું છે.

જમીલ જીવાણી એક વકીલ અને ટીકાકાર છે અને સોમવારની મોડી સાંજ સુધીમાં લગભગ તમામ મતદાનના અહેવાલો અનુસાર તેમણે  55 ટકાથી વધુ મત મેળવ્યા હતા. લિબરલ ઉમેદવાર રોબર્ટ રોક બીજા નંબરે આવ્યા હતા  અને એનડીપીના ઉમેદવાર ક્રિસ બોર્જિયા ત્રીજા સ્થાને.

દુર્હામ એ કન્ઝર્વેટિવ નો ગઢ છે, અને છેલ્લા 20 વર્ષમાં ટોરીઓની આ જીત એ રાઈડિંગમાં મેળવેલા સૌથી મોટા માર્જિનમાંથી એક છે.

જીવાણીની પેટ ચૂંટણી માં જીત કન્ઝર્વેટિવ્સ ટોરીઓ માટે ખૂબ જ લાભ દાયી સાબિત થશે, કેમ કે તેઓ હાલ  લિબરલ પાર્ટી થી ઇલેકશન દરેક પોલ માં ઘણા આગળ છે, અને કન્ઝર્વેટિવ્સ પુશિંગ “એક્ષ ધ ટેક્સ” બિલ્ડ મોર હોમ્સ, ફિક્સ બજેટ અને ક્રાઇમ પર લગામ લગાવવાનો પોતાનો નારો આગળ વધાર્યો છે

    જીવાણી એ કોર્ટિસ, ઓન્ટ.માં ચક રોડહાઉસ બાર એન્ડ ગ્રિલ ખાતેના તેમના વિજયી ભાષણમાં, કહ્યું હતું કે તે તેમનો કન્ઝર્વેટિવ પક્ષ ફેડરલ ચૂંટણીમાં આમ જનતાના મૂલ્યોનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરવા માટે શ્રેષ્ઠ અને એક માત્ર વિક્લપ છે , 2025ના ફોલ દરમ્યાન થનાર ઇલેકશન માં કોંઝર્વેટિવેશ પાર્ટી “આ દેશમાં પરિવર્તન લાવશે,” તેમ તેમણે કહ્યુ હતું .

    વધુ જીવાણી એ પોતાના ભાષણ માં કહ્યું હતું કે “કેનેડા માં અત્યારે શું થઈ રહ્યું છે તે વિશે વાત કરીએ છીએ, ત્યારે મને એવું લાગે છે કે લિબરલ પાર્ટી એ આ દેશના તમામ સિટીઝન સાથે વિશ્વાસઘાત કર્યો  છે, ,” જીવાણીએ કહ્યું.

    દુર્હામ ની પેટાચૂંટણી ભૂતપૂર્વ કન્ઝર્વેટિવ નેતા એરિન ઓ’ટૂલને કે જે જેમણે ઓગસ્ટ 2020 થી ફેબ્રુઆરી 2022 સુધી સત્તાવાર વિપક્ષી નેતા તરીકે સેવા આપી હતી અને ગયા ફોલમાં તેમની બેઠક છોડી દીધી હતી અને તેમની આ બેઠક ને ભરવા માટે યોજાઈ હતી

    કોંઝર્વેટિવ લીડર Poilievre એ X પર જીવાણી ની જીતને વધાવી હતી અને જીવાણીને તેમની જીત ઉપર અભિનંદન આપી અભિવાદન કર્યું હતું.

    Next Post

    ગુજરાતમાં ઝાલોદથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે

    Tue Mar 5 , 2024
    Total 0 Shares 0 0 0 0 0 0 કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદમાં પ્રવેશ કરશે, આ યાત્રા ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં કોંગ્રેસનાં એક પછી નેતાઓ તેનો સાથ […]

    આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

    Subscribe Our Newsletter

    Total
    0
    Share