મહેસાણા બેઠક પર દાવેદારી પરત ખેંચતા નીતિન પટેલ

લોકસભા ચૂંટણી પહેલા મહેસાણાના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના પૂર્વ ધારાસભ્ય નીતિન પટેલે મહેસાણા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકેની દાવેદારી પરત ખેંચવાની જાહેરાત કરી હતી.

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના પૂર્વ ધારાસભ્ય નીતિન પટેલે આજે એક મોટી જાહેરાત કરી છે. ભાજપે 15 લોકસભા સીટના ઉમેદવારો જાહેર કર્યા હતા. જોકે તેમાં મહેસાણા સીટ પર હજી સુધી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. આ પહેલા નીતિન પટેલે પોતાના ફેસબુક પેજ પર જાહેરાત કરી છે કે, ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી પરત ખેંચું છું.

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફેસબુકમાં પોસ્ટ કરીને કહ્યું કે, મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી. મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજી ચાલુ છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી પરત ખેંચું છું અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને સર્વ સાથીદારોનો હું ખૂબ ખૂબ આભાર માંનું છું.

#LOKSABHA-ELECTION-2024 #Nitin-Patel #announcement #social-media #facebook #Mehsana-seat

Next Post

અનંત-રાધિકાના પ્રી-વેડિંગપાર્ટીમાં અંબાણીએ ધોનીને દાંડિયા શિખવાડ્યા તોઈવાંકા ટ્રમ્પ પણ ગરબે ઘૂમી

Mon Mar 4 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા, કપલે 1 થી 3 માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન કર્યું છે, જેમાં […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share