અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં રણબીર કપૂર આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે સાથે જોવા મળ્યા હતા. આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેન સંબંધોની ચર્ચા બોલિવુડ અને તેમના ફેન્સમાં જોરશોરથી થઇ રહી છે. ત્યારે આ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનો છેલ્લો દિવસ હતો. આ ઉજવણી 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલી હતી. ગુજરાતના જામનગરમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં દેશ અને વિશ્વની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. લગભગ આખું બોલિવૂડ આ ભવ્ય ઉજવણીનો ભાગ હતું. આ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન એક તસવીર સામે આવી છે, જે હવે ચર્ચાનો વિષય બની છે અને તે કોઈ નહીં પણ બોલિવુડનું રુમર્ડ કપલ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરની છે
આ ફોટોમાં રણબીર કપૂર બી-ટાઉનના નવા લવ બર્ડ્સ આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. તસવીરમાં આદિત્ય અને રણબીરને એકસાથે જોઈને તમને ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ યાદ આવી જશે.
જ્યારે રણબીર આ કપલને થમ્બ્સ અપ સાથે પોઝ આપી રહ્યો છે. જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ક્યાંક રણબીરે આદિત્ય અને અનન્યાના સંબંધને લીલી ઝંડી આપી દીધી છે. આ તસવીરમાં આ ત્રણેય સ્ટાર્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દરેક વ્યક્તિ આ તસવીર પર પ્રેમ વરસાવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર અવારનવાર તેમના ડેટિંગના સમાચારોને લઈને ચર્ચામાં રહે છે. બંને ઘણી વખત સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળ્યા છે. જો કે હજુ સુધી બંનેમાંથી કોઈએ તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી.
#Ananya-Pandey #Aditya-Roy-Kapur #Relationship #Anant-Radhika-Pre-Wedding